તંદુરસ્ત ભારત
“આરોગ્યસુરક્ષા માટે ભારત સરકારની પહેલ 50 કરોડ ભારતીયો પર હકારાત્મક અસર પાડશે. એ જરૂરી છે કે આપણે ભારતના ગરીબોને ગરીબીની પકડમાંથી મુક્ત કરીએ કારણકે ગરીબીને કારણે તેમને આરોગ્યસુરક્ષા પોસાતી નથી.”
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દરેક ભારતીય પોસાય તેવી તેમજ ઉપલબ્ધ હોય તેવી ઉચ્ચ સ્તરની આરોગ્ય સુરક્ષાને લાયક છે. સમાવેશી સમાજ બનાવવા માટે આરોગ્યસુરક્ષાને ચાવીરૂપ પરિબળોમાંથી એક માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તંદુરસ્ત ભારત બનાવવા માટે ઘણા પગલાં લીધા છે.
માતાઓ અને બાળકોનું આરોગ્ય
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્ત્વ અભિયાન સુનિશ્ચિત, વ્યાપક અને ગુણવત્તાસભર પૂર્વ પ્રસુતિ સંભાળ દરેક સગર્ભા મહિલાને દરેક મહિનાની નવમી તારીખે વિના મુલ્યે પૂરી પાડે છે. માતા અને બાળકની તંદુરસ્ત તબિયતને સુનિશ્ચિત કરવા માટે 13,078 થી પણ વધારે સેવા કેન્દ્રો ખાતે 1.3 કરોડ પૂર્વ પ્રસુતિ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 80.63 લાખથી પણ વધુ સગર્ભા મહિલાઓને રોગપ્રતિરોધી બનાવવામાં આવી હતી. સ્ક્રિનિંગ દરમ્યાન 6.5 લાખ ઉંચા જોખમવાળી ગર્ભાવસ્થાની ઓળખ થઇ હતી.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સગર્ભા અને બાળકને પોતાનું દૂધ પીવડાવતી માતાઓને નાણાકીય પ્રોત્સાહન પૂરું પડે છે જે તેને પોતાના પ્રથમ બાળકની પ્રસુતિ પહેલા અને પછી પૂરતો આરામ લેવામાં મદદરૂપ થાય છે. દર વર્ષે 50 લાખથી પણ વધારે સગર્ભા મહિલાઓ રૂ. 6,000ના નાણાંકીય પ્રોત્સાહનનો લાભ લેશે તેવી અપેક્ષા છે. બાળપણના વર્ષો એક વ્યક્તિની સમગ્ર ઉંમર દરમ્યાનની તબિયત અંગે નિર્ણાયક બનતા હોય છે. મિશન ઇન્દ્રધનુષનું લક્ષ્ય એવા તમામ બાળકોને 2020 સુધીમાં આવરી લેવાનું છે જેમનું રસીકરણ નથી થયું અથવાતો ડિપ્થેરિયા, વ્હૂપીંગ, કફ, ટીટેનસ, પોલીયો, ટ્યુબરક્લોસીસ, ઓરી અને હિપેટાઈટિસ B સહિતના અટકાવી શકાય તેવા રોગો માટે આંશિક રસીકરણ થયું છે.
528 જીલ્લાઓને આવરી લઈને મિશન ઇન્દ્રધનુષ દ્વારા ચાર તબક્કાઓ પૂર્ણ કર્યા છે, જ્યાં 81.78 લાખ ગર્ભવતી મહિલાઓને રોગપ્રતિરોધી બનાવવામાં આવી છે અને 3.19 કરોડ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ઇનએક્ટીવેટેડ પોલિયો વેક્સીન (IPV) જે ઓરલ વેક્સીન કરતા વધારે અસરકારક છે તેને નવેમ્બર 2015માં શરુ કરવામાં આવ્યું હતું. બાળકોને લગભગ 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રોટાવાયરસ રસી માર્ચ 2016માં શરુ કરવામાં આવી હતી અને લગભગ 1.5 કરોડ ડોઝ બાળકોને આપવામાં આવ્યા છે. મીઝલ્સ રૂબેલા (MR) રસીકરણ કાર્યક્રમ ફેબ્રુઆરી 2017માં શરુ કરવામાં આવ્યો હતો તેને લગભગ 8 કરોડ બાળકોને આવરી લીધા છે. ન્યુમોકલ કોન્જુગેટ વેક્સિન (PCV) મે 2017માં શરુ કરવામાં આવી હતી જેના હેઠળ લગભગ 15 લાખ ડોઝ બાળકોને આપવામાં આવ્યા છે.
નિવારક આરોગ્યસુરક્ષા
ઝડપથી બદલાતા સમયમાં જીવનશૈલીને લગતા રોગો નોંધપાત્ર આરોગ્ય પડકાર તરીકે ઉભરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રિય નેતૃત્ત્વ હેઠળ યોગ એક જનઆંદોલન બની ગયું છે જેણે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યાના લોકો સુધી વિવિધ આરોગ્યલાભ પહોંચાડ્યા છે. 2015થી દર વર્ષે 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે જેને સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકોના રસના વિષય તરીકે તેમજ ભાગીદારી તરીકે જોવામાં આવે છે.
કુપોષણને સમાપ્ત કરવા માટેના એક સંકલિત પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ એ પ્રકારની પ્રથમ પહેલ છે જ્યાં કુપોષણને વિવિધ સ્તરની દરમિયાનગીરી દ્વારા ઉકેલવામાં આવે છે. તે કુપોષણને ભેગામળીને, ટેક્નોલોજીના વપરાશ અને લક્ષિત અભિગમ દ્વારા ઘટાડવાનો પ્રયાસ કરે છે.
પોસાય તેવી અને ગુણવત્તાસભર આરોગ્યસુરક્ષા
પોસાય તેવી અને ગુણવત્તાસભર આરોગ્યસુરક્ષા સુનિશ્ચિત કરતા, 1084 જીવનજરૂરી ઔષધીઓ, જેમાં જીવન બચાવતી દવાઓને મે 2014થી પ્રાઈઝ કન્ટ્રોલ રિજીમ હેઠળ લાવવામાં આવી છે જેણે ગ્રાહકોને લગભગ રૂ. 10,000 કરોડનો કુલ લાભ કરાવી આપ્યો છે.
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રોની વાત કરીએ તો 3,000થી પણ વધુ દુકાનો સમગ્ર દેશમાં કાર્યરત છે જે 50%થી પણ વધારેની બચતમાં પરિણમી છે. AMRIT (અફોર્ડેબલ મેડીસીન્સ એન્ડ રિલાયેબલ ઈમ્પ્લાન્ટ્સ ફોર ટ્રીટમેન્ટ) ફાર્મસીઓ કેન્સર અને હ્રદયરોગને લગતી દવાઓની સાથે કાર્ડિયાક ઈમ્પ્લાન્ટ્સને બજારભાવ કરતા 60 થી 90 ટકા ડિસ્કાઉન્ટ પર પૂરા પાડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને લીધે કાર્ડિયાક સ્ટેન્ટ અને ઘૂંટણના રિપ્લેસમેન્ટ્સની કિંમત 50-70% ઘટી ગઈ છે. જે દર્દીઓને ઘણી મોટી નાણાંકીય રાહત આપે છે.
પ્રધાનમંત્રી ડાયાલીસીસ કાર્યક્રમ જે 2016માં શરુ કરવામાં આવ્યો હતો તે ગરીબોને મફતમાં અને નેશનલ હેલ્થ મિશન હેઠળ બાકીના તમામ દર્દીઓને સબસીડાઈઝ્ડ ભાવ હેઠળ ડાયાલીસીસ સેવા આપે છે. આ કાર્યક્રમ હેઠળ લગભગ 2.5 લાખ દર્દીઓએ સેવા મેળવી છે અને અત્યારસુધીમાં લગભગ 25 લાખ ડાયાલીસીસ સત્રો આયોજીત કરવામાં આવ્યા છે. હાલમાં 497 ડાયાલીસીસ યુનિટ્સ/કેન્દ્રો કાર્યરત છે અને કુલ 3330 ડાયાલીસીસ મશીનો કાર્યરત છે.
આયુષ્માન ભારત
આરોગ્યસુરક્ષા માટે મોટો ખર્ચ કરોડો ભારતીયોને ગરીબીની જાળમાં ફસાવી દે છે. જનતા તેમજ ખાનગી ક્ષેત્ર પાસે આરોગ્ય સેવા પૂરી પાડવા માટે વિશાળ ક્ષમતાઓ છે. આયુષ્માન ભારતની કલ્પના વ્યાપક, પોસાય તેવી અને ગુણવત્તાસભર જનતા અને ખાનગી આરોગ્ય ક્ષેત્રની મજબૂતીના આધાર પર કરવામાં આવી છે. તે વિશ્વની સહુથી મોટી આરોગ્ય વીમા પહેલ હશે જે પ્રતિ પરિવાર રૂ. 5 લાખ સુધીનું આરોગ્ય છત્ર પ્રતિ વર્ષ લગભગ 50 કરોડ લોકોને આપવાની અપેક્ષા ધરાવે છે. એવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં 1.5 લાખ સબ સેન્ટર્સ અને પ્રાથમિક આરોગ્ય સુરક્ષા કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWCs)માં પરિવર્તિત કરવામાં આવે જેના દ્વારા વ્યાપક પ્રાથમિક આરોગ્યસુરક્ષા સેવાઓ પૂરી પાડવામાં આવે.
સમગ્ર દેશમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે:
- 20 AIIMS પ્રકારની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે
- છેલ્લા ચાર વર્ષમાં કુલ 92 મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી છે જેના પરિણામે 15,354 MBBS બેઠકોનો વધારો થયો છે
- 73 સરકારી મેડિકલ કોલેજોને ઉન્નત બનાવવામાં આવી
- જુલાઈ 2014થી, છ કાર્યરત AIIMSમાં 1675 હોસ્પિટલ પથારીઓ ઉમેરવામાં આવી
- 2017-18માં 2 નવી AIIMS ઝારખંડ અને ગુજરાતમાં જાહેર કરવામાં આવી
- છેલ્લા ચાર વર્ષમાં કુલ 12,646 PG બેઠકો (બ્રોડ એન્ડ સુપર સ્પેશિયાલીટી કોર્સ) ઉમેરવામાં આવી
નીતિઓ અને કાયદાઓ
15 વર્ષના ગાળા બાદ નેશનલ હેલ્થ પોલીસી બનાવવામાં આવી. તે હાલના અને આવનારા પડકારોને સામાજીક-આર્થિક અને રોગચાળાને લગતા ફેરફારોને ધ્યાનમાં રાખીને સંબોધિત કરે છે.
માનસિક આરોગ્ય, અગાઉ જેની ઘણી અવગણના કરવામાં આવી છે તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારમાં મહત્ત્વ મળ્યું છે. મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 ભારતમાં માનસિક આરોગ્ય માટે હક્કના આધારે કાયદાકીય માળખું અપનાવે છે અને માનસિક આરોગ્યની તકલીફ ધરાવતા લોકોના હક્કને સંરક્ષણ આપવા માટે માનસિક આરોગ્યસુરક્ષાની સમાન અને ન્યાયી જોગવાઈ કરે છે.
રોગ નિર્મૂલન
ટ્યુબરક્લોસીસ (TB) એ ચેપી રોગ છે. ભારત TBના વૈશ્વિક કેસોના ચોથાભાગના કેસો ધરાવે છે. ટકાઉ વિકાસના લક્ષ્યો દ્વારા TBના મહારોગને 2030 સુધીમાં નિર્મૂળ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારતમાં વૈશ્વિક લક્ષ્યાંકો અગાઉ TBને નાબૂદ કરવાના પ્રયાસોમાં ગતિ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા 4 લાખ DOT કેન્દ્રોમાં દવાઓથી સંવેદનશીલ TBના ડોઝ આપવામાં આવ્યા છે. સરકારે એક્ટિવ કેસ ફાઈન્ડીંગ હેઠળ ઘેર ઘેર જઈને TBના લક્ષણોની તપાસ કરવા માટે સ્ક્રિનિંગ શરુ કર્યું છે જેમાં 5.5 કરોડ જેટલી વસ્તીને આવરી લેવાઈ છે. TBને લીધે દર્દીની હલનચલન ઓછી થઇ જતા તેના પોષણ અને આવક પર અસર થાય છે, આથી તેને ટ્રીટમેન્ટના સમય દરમ્યાન રૂ. 500ની માસિક પોષણ સહાય DBT દ્વારા આપવામાં આવે છે.
રક્તપિત્તને 2018 સુધીમાં, ઓરીને 2020 સુધીમાં અને TBને 2025 સુધીમાં નાબૂદ કરવા માટે એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. ભારતે વૈશ્વિક લક્ષ્ય ડિસેમ્બર 2015 પહેલા જ માતૃત્ત્વ અને નવજાત ટીટેનસને મે 2015માં નાબૂદ કરી બતાવ્યો છે.