ભારત વિશ્વના સહુથી યુવા દેશોમાંથી એક છે. જોકે, આ વસ્તીવિષયક લાભાંશનો ફાયદો ઉઠાવવા માટે, ભારતે ગુણવત્તાસભર શિક્ષણ અને રોજગારીની તકો સુનિશ્ચિત કરવી પડશે. ભારતનો યુવા વધુ સશક્ત બનવા અને બહેતર જીવનસ્તર મેળવવા માટે વધારેને વધારે અપેક્ષાઓ રાખતો થયો છે. સમય બદલાવવાની સાથેસાથે સરકારોએ પણ એક એવી ઈકોસિસ્ટમ ઉભી કરવી જોઈએ જે લોકોને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સમર્થ બનાવે. આ જ આકાંક્ષાઓની ઓળખરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારે વિવિધ સ્તરે પરિવર્તનીય પગલાંઓ લીધા છે, પછી તે શાળાનું શિક્ષણ હોય, ઉચ્ચ અભ્યાસ હોય, R&D કે પછી કૌશલ્ય હોય તે યુવાશક્તિનો ઉછેર કરે છે.
શિક્ષણમાં પરિવર્તન, સશક્તિકરણ આગળ વધાર્યું
શાળાના શિક્ષણના દ્રષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન લાવતા, પહેલીવાર, વિદ્યાર્થીઓમાં શિક્ષણના પરિણામો અને વિવિધ હિસ્સેદારોની જવાબદારી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
નવીનીકરણીય કૌશલ્યનો વિકાસ કરવા માટે અસંખ્ય અટલ ટીંકરીંગ લેબ્સની સમગ્ર દેશમાં મંજૂરી આપવામાં આવી છે. તેનું લક્ષ્ય વધુને વધુ બાળકોને નવીનીકરણ સાથે જોડવાનું તેમજ ભારતના યુવાન સંશોધકોને 3D પ્રિન્ટીંગ, રોબોટીક્સ અને માઈક્રોપ્રોસેસર્સ જેવી ટેક્નોલોજીનો વપરાશ કરવા મળે.
જો કે ભારતીય યુવાએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ઉભી કરી છે પરંતુ સેવા ક્ષેત્ર ઉપરાંત સંશોધન અને નવીનીકરણને પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે. ઉદાહરણ તરીકે પ્રાઈમ મિનીસ્ટરર્સ રિસર્ચ ફેલોશીપ (PMRF)ને જ લઈએ. પહેલીવાર સાયન્સ અને ટેક્નોલોજીમાં સંશોધન કરવા માટે, બહોળી આર્થિક સહાય આપવામાં આવે છે, પ્રાઈમ મિનિસ્ટર્સ રિસર્ચ ફેલોશીપ દ્વારા 5 વર્ષ માટે પ્રતિ માસ રૂ. 70,000 – 80,000ની સ્કોલરશીપ અને PhD માટે વાર્ષિક રૂ. 2 લાખની ગ્રાન્ટ 5 વર્ષ માટે, તેમના આકસ્મિક શૈક્ષણિક ખર્ચ અને તેમના દેશ/વિદેશના ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવે છે.
અસંખ્ય યુનિવર્સીટીઓ, 7 IITs, 7 IIMs, 14 IITs, 1 NIT, 103 KVs અને 62 નવોદયા વિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી છે. 2017માં સરકારે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM) બિલ, 2017ને મંજૂરી આપી હતી જેની હેઠળ IIMsને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ તરીકે ઘોષિત કરવામાં આવી શકે છે, જે તેમને તેમના વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવાની છૂટ આપે છે. આ IIMsને વધારાની સ્વાયત્તા પણ આપે છે.
-
ઉચ્ચ અભ્યાસમાં રહેલી તકો
જો ઉપર જણાવેલી પહેલ એ જણાવે છે કે આ સરકાર અત્યારસુધીમાં જે વિસ્તારોની અવગણના કરવામાં આવી છે તેના પર કેવું ધ્યાન આપે છે, આ 4 વર્ષમાં એવા કાર્યો થયા છે જેણે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવી છે જે યુવાનોને લાભપ્રદ બની રહેશે.
આ હકીકતો પર જરા ધ્યાન આપો:
- સરકાર શિક્ષણ ક્ષેત્રમાં ઉદાર સાશન લાવવા માટે કાર્ય કરી રહી છે અને સ્વાયત્તાને ગુણવત્તા સાથે સાંકળવા પર તેનો ભાર છે. માર્ચ 2018માં, UGCએ એક ઐતિહાસિક નિર્ણયમાં ઉચ્ચ શૈક્ષણિક ધારાધોરણો અપનાવતી સાઈઠ યુનિવર્સીટીઓની સ્વાયત્તા મંજૂર કરી છે.
- આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે જે એક સ્વાયત્ત અને સ્વબળે ચાલતી અગ્રણી સંસ્થા બનશે જે ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓનું વ્યવસ્થાપન કરશે.
- વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે અસંખ્ય સ્કોલરશીપ્સ પ્રદાન કરવામાં આવે છે.
- શિક્ષણના પરિણામો શિક્ષકોની ગુણવત્તા પર પણ આધાર રાખે છે. ઉચ્ચકક્ષાની ગુણવત્તા ધરાવતા શિક્ષકો તૈયાર કરવા માટે ટિચર ટ્રેઈનીંગ પર જબરદસ્ત ધ્યાન આપવામાં આવ્યું છે.
- અટલ ઇનોવેશન મિશન ફોર રિસર્ચ એન્ડ એક્સેલન્સ
- એક એવી ઈકોસિસ્ટમ પ્રદાન કરવી જે સંશોધન અને નવીનીકરણ શાળાઓમાંથી જ શરુ થાય તેવું વાતાવરણ ઉભું કરે. AIM માટે એક છત્રી વ્યવસ્થા સ્થાપીને દેશની નવીનીકરણની ઈકોસિસ્ટમ પર નજર રાખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે – જે વિવિધ કાર્યક્રમો દ્વારા જીવનના તમામ નવીનીકરણના વર્તુળને સ્પર્શ કરતી હોય.
- યુવાનોમાં સંશોધન અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે 2017માં 2400 શાળાઓની પસંદગી કરવામાં આવી અને સમગ્ર દેશમાં ઇન્ક્યુબેશન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી. આ અભિયાન ટોચના શિક્ષણવીદો, મેન્ટર્સ, આન્ત્રપ્રીન્યોર્સ અને શ્રેષ્ઠ કૌશલ્યને ભેગા કરે છે અને આપણા યુવાનોને આન્ત્રપ્રીન્યોર્સ કેવી રીતે બનાય તેની તાલીમ આપે છે. તે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે નવીનીકરણ પામેલી વસ્તુઓ બજાર સુધી જાય અને એવા સાહસો ઉભા કરવામાં આવે જે આ નવીનીકરણ થયેલી વસ્તુઓને લગતા હોય.
- કૌશલ્ય વિકાસ અને વોકેશનલ ટ્રેઈનીંગના મંચને આગળ વધારવો.
- વડાપ્રધાન મોદીની સરકારે પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના કૌશલ્ય વિકાસ દ્વારા યુવા સશક્તિકરણ લાવવા, સમગ્ર દેશમાં ઔપચારિક ઓછા સમયની કૌશલ્ય તાલીમ પૂરી પાડવા, સર્ટીફીકેશન દ્વારા કૌશલ્યની ઓળખ કરવા અને યુવાનોમાં રોજગારીની ક્ષમતા વધારવા માટે શરુ કરી છે. આ કાર્યક્રમ હેઠળ કૌશલ્ય વિકાસ અને આન્ત્રપ્રીન્યોર્શીપ મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવેલા વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હેઠળ 1 કરોડથી પણ વધુ યુવાનો તાલીમ પામશે. 375 વ્યવસાયોમાં સમગ્ર ભારતમાં 13,000 ટ્રેઈનીંગ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર (PMKK) સમગ્ર ભારતના દરેક જીલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
- સ્વરોજગાર દ્વારા યુવાશક્તિનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.
- યુવાનોમાં રહેલી સંશોધન અને આન્ત્રપ્રીન્યોરશીપને પ્રોત્સાહન આપવા માટે 16 જાન્યુઆરી 2016ના દિવસે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા શરુ કરવામાં આવ્યું. તે સાત વર્ષના બ્લોક માટે સ્ટાર્ટ અપ્સ માટે સતત ત્રણ વર્ષ માટે કર રાહત તેમજ અન્ય લાભો પૂરા પાડે છે. સ્ટાર્ટ-અપ્સને કમર્ચારી તરીકે કાર્ય કરતા પ્રમોટર્સને ESOPs પ્રદાન કરવાની છૂટ આપવામાં આવી છે.
- પ્રધાન મંત્રી મુદ્રા યોજના જે આન્ત્રપ્રીન્યોર્સને જમીન વગરનું ઋણ આપે છે તે આન્ત્રપ્રીન્યોર્શીપને પ્રોત્સાહન આપવાનું મુખ્ય ઉદાહરણ છે. 13 કરોડ નાના અને મધ્યમકક્ષાના આંત્ર્પ્રીન્યોર્સે એપ્રિલ 2015ની ભંડોળ મેળવવાનું શરુ કર્યું છે, લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા આન્ત્રપ્રીન્યોરીયલ ઈકોસિસ્ટમમાં ઉમેરવામાં આવ્યા છે. 2018ના અંદાજપત્રમાં ફાળવણી વધારીને રૂ. 3 લાખ કરોડ કરવામાં આવી છે જે ગત વર્ષ કરતા 20%નો વધારો સૂચવે છે.
- રોજગારી ઉભી કરવા માટે ત્રણ લાંબાગાળાના ઉપાયો
- વધુને વધુ રોજગારી ઉભી કરવાના પ્રયાસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકારે જાહેર ક્ષેત્રને મહત્ત્વ આપ્યું છે જેની પાસે નવેસરથી શરુ કરવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોત્સાહને વધારે તકો ઉભી કરી છે. ખાનગી ક્ષેત્ર માટે વાતાવરણ ઉપલબ્ધ કરવા અંગે વિવિધ સરવે દ્વારા ફરીથી ખાતરી કરી છે કે યુવાનો માટેની તકો વધી રહી છે. વ્યક્તિગત ક્ષેત્રે નવી જરૂરિયાતો મુદ્રા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા દ્વારા યુવા શક્તિના ઉછેર માટે સંતોષવામાં આવી છે.
- ખેલ અને ખેલદિલીને આગળ વધારવા
- કોઇપણ વ્યક્તિના જીવનમાં રમતો અને તંદુરસ્તીનું આગવું મહત્ત્વ હોય છે. રમતો રમવાને લીધે ટીમ સ્પિરિટ, વ્યુહાત્મક અને વિશ્લેષ્ણાત્મક વિચાર, નેત્તૃત્ત્વ કૌશલ્ય, લક્ષ્ય નિર્ધારણ અને જોખમ લેવાના ગુણ વિકાસ પામે છે.
- સરકારી સ્તરે તેમજ વડાપ્રધાન દ્વારા અંગત સ્તરે પણ રમતગમતમાં કૌશલ્યનો ઉછેર ગર્વની લાગણી ઉભી કરવાના સભાન પ્રયાસો થઇ રહ્યા છે.
-
રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા કેટલાક પગલાંઓ
- મણીપુરમાં નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સીટીની આધારશીલા સ્થાપવામાં આવી છે. તે એ પ્રકારની પહેલી સંસ્થા હશે જે ખેલ શિક્ષણને ખેલ વિજ્ઞાન, ખેલ ટેક્નોલોજી, ખેલ પ્રબંધન, ખેલ કોચિંગના વિસ્તારોમાં પ્રોત્સાહન આપશે અને તે પસંદગીના ટ્રેઈનીંગ સેન્ટર્સ માટે નેશનલ ટ્રેઈનીંગ સેન્ટર તરીકે પણ કાર્ય કરશે. એ હકીકતની જાણકારી હોવાથી કે ઉત્તરપૂર્વ એ ઘણા અદભુત ખેલાડીઓ આપ્યા છે, આ તેને વધારે પ્રોત્સાહન આપશે.
- વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતું પેરા એથ્લીટોને સમર્પિત એવું સર્વપ્રથમ ટ્રેઈનીંગ સેન્ટર 5 ફેબ્રુઆરી 2017ના દિવસે ગાંધીનગર, ગુજરાત ખાતે શરુ કરવામાં આવ્યું.
ભારતે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પ્રભાવશાળી અને ઐતિહાસિક 66 ચંદ્રકો જીત્યા છે.
ખેલો ઇન્ડિયા કાર્યક્રમ એ એક જાહેર આંદોલન છે જે યુવાનોમાં ખેલ અને તંદુરસ્તીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શરુ કરવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય ભારતમાં ખેલ સંસ્કૃતિને જમીની સ્તરે મજબૂત પાયા પર દેશમાં રમાતી રમતો માટે પુનઃજાગૃત કરવાનું અને ભારતને એક મહાન ખેલ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનું છે.
રમતોને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા કેટલાંક પગલાંઓ:
- પ્રતિભાશાળી ખેલાડીઓને મહત્ત્વની ખેલ શાખાઓમાંથી વિવિધ સ્તરે ઓળખીને તેમને 8 વર્ષ માટે રૂ. 5 લાખ પ્રતિ વર્ષની નાણાકીય સહાય જેથી તેમની નાણાકીય અનિશ્ચિતતાનો અંત આવે.
- પ્રથમ ખેલો ઇન્ડિયા ગેમ્સ 2018 જાન્યુઆરીમાં શરુ કરવામાં આવ્યા જેમાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોના 3507 ખેલાડીઓએ ભાગ લીધો.
- સુધારેલા ખેલો ઇન્ડિયા કાર્યક્રમમાં 2017-18 થી 2019-20 માટે રૂ. 1,756 કરોડનું નાણાંકીય ભંડોળ હશે.
ખેલ પ્રતિભાના ઉછેર માટેની ઈકોસિસ્ટમ ગોઠવવામાં આવતા ઘણા યુવાનો ખેલને સન્માનીય કારકિર્દીના માર્ગ તરીકે સ્વીકારી શકે છે.