પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ હરિદ્વારનાં લાભાર્થી ગુરુદેવ સિંહજીનું 'હર હર ગંગે' કહીને અભિવાદન કર્યું હતું અને હાલ ઉપસ્થિત જનમેદનીએ તેમનું 'હર હર ગંગે'ના નારા સાથે સ્વાગત કર્યું હતું. શ્રી સિંહ ખેડૂત છે અને મત્સ્યપાલન સાથે પણ જોડાયેલા છે.
તેમણે પ્રધાનમંત્રીને મત્સ્ય સંપદા યોજનાનો લાભ કેવી રીતે લીધો એ વિશે જાણકારી આપી હતી, જેના કારણે તેમની આવક બમણી થઈ હતી. તેમણે માહિતી આપી હતી કે, તેઓ તેમની એક એકર જમીનમાંથી 60,000 રૂપિયા કમાતા હતા, હવે મત્સ્યપાલનથી તેઓ આ જ જમીનમાંથી દોઢ લાખ રૂપિયા કમાવી શકે છે. પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓનો અભ્યાસ કરતી વખતે નવીનતા માટે તેમની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીઓએ પશુપાલન, મત્સ્યપાલન, મધના ઉત્પાદન દ્વારા ખેતીની આવક વધારવાની ઉપયોગિતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે હરિયાળી શ્વેત ક્રાંતિની સાથે મીઠી ક્રાંતિ અને વાદળી ક્રાંતિના મહત્વ પર પણ ભાર મૂક્યો.