પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન પ્રત્યે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે હર ઘર તિરંગા ઝુંબેશ સમગ્ર ભારતમાં લોકપ્રિય બની છે જે ત્રિરંગા પ્રત્યે 140 કરોડ ભારતીયોના ઊંડા આદરને દર્શાવે છે.
એક X પોસ્ટમાં, અમૃત મહોત્સવ હેન્ડલે તમિલનાડુમાં રામેશ્વરમ નજીક મંડપમ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન પર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીની ઝલક શેર કરી છે.
અમૃત મહોત્સવની X પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ પોસ્ટ કરી હતી
"#હરઘર તિરંગા સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યું છે, જે દર્શાવે છે કે 140 કરોડ ભારતીયો ત્રિરંગા પ્રત્યે ઊંડો આદર ધરાવે છે."
#HarGharTiranga has become popular all across India, indicating the deep respect 140 crore Indians have for the Tricolour. https://t.co/9bvZp5QKAg
— Narendra Modi (@narendramodi) August 14, 2024