પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી અને તેમની શાનદાર જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેઓ વિવિધ ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"મારા મિત્ર, રાષ્ટ્રપતિ @realDonaldTrump સાથે ખૂબ જ સારી વાતચીત થઈ, તેમને તેમની અદભૂત જીત બદલ અભિનંદન. ટેક્નોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-યુએસ સંબંધોને વધુ મજબૂત કરવા ફરી એકવાર સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.”
Had a great conversation with my friend, President @realDonaldTrump, congratulating him on his spectacular victory. Looking forward to working closely together once again to further strengthen India-US relations across technology, defence, energy, space and several other sectors.
— Narendra Modi (@narendramodi) November 6, 2024