પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભારતનાં 130 કરોડ નાગરિકો અને પોતાનાં તરફથી અફઘાનિસ્તાનની સ્વતંત્રતાનાં 100માં વર્ષની ઉજવણી પર અફઘાનિસ્તાનનાં નાગરિકોને હાર્દિક શુભેચ્છા આપી હતી.
આ પ્રસંગે શ્રી હામિદ કરજઈએ ભારતનાં દ્રઢતાપૂર્વકનાં સંપૂર્ણ સમર્થન બદલ આભાર માન્યો હતો અને બંને દેશોનાં નાગરિકો વચ્ચે વિશેષ સદભાવ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ શ્રી હામિદ કરજઈ સાથે મુલાકાત દરમિયાન સર્વસમાવેશક, સંગઠિત, ખરાં અર્થમાં સ્વતંત્ર અને લોકતાંત્રિક અફઘાનિસ્તાનની શાંતિ, સુરક્ષા અને સ્થાયીત્વ માટે ભારતનાં સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.