નવી ગુજરાત વસ્ત્ર નીતિ જાહેર ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલીસી
કપાસ ઉત્પાદક લાખો ખેડૂતોના વ્યાપક હિતો જળવાશે : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર મુજબનો ભાવ મળશે કેન્દ્રની વર્તમાન સરકારની કપાસ ઉત્પાદકો - કપાસની ખેતી વિરોધી અને નિકાસ પ્રતિબંધની અવળી નીતિઓ સામે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને સુરક્ષા છત્ર મળશે
વસ્ત્ર ઉદ્યોગને પ્રાણવાન બનાવવા વિવિધત્તમ પ્રોત્સાહન સહાય
રાજ્યમાં કપાસ ઉત્પાદિત વિસ્તારોની આસપાસ ‘કોટન સ્પિનિંગ એન્ડ વિવિંગ પાર્ક’ શરૂ કરવા સહાય યોજના
વસ્ત્ર ઉદ્યોગની મૂલ્યવર્ધિત શૃંખલાજીનિંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ, રેડીમેઇડ ગારમેન્ટ, ટેકનોલોજી અપગ્રેડેશનનાં મૂડીરોકાણ માટે વ્યાજ સહાય
નવા આવી રહેલા અને વિસ્તૃતીકરણના સ્પિનિંગ અને રેડીમેઇડ ગારમેન્ટ એકમોને વધુ પ્રોત્સાહન આપવા ચૂકવણી કરાયેલા મૂલ્યવર્ધિત વેરાની પરત ચૂકવણી.
નવા આવી રહેલા કોટન, સ્પિનિંગ, વિવિંગ એકમોની ઉત્પાદન ક્ષમતા વધારવા વીજ દરમાં રાહત સહાય.
વસ્ત્ર ઉદ્યોગ દ્વારા નવી રોજગારીની તકો પૂરી પાડવા માટેનાં વસ્ત્ર ઉદ્યોગ હૂણર તાલિમ કેન્દ્રો માટે સહાય.
ટેકનોલોજી એકવીઝિશન, ટેક્ષ્ટાઇલ સ્પિનિંગ પાર્ક માટે જરૂરી નાણાંકીય સહાય યોજના.
વસ્ત્ર ઉદ્યોગના એકમો માટે ઉર્જા અને પાણીના કરકસરભર્યા વપરાશ, જાળવણી અને પર્યાવરણીય રક્ષા માટે પ્રોત્સાહક નાણાંકીય સહાય યોજના
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કપાસ પકવતા ખેડૂતોના પરિશ્રમથી કપાસની શ્વેતક્રાંતિમાં અગ્રેસર બનેલા ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ગણમાન્ય ઓળખ ઉભી કરવા માટે નવી ગુજરાત વસ્ત્રનીતિ (ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલીસી) ર૦૧ર અમલમાં મૂકવાની મહત્વાકાંક્ષી જાહેરાત કરી છે.
છેલ્લા દશ વર્ષમાં ગુજરાતે કપાસ ઉત્પાદનમાં ક્રાંતિકારી સિધ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતના કિસાનોએ રાજ્ય સરકારના ખેડૂતલક્ષી પ્રોત્સાહક અભિગમ અને વિશેષ કરીને બી.ટી. કોટન માટે રાજ્યના કપાસ ઉત્પાદક ખેડૂતોની પડખે ઉભા રહીને, તેમને ઉત્તેજન આપવાના સાતત્યપૂર્ણ પ્રયાસોના પરિણામે, ગુજરાતમાં કપાસ ઉત્પાદને ર૩ લાખ ગાંસડીમાંથી એક જ દશકમાં ૧.ર૩ કરોડ ગાંસડીના ઉત્પાદનનો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોએ રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમથી વૈજ્ઞાનિક ધોરણે કપાસની ખેતી અને ગુણવત્તાવાળા કપાસના ઉત્પાદનમાં સફળતા મેળવેલી છે. ગુજરાતના કપાસની ચીન અને યુરોપના આંતરરાષ્ટ્રીય બજારોમાં ખૂબ મોટી માંગ છે.
આ વૈશ્વિક બજારોમાં ગુજરાતના કપાસ ઉત્પાદકોની શાખને ધ્યાનમાં લઇને, કપાસ પકવતા ખેડૂતોના વ્યાપક આર્થિક હિતો જળવાય, કપાસના વેલ્યુએડીશનના વિવિધ એકમો જેવા કે જિનિંગ, સ્પિનીંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને આધુનિક તૈયાર વસ્ત્રોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય તો સરવાળે ગુજરાતના લાખો કપાસ ઉત્પાદક કિસાનોની જ આર્થિક તાકાત વધશે એ ઉદ્ેશ આ ગુજરાત વસ્ત્ર નીતિમાં કેન્દ્રસ્થાને રાખ્યો છે.
આમ કપાસ ઉત્પાદક કિસાનોને સ્થાયી ઉંચા ભાવ મળે અને કપાસ તથા વસ્ત્રો બંનેની નિકાસવૃધ્ધિ માટેની સુનિશ્ચિત વ્યૂહરચના આ નવી વસ્ત્ર નીતિની વિશેષતા બની રહેશે.
ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોએ શ્વેતક્રાંતિ સર્જીને કપાસનું ઉત્પાદન કરવામાં વિક્રમ સ્થાપેલો છે. આમછતાં, કેન્દ્રની વર્તમાન કોંગ્રેસશાસિત યુપીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતના કપાસના ભાવો આંતરરાષ્ટ્રીય બજારોમાં સૌથી વધારે મળતા હોય ત્યારે જ, કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ અને કેન્દ્રીય નિયંત્રણો લાદવાથી ભૂતકાળમાં બબ્બે વર્ષ ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને રૂા. ૧૪૦૦૦ કરોડનું નુકશાન વેઠવું પડયું છે.
રાજ્ય સરકારે ગુજરાત વસ્ત્ર નીતિમાં કપાસની મૂલ્યવર્ધિત શૃંખલાના અંતિમ તબક્કે આધુનિક તૈયાર વસ્ત્રો બનાવવાના વસ્ત્ર ઉદ્યોગ દ્વારા રપ લાખ જેટલી વિશાળ રોજગારીની તકોનું નિર્માણ થાય તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
આમ, ફાઇવ એફ ફોર્મ્યુલા (ફાર્મ ટુ ફાઇબર ટુ ફેબ્રીક ટુ ફેશન ટુ ફોરેન)થી કપાસ અને તેમાંથી તૈયાર થતાં વસ્ત્રો સુધીની સમગ્ર વિકાસ પ્રક્રિયાને નવો ગતિશીલ મોડ આપવામાં નવી વસ્ત્ર નીતિ પથદર્શક બનશે.
સૂચિત ગુજરાત વસ્ત્ર નીતિના સર્વગ્રાહી સંકલિત ઉદ્શો આ પ્રમાણે છેઃ
- વર્તમાન વસ્ત્ર ઉદ્યોગનું સશકિતકરણ.
- વસ્ત્ર ઉદ્યોગનું સ્થાનીકરણ.
- ગ્રામ્ય રોજગારીમાં વધારો કરવાનો ઉદ્શ.
- ખેડૂતોને મહત્તમ બજાર ભાવ ઉપલબ્ધ કરાવાશે.
- શ્રમિકોકારીગરો ખેડૂતોની આવકમાં વધારો કરાવાશે.
- વસ્ત્ર ઉદ્યોગની મૂલ્ય વૃધ્ધિ શૃંખલાના વિવિધ એકમો જેવા કે જીનિંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ, તૈયાર વસ્ત્રની ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણો વધારો.
- ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજી અપગ્રેડેશન.
- આંતરરાષ્ટ્રિય બજારોમાં ગુજરાત ટેક્ષ્ટાઇલની ગણમાન્ય ઓળખ.
ગુજરાત વસ્ત્ર નીતિમાં વિશેષ પ્રોત્સાહનોની વિવિધ યોજનાઓ
- કોટન સ્પિનિંગ અને જિનીંગ
- વ્યાજ સહાય : જિનિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રમાં કોઇપણ ટોચ મર્યાદા વગર પાંચ વર્ષ માટે
- નવી યંત્રસામગ્રી માટે પ ટકા વ્યાજ સહાય.
- કોટન સ્પિનિંગ માટે કોઇપણ ટોચ મર્યાદા વગર પાંચ વર્ષ માટે નવી યંત્રસામગ્રી માટે ૭ ટકા વ્યાજ સહાય આયાતી અને સેકન્ડ હેન્ડ યંત્રસામગ્રી કેટલીક શરતોને આધિન વ્યાજ સહાય માટે પણ પાત્ર બનશે. કોટન સ્પિનિંગ એકમમાં નવા મૂડીરોકાણ સામે પાંચ વર્ષ માટે પ્રતિયુનિટ રૂા. એક વીજદરમાં રાહત અપાશે.
- કોટન સ્પિનિંગ પાર્ક સ્થાપવા માટે લઘુતમ ૧પ૦ એકર જમીન પાર્ક ડેવલપર્સ અને એકમોને સ્ટેમ્પ ડયુટીમાંથી મૂકિત તેમજ સામૂહિક સહિયારા ધોરણે પાર્કમાં માળખાકીય સુવિધા ઉભી કરવાના ખર્ચના પ૦ ટકા સુધી રૂા. ૩૦ કરોડની મર્યાદામાં સહાય અપાશે.
- અન્ય વસ્ત્ર ઉદ્યોગનાં ગારમેન્ટ એપેરલ્સ પાર્ક સ્થાપવા માટે પાર્ક ડેવલપર્સને અને એકમોને સ્ટેમ્પ ડયુટીમાંથી મૂકિત અને સહિયારી માળખાકીય સુવિધા ઉભી કરવા ખર્ચના પ૦ ટકા સુધી રૂા. ૧૦ કરોડની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
- કપાસ આધારિત એકમોસ્પિનિંગ, જિનિંગ અને વિવિંગમાં કપાસ કે કપાસ યાર્નની ખરીદી સામે ચૂકવેલ અને યંત્રસામગ્રીમાં થયેલા મૂડીરોકાણની મર્યાદામાં મૂલ્યવર્ધિત વેરા સ્ખ્વ્ ની પરત ચૂકવણી અને એકત્રિત કરેલા વેરાની ભરપાઇમાંથી મૂકિત અપાશે.
- આધુનિક વિવિંગ, નીટીંગ અને મશીન કારપેટીંગ વસ્ત્ર ઉદ્યોગ માટેની પ્રોત્સાહક યોજનાઓ
- રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની હરણફાળ જોતાં કોટન સ્પિનિંગ ઉદ્યોગનો વિકાસ પણ ગતિશીલ રહેવાનો છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે કોટન આધારિત પાવરલુમ વણાટ ઉદ્યોગમાં, બદલાતા ફેશન વસ્ત્રોના પરિવર્તનશીલ પ્રવાહો જોતાં ટેકનોલોજી અપગ્રેડેશન આવશ્યક બની ગયું છે.
- કાર્પેટ વુલના ઉત્પાદનમાં પણ ગુજરાત જ અગ્રેસર છે તેથી રાજ્યમાં સમગ્રતયા આધુનિક વિવિંગ, નીટિંગ અને મશીન કારપેટીંગ ઉદ્યોગને પ્રોત્સાહનો માટેની યોજના આ પ્રમાણે છે.
- વિવિંગ નીટિંગ અને મશીન કાર્પેટીંગ અને ટેક્ષ્ટાઇલ સંલગન્ ઉદ્યોગમાં નવી યંત્ર સામગ્રી માટે કોઇપણ ટોચમર્યાદા વગર પાંચ વર્ષ માટે પાંચ ટકા વ્યાજ સહાય.
- આ યોજના હેઠળ વિવિંગ (પાવરલુમ) માટેની આયાતી સેકન્ડ હેન્ડ યંત્રસામગ્રી કેટલીક શરતોને આધિન વ્યાજ સહાયને પાત્ર રહેશે.
- વિવિંગ ક્ષેત્રે નવા મૂડીરોકાણ સામે પાંચ વર્ષ માટે પ્રતિ યુનિટ રૂા. એક વીજ દરમાં રાહત અપાશે.
ડાઈંગ અને પ્રોસેસિંગ એકમો માટેની પ્રોત્સાહક યોજના
- ડાઈંગ અને પ્રોસેસિંગ ટેક્ષ્ટાઇલ સેકટરની ટેકનોલોજી અપગ્રેડેશન થાય, આધુનિકરણ અને મૂલ્યવર્ધિત ઉત્પાદન ક્ષમતા વધે, ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ તથા પર્યાવરણ રક્ષિત વાતાવરણ ઉભૂં થાય એ હેતુથી ડાઈંગ અને પ્રોસેસિંગ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગોમાં પ્રોત્સાહનો આ પ્રમાણે છેઃ
- ડાઈંગ અને પ્રોસેસિંગ એકમોમાં નવી યંત્ર સામગ્રી માટે કોઇપણ ટોચમર્યાદા વગર પાંચ વર્ષ માટે પાંચ ટકા વ્યાજ સહાય
- પ્રોસેસિંગ અને સમગ્ર મૂલ્યવર્ધિત શૃંખલાના એકમોમાં ઊર્જા અને પાણીના કરકસરભર્યા વપરાશ અને તેની જાળવણી તથા પર્યાવરણલક્ષી પગલાંની પૂર્તતા અને જાળવણી માટેની સહાય અન્વયે ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાના ખર્ચ સામે પ૦ ટકા સુધી રૂા. પ૦ હજારની મર્યાદામાં સહાય મળશે.
- જ્યારે સાધનસામગ્રી પેટે થયેલા ખર્ચની ર૦ ટકા સુધી રૂા. ર૦ લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. આ સહાય યોજનાના કાર્યકાળ દરમિયાન બે વર્ષમાં એકવાર કોઇપણ એકમને મળવાપાત્ર થશે.
- ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં તૈયાર કપડાં અને તેની બનાવટ (પ્ખ્ઝ઼ચ્ શ્ભ્લ્) નું મહત્વ જોતાં આ સમગ્ર ઉદ્યોગ શ્રમ આધારિત છે અને ખાસ કરીને ગ્રામ મહિલાઓ માટે રોજગારીની વિપુલ નવી તકો ઉભી કરવાનું સામર્થ્ય ધરાવે છે.
- આ રોજગારલક્ષી તૈયાર વસ્ત્રોના ઉદ્યોગોના નવા એકમો રાજ્યભરમાં મોટા પાયે શરૂ થાય તે માટેની પ્રોત્સાહક યોજનાના લાભો આ પ્રમાણે છેઃ
- તૈયાર વસ્ત્રો અને (પ્ખ્ઝ઼ચ્ શ્ભ્લ્) નવા યુનિટને નવી યંત્રસામગ્રી માટે કોઇપણ ટોચમર્યાદા વગર પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સહાય મળશે.
- તૈયાર વસ્ત્રના ઔદ્યોગિક એકમો યંત્રસામગ્રીમાં થયેલા મૂડીરોકાણની મર્યાદામાં કાચામાલની ખરીદી સામે ચૂકવેલા મૂલ્યવર્ધિત વેરા (સ્ખ્વ્) ની પરત ચૂકવણી અને એકત્રિત કરાયેલા વેરાની ભરપાઇમાંથી મૂકિત અપાશે.
ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રોત્સાહનો
રાજ્ય અને વિશ્વભરમાં ઔદ્યોગિક, કૃષિ, ઓટોમોબાઇલ્સ, સંરક્ષણ, મેડિકલ સહિતના વિવિધ નવા ક્ષેત્રોમાં ટેકનીકલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મૂલ્યવર્ધિત શૃંખલામાં વધુ ઊંચું અને સાતત્યપૂર્વકનું વળતર મળી શકે તે હેતુથી, ટેકનીકલ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે પ્રોત્સાહક યોજના આ પ્રમાણે છે.ટેકનીકલ કે ઇન્ડસ્ટ્રીઅલ ટેક્ષ્ટાઇલ એકમોને કોઇપણ ટોચમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય પાંચ વર્ષ માટે નવી યંત્રસામગ્રીની ૬ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજના હેઠળ આયાતી સેકન્ડ હેન્ડ યંત્રસામગ્રી કેટલીક શરતોને આધિન રહીને વ્યાજ સહાયને પાત્ર રહેશે.
એપેરલ તાલીમ સંસ્થા સ્થાપવા માટેની પ્રોત્સાહન યોજના
એપેરલ તાલીમ સંસ્થાઓ દ્વારા વસ્ત્ર ઉદ્યોગના વિકાસની જરૂરિયાતોને અનુરૂપ કુશળ માનવશકિત ઉપલબ્ધ કરવા અને વિશેષ કરીને ગ્રામ વિસ્તારની મહિલાઓને વસ્ત્ર ઉદ્યોગમાં રોજગારીની વિશાળ તકોના સાનુકુળ અવસરોને ધ્યાનમાં લઇને વસ્ત્ર ઉદ્યોગમાં કૌશલ્ય વિકાસની તાલીમ પ્રવૃતિનું ફલક વિકસાવવા એપેરલ તાલીમ સંસ્થાકેન્દ્રો શરૂ કરવા માટે ખાસ પ્રોત્સાહનો અપાશે.
- એપેરલ તાલીમ સંસ્થા સ્થાપવા માટે જમીનની કિંમત સિવાય કુલ મૂડીરોકાણ સામે ૮પ ટકા સુધીની રૂા. ત્રણ કરોડની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
- આઇટીઆઇમાં એપેરલ ટ્રેઇનીંગની ઉપલબ્ધ સવલતોના અપગ્રેડેશન માટેની સાધનસામગ્રીના ખર્ચ પેટે જરૂરિયાતના આધારે સહાય મળવાપાત્ર થશે.
- એપેરલ તાલીમ કેન્દ્રો માટે યંત્રસામગ્રી અંગે થયેલા મૂડીરોકાણ સામે પ૦ ટકા સુધીની વધુમાં વધુ રૂા. ર૦ લાખ પ્રત્યેક કેન્દ્ર દીઠ સહાય મળવાપાત્ર થશે.
- એપેરલ તાલીમ મેળવતા તાલીમાર્થીને ટયુશન ફી ની પરત ચૂકવણીની યોજના અન્વયે તાલીમાર્થી દીઠ કોર્ષ પેટે ચૂકવેલી ફી ના પ૦ ટકા સુધી વધુમાં વધુ રૂા. ૭ હજારની મર્યાદામાં સહાય મળવાપાત્ર.
- એપેરલ તાલીમ માટેના ટ્રેઇનર્સને તાલીમ પેટે થયેલા ખર્ચ સામે ટ્રેઇનર્સ દીઠ રૂા. ૭ હજાર, પ્રત્યેક અઠવાડિયે સહાય મળવાપાત્ર થશે.
- પાવરલુમ અને વિવિંગના ઉદ્યોગો માટેની કૌશલ્ય વર્ધન તાલીમ માટેની સહાય યોજનામાં તાલીમાર્થીઓને માસિક રૂા. રપ૦૦ લેખે ત્રણ મહિના માટે સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે.
- પાવરલુમ ઉદ્યોગના વિવર્સને પ્રતિદિન રૂા. ર૦૦ અને જોબરને પ્રતિદિન રૂા. ૩૦૦ સહાય પેટે મળવાપાત્ર થશે.
વસ્ત્ર ઉદ્યોગમાં સતત પરિવર્તન અને આધુનિકરણની સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા હોવી આવશ્યક છે.
આથી, વસ્ત્ર ઉદ્યોગના એકમો એ આધુનિક ટેકનોલોજી અપનાવે તે હેતુથી પ્રોત્સાહનોની આ યોજના અમલમાં આવશે.
સમગ્ર મૂલ્ય શૃંખલાના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં ટેકનોલોજી એકવીઝીશન અને અપગ્રેડેશન માટે યોજનાના કાર્યકાળ દરમિયાન એક જ વાર પ્રોસેસ અથવા પ્રોડકટ દીઠ થયેલા ખર્ચના પ૦ ટકા સુધી વધુમાં વધુ રૂા. રપ લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
નવી ગુજરાત વસ્ત્રનીતિના અમલથી મળનારા લાભોઃ
- આગામી પાંચ વર્ષમાં રૂા. ર૦,૦૦૦ કરોડ કરતાં વધુ મૂડીરોકાણ.
- રપ લાખ નવા રોજગારીના અવસર અને તેમાં પ૦ ટકા ગ્રામીણ મહિલાઓને રોજગારી.
- ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના આર્થિક વિકાસ અને નિકાસ દ્વારા રાજ્યની આવક અને વિકાસ દરમાં વૃધ્ધિ.