મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સમક્ષ આજે કચ્છના ભૂજમાં આવેલા ભૂજિયા ડુંગર ઉપર આકાર લેનારા "સ્મૃતિવન'ના નિર્માણનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સને ર૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપમાં જેમણે જાન ગૂમાવ્યા છે તેવા તમામ નિર્દોષ વ્યકિતઓની ચિરંજીવી પુણ્યસ્મૃતિરૂપે ભૂજમાં વિશાળ સ્મૃતિવન ભૂજિયા ડુંગર ઉપર જનભાગીદારીથી આકાર લેવાનું છે.

સૂચિત સ્મૃતિવન કચ્છના ખમીરવંતા ઇતિહાસ અને કચ્છીમાડુના પુરૂષાર્થના ઐતિહાસિક મહિમાને સાકાર કરે અને ધરતીકંપના પ્રકૃતિ પ્રકોપ સામે ગુજરાતના પ્રકૃતિ પુજાના અભિનવ પ્રયાસરૂપે હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

સ્થાપત્યકાર શ્રી પી. વી. દોશી અને રાજુ કાત્પલીયા પ્રયોજિત સ્મૃતિવનના પ્રેઝન્ટેશનમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત મહેસૂલ મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્ય આપત્ત્િા વ્યવસ્થાપન પ્રાધિકરણના અધ્યક્ષશ્રી આર. બેનરજી, પ્રવાસન અગ્ર સચિવશ્રી વિપુલ મિત્રા, માહિતી કમિશ્નરશ્રી વી. થીરૂપુગલ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને કચ્છ કલેકટર શ્રી એમ. થેન્નારસને પણ ભાગ લીધો હતો.

કચ્છ-ગુજરાતના ભૂકંપે ૧૩૮૦પ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો હતો તે તમામની સ્મૃતિમાં ૪૦૬ એકર જેટલા વિશાળ વિસ્તારમાં કચ્છની જૈવિક વિવિધતાની વન્યસૃષ્ટિને અનુરૂપ ૮૪ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનો ઉછેર કરાશે અને, સમગ્રતયા ભૂજિયા ડુંગરની વનરાજી અને હરિયાળીમાં સાંસ્કૃતિક પ્રાણ પૂરાશે. સ્મૃતિવનના નિર્માણમાં ભારતીય સેના પણ સહભાગી બને અને ઇકો પાર્ક, સનસેટ પોઇન્ટ, કચ્છ મ્યુઝિયમ તથા કન્વેન્શન સેન્ટર સહિત કચ્છનો ભૂકંપ ાત જે અભૂતપૂર્વ આર્થિક વિકાસ થયો છે તેને ધ્યાનમાં લઇને, કચ્છનો ભૂજિયો ડુંગર કચ્છ પ્રવાસનનું કેન્દ્ર બને તેવા વિકાસનું પ્રેરક માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું. ભૂજનો ઐતિહાસિક કિલ્લો અને તેની તળેટીમાં ચોતરફ હરિયાળા કિલ્લાની વનરાજી ભૂજિયા ડુંગરના સ્મૃતિવનમાં જળકુંડ-જળાશયોના નિર્માણમાં યજ્ઞવેદીરૂપે આધ્યાત્મિક સાંસ્કૃતિક મહિમા, એડવેન્ચર સ્પોર્ટસ સહિતના અનેકવિધ આકર્ષણોનું નિર્માણ કરવા પણ તેમણે સૂચવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ દર ર૬મી જાન્યુઆરીએ નાગરિકો ભૂજિયા ડુંગરની પરિક્રમા કરે અને વૃક્ષ સંવર્ધન માટે પોતે જળાભિષેક કરે, પૂનર્વસન કાર્યમાં પ્રમુખ યોગદાન આપનારી સંસ્થાઓ, રાજ્યો તથા વિશ્વના દેશો પણ સ્મૃતિવન સાથે જોડાય તેવું મહિમાવંત સ્મૃતિવન ઉભૂં કરવા જણાવ્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"91.8% of India's schools now have electricity": Union Education Minister Pradhan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Naming the islands in Andaman and Nicobar after our heroes is a way to ensure their service to the nation is remembered for generations to come: PM
December 18, 2024
Nations that remain connected with their roots that move ahead in development and nation-building: PM

The Prime Minister, Shri Narendra Modi today remarked that naming the islands in Andaman and Nicobar after our heroes is a way to ensure their service to the nation is remembered for generations to come. He added that nations that remain connected with their roots that move ahead in development and nation-building.

Responding to a post by Shiv Aroor on X, Shri Modi wrote:

“Naming the islands in Andaman and Nicobar after our heroes is a way to ensure their service to the nation is remembered for generations to come. This is also part of our larger endeavour to preserve and celebrate the memory of our freedom fighters and eminent personalities who have left an indelible mark on our nation.

After all, it is the nations that remain connected with their roots that move ahead in development and nation-building.

Here is my speech from the naming ceremony too. https://www.youtube.com/watch?v=-8WT0FHaSdU

Also, do enjoy Andaman and Nicobar Islands. Do visit the Cellular Jail as well and get inspired by the courage of the great Veer Savarkar.”