બીજ નિગમના વચગાળાના ડિવીડન્ડ પેટેના આ ચેકની મુખ્યમંત્રીશ્રીને અર્પણ વિધિના પ્રસંગે કૃષિ રાજ્યમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, કૃષિસહકારના અગ્ર સચિવશ્રી રાધાકાન્ત ત્રિપાઠી, નિગમના કાર્યકારી વહિવટી સંચાલક ડો. બી. આર. શાહ ઉપસ્થિત રહયા હતા.
રાજ્યના ખેડૂતોને શુધ્ધ અને ઊંચી ગુણવત્તાવાળા પ્રમાણિત બિયારણ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય બીજ નિગમે કૃષિ બીજ ઉત્પાદન અને વિતરણનું ફલક વ્યાપક સ્તરે વિકસાવેલુ છે અને હાલ રાજ્યભરમાં ૨.૮૦ લાખ કિવન્ટલથી વધુ બિયારણનું ઉત્પાદન તથા ૨.૫૮ લાખ કિવન્ટલનું વેચાણ કરે છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે નિગમના નફામાં ૭૦ ટકાની વૃધ્ધિ થઇ છે.