શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સામે કોમી રમખાણો અંગે કોઇ કાનૂની કેસ બનતો નથી

ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ

સર્વોચ્ચ અદાલતે નીમેલી SITના કલોઝર રિપોર્ટને સ્વીકારતી ન્યાયપાલિકા

ન્યાયિક ચૂકાદાનો આદર સાથે આવકાર

ગુજરાત સરકારના પ્રવકતા નાણાંમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ર૦૦રના કોમી રમખાણોની જવાબદારી માટે રાજ્યના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સામે ગૂનો નોંધવા માટે શ્રીમતી ઝાકીયા જાફરીએ કરેલી પ્રોટેસ્ટ પીટીશનને રદ કરનારી અમદાવાદની મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટના ચૂકાદાને આવકારતા જણાવ્યું છે કે શ્રી નરેન્દ્રભાઇ મોદીને ન્યાયપાલિકાએ બધી જ ન્યાયિક પ્રક્રિયા સંપન્ન કરીને, કોમી રમખાણો માટે જવાબદાર ગણ્યા નથી અને સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ તપાસ સંપૂર્ણ કરનારી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)એ આપેલા તપાસ બંધ કરવાના કલોઝર-રિપોર્ટને માન્ય રાખ્યો છે.

ગુજરાતના કોમી રમખાણો માટેની સર્વગ્રાહી ન્યાયિક તપાસની પ્રક્રિયામાં મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારે ન્યાયતંત્ર અને તપાસ કરનારી એજન્સી SITને હરેક તબકકે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

આ ન્યાયિક ચૂકાદાએ પૂરવાર કર્યું છે કે મુખ્યમંત્રીશ્રી સામેના એકપણ આક્ષેપને ન્યાયપાલીકાએ સ્વીકાર્યો નથી. રાજ્ય સરકાર ન્યાયતંત્રના આજના આ ન્યાયિક ફેંસલાને આવકારે છે એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.

કોમી રમખાણોમાં જવાબદાર ઠેરવવા મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતને બદનામ કરી રહેલા તત્વર સામે નવ નવ વર્ષ સુધી સત્ય‍ અને ન્યાય માટેનો સંઘર્ષ કરી રહેલા શ્રી નરેન્દ્ર ભાઇ મોદીની સચ્ચાઇ અને સદ્દભાવનાની ભૂમિકાએ સંપૂર્ણપણે ન્યાયપાલિકાએ સ્વી્કૃતિ આપી છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ સને ર૦૦રના કોમી રમખાણો સંબંધમાં સર્વોચ્ચ અદાલતની નિગરાની હેઠળ SITની સર્વગ્રાહી તપાસના કલોઝર રિપોર્ટની ભૂમિકા સાથે જણાવ્યું કે તા.ર૭ ફેબ્રુઆરી ર૦૦રના ગોધરા રેલ્વે સ્ટેશને સાબરમતી એકસપ્રેસ ટ્રેનમાં નિર્દોષ બાળકો, પુરૂષો સહિત ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવાની અમાનુષી આતંકવાદી ઘટનાને પગલે ગુજરાતમાં રમખાણો થયા હતા. રાજ્યમાં કેટલીક જગ્યાંએ થયેલા તોફાનોમાં જાનમાલ અને મિલ્કતને નુકશાન થવા સાથે લોકોના મૃત્યુ પણ થયા હતા.

રાજ્ય સરકારના સમગ્ર વહીવટીતંત્રે આ તોફાનોને અટકાવવા માટે તથા નિયંત્રણમાં લેવા માટેના ત્વરિત પગલાંઓ લીધા હતા. અને તાત્કાલિક તોફાનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર બોલાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. તોફાનોને નિયંત્રણમાં લેવા અને કાયદો વ્ય્વસ્થાની પરિસ્થિતિને પુનઃસ્થાપીત કરવા પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ધરપકડો કરવામાં આવી હતી અને જરૂર જણાયે ગોળીબાર કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં અનેક જગ્યાઓએ પોલીસે મોટીસંખ્યા માં લોકોના જીવ બચાવ્યા. તે અત્યંત અભૂતપૂર્વ માનવતાની ઘટનાઓ હતી.

પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ઘડીના પણ વિલંબવગર લશ્કાર બોલાવવા સહિત અનેક લોકોની અટકાયત જેવા બધા જ પગલાંઓ રાજ્ય સરકારે લીધા હતા. આ અસરકાર પગલાંઓ અને ત્વરિત કામગીરીને પરિણામે પોલીસ તથા કાયદો વ્યવસ્થા ની જાળવણી કરતા તંત્રએ ત્રણ દિવસમાં જ કોમી રમખાણોની તીવ્રતા ઉપર કાબુ મેળવી લીધો હતો. બચાવ અને પુર્નવસન રાહત કાર્યો પણ પૂર જોશથી યુધ્ધ્ના ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. આ રાહતકાર્યો પર ગુજરાત રાજ્યાના ગવર્નર અને ભારત સરકારના કેબિનેટ સચિવ દેખરેખ રાખી રહયા હતા.

આ તોફાનોની તપાસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક તપાસપંચની ત્વરાએ રચના કરવામાં આવી હતી. આ તપાસપંચ તોફાનોની ઘટનાના સંજોગો, રાજ્યે સરકારના તંત્રની ભૂમિકા અને સુધારાત્મક માર્ગદર્શક પગલાંઓ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયધિશ જસ્ટીશ નાણાંવટીના નેતૃત્વ્માં સર્વોચ્ચ અદાલતની સલાહ અનુસાર નિમવામાં આવ્યું હતું.

તપાસ પંચમાં અનેકાનેક એફ.આઇ.આર. દાખલ થઇ હતી અને તેની તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગ અને કેટલાંક સ્વૈચ્છિાક સંગઠનોએ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો અને સર્વોચ્ચ અદાલતે સી.બી.આઇ.ના પૂર્વ નિયામકના અધ્યોપદે ખાસ તપાસ ટુકટી (એસ.આઇ.ટી.)નું ગઠન કર્યું. એસ.આઇ.ટી.ના સભ્યો ની પસંદગી અને નિમણૂંક પણ સર્વોચ્ચ અદાલતે જ કરી હતી.

સને ર૦૦ર ના કોમી રમખાણોના સાડા ચાર વર્ષ પછી તા.૮-૬-ર૦૦૬ના શ્રીમતી જાકીયા ઝાફરીએ કેટલાક લેખોના સંગ્રહના આધારે લાંબીલચક અને ધડમાથા વગરની ફરિયાદ કરી  નરેન્દ્ર ભાઇ મોદીને લક્ષ્ય બનાવી તેમના સહિત ૬૩ વ્યકિતઓ સામે દાખલ કરી હતી.

પોલીસ મહાનિદેશક અને અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના અધિકારી સ્તવરેથી ફરિયાદીનું નિવેદન લેવા માટેના અવારનવારના પ્રયાસો છતાં ફરિયાદી શ્રીમતી 'જાકીયા ઝાફરી' પોલીસ સમક્ષ આવ્યા નહીં તેને બદલે તેમણે હાઇકોર્ટનો આશરો લીધો, હાઇકોર્ટે ફરિયાદી સી.આર.પી.સી.ની કલમ ૧૯૦ અન્વયે મેજીસ્ટ્રેંટ સમક્ષ જઇ શકે છે તેવા નિર્દેશ સાથે ફરિયાદીની પીટીશન નકારી દીધી. ફરિયાદી આથી સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત માટે ગયા.

સર્વોચ્ચ અદાલતે જાતે જ ઐતિહાસિક નિર્ણય લઇને વરિષ્ઠ અધિકારીઓની એસ.આઇ.ટી.ને આ ફરિયાદની તપાસ કરવા પણ દિશાનિર્દેશ આપ્યા આમ એસ.આઇ.ટી.એ આ ફરિયાદ હાથ પર લીધી અને અનેક નિવેદનો લીધા તથા મોટીસંખ્યામાં મટિરીયલ પણ ભેગું કર્યું. એસ.આઇ.ટી.એ. વિવિધ જગ્યાએથી પુરાવાઓ એકત્રીત કર્યા, આરોપીઓ તથા અન્ય સંબંધિતો અને સાક્ષીઓની ઉલટ તપાસ પણ કરી. આ ઉલટ તપાસમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની પણ ૯ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. એસ.આઇ.ટી.ને આ કેસની તપાસ સોંપવામાં આવી ત્યારથી તેણે પોતાનો આખરી તપાસ અહેવાલ ર૦૧૧માં આપ્યો ત્યાં સુધી તોફાનોના બનાવોના તમામ પુરાવાઓની તલસ્પસર્શી તપાસ હાથ ધરી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સર્વોચ્ચા અદાલત એસ.આઇ.ટી. ઉપર સતત નિગરાની રાખી રહી હતી.

તપાસને અંતે એસ.આઇ.ટી.એ એપ્રિલ-ર૦૧૧માં તેનો અહેવાલ સર્વોચ્ચ અદાલતમાં આપ્યો. આ કલોઝર રીપોર્ટમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી અને તેમની સરકારને કલીનચીટ આપવામાં આવી જેની સાથે સર્વોચ્ચ અદાલત પણ સહમત થઇ હતી. આમ છતાં, સર્વોચ્ચ અદાલતે એસ.આઇ.ટી.ને એવા દિશાનિર્દેશ આપ્યા કે તેને સંબંધિત કોર્ટમાં પોતાનો અહેવાલ આપવો જોઇએ. મેટ્રોપોલિટીન મેજીસ્ટ્રે દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા અને ફરિયાદી દ્વારા ઉભી કરવામાં આવેલી તમામ બાબતોની પણ તેમણે તપાસ કરી.

પ્રવકતા મંત્રીશ્રીઓએ અમદાવાદની મેટ્રોપોલીટીન કોર્ટે આજે જાહેર કરેલા ચૂકાદાને આવકારતા જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદી સામે કોમી રમખાણો અંગે હવે ન્યાયિક અદાલતોમાં કોઇ ગૂનાહિત કેસ રહેતો નથી. જાહેર કર્યો છે.

ભારતમાં થયેલા કોઇપણ રમખાણોમાં એકમાત્ર આ રમખાણોની તપાસ એ સર્વોચ્ચ અદાલતના સીધા નિયંત્રણ અને માર્ગદર્શન અનુસાર કરવામાં આવી અને રાજ્યસરકારને સંતોષ છે કે તંત્રએ લીધેલા સમયસરના, ત્વુરિત અને સતત પગલાંઓને ન્યાયપાલિકાએ વિસ્તૃ્ત નિર્ણયની પ્રક્યિામાં ધ્યાને લઇને રાજ્ય સરકારની તરફેણમાં આ ચૂકાદો જાહેર કર્યો છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India