"Shri Modi dedicates Kalapoornasuri Karunadham Animal Hospital in Bhuj"
"Gujarat Chief Minister opens Veterinary Hospital on the eve 67th I-Day in Kutch"

ભૂજ નજીક સેડાતામાં સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યા મંત્રીશ્રી

કચ્છના ગ્રેટ ઇન્ડિલયન બસ્ટારર્ડ પ્રજાતિ પંખીઓના જતન માટે પ્રતિબદ્ધતા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદી પર્વની પૂર્વસંધ્યાએ કચ્છ માં ભૂજ નજીક પશુ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરતા જણાવ્યું હતું કે, અબોલ પશુજીવોની સૌથી મોટી સેવાનું પ્રેરણાસ્ત્રોત ગુજરાત રહ્યું છે.

માત્ર માનવસેવા જ નહીં, પશુ-પંખીઓના અબોલ જીવોની સેવા એ આ ગુજરાતની ધરતીમાં કરૂણાનભાવે અવિરત વહે છે અને તેનો સંદેશ દુનિયાભરમાંથી આવતા યાયાવર પંખીઓએ આપ્યો છે. ગુજરાત સરકારના પશુ આરોગ્ય મેળા એ અબોલ પશુજીવોની સૌથી મોટી સેવાનું અભિયાન છે, એમ તેમણે જણાવ્યું હતું.

૬૭મા આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં કચ્છ જિલ્લાલની જનતાના ઉમંગમાં સહભાગી થવા આજે ભૂજ આવી પહોંચેલા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ, ભૂજ તાલુકાના સેડાતા ગામે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું. દાતાઓ અને જીવદયાપ્રેમી જૈનો તરફથી ત્રણ એકરમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે આધુનિકત્તમ પશુ ચિકિત્સાદ, સારવાર અને શસ્ત્રાક્રિયાની સુવિધા ધરાવતી આ પશુ હોસ્પિટલની વિશિષ્ઠ કાર્યસંસ્કૃતિનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના પશુચિકિત્સાલના અભિગમમાં, નવદ્રષ્ટિુના પશુ આરોગ્યભની સેવા માટે અનુભૂતિ કરાવતી, આ પશુ હોસ્પિટલમાં સાચા અર્થમાં પુણ્યાકાર્યની કરૂણાનો ધોધ વહે છે, એમ જણાવી આચાર્ય ભગવંતો, જૈન દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમી સંસ્થાટના સહુ સહભાગીઓને ખૂબ અભિનંદન આપ્યા હતા. અબોલ પશુઓની સેવા અને આરોગ્યર શુશ્રૂષાની આવી આધુનિકત્તમ સુવિધાની પ્રેરણા આપવા માટે આ જૈન સેવા સંસ્થાએ નવો રસ્તોં બતાવ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ દેશમાં પશુ આરોગ્યા મેળાનું અભિયાન હાથ ધરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે, જયાં લેસર ટેકનીકથી પીડારહિત પશુ શસ્ત્રનક્રિયાની સુવિધા છે અને કરોડો પશુઓને દશ વર્ષમાં દર ત્રણ કિલોમીટરના પરિધમાં મળીને ૩પ,૦૦૦ પશુ આરોગ્યા મેળા યોજીને સારવાર આપી છે. દુનિયામાં પશુઓની દંતચિકિત્સાથ, નેત્રમણી શસ્ત્રુક્રિયા અને ઓર્થોપેડીક ઓપરેશનોનું નેટવર્ક ઊભું કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આના પરિણામે ૧૬૧ જેટલા પશુરોગોમાંથી ૧ર૧ પશુરોગો સંપૂર્ણ નાબૂદ કર્યા છે. ગુજરાત સરકારે પશુઓની હોસ્ટેતલનો ગ્રામીણ પશુપાલન ક્ષેત્રે નવતર પ્રયોગ કર્યો છે. આના પરિણામે પશુઓની આરોગ્યન સેવાઓમાં ગુણાત્મડક બદલાવ આવ્યો છે.

રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે દૂધ ઉત્પા૦દનમાં ૬૭ ટકાની વૃદ્ધિ દશ વર્ષમાં થઇ છે. ગુજરાતમાં દુનિયામાંથી યાયાવર પંખીઓ આ ધરતી ઉપર ઉતરી આવે છે, તે જ દર્શાવે છે કે આ ભૂમિ કરૂણાભાવની ભૂમિ છે, જે માત્ર માનવજાતને જ નહીં, પશુ પંખીના મનમાં પણ કરૂણાની ભૂમિનો સંદેશ લાવે છે. માત્ર કચ્છ ના અણમોલ નજરાણા સમાન ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની પંખીઓની પ્રજાતિના જતન સંવર્ધન માટે પણ વિશેષ કાળજી લેવાની મુખ્યા મંત્રીશ્રીએ પ્રતિબદ્ધતા વ્યટકત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યી અને સંસ્થા‍ સાથે સંકળાયેલા શ્રી તારાચંદભાઇ છેડાએ પશુ હોસ્પિટલ માટે જીવદયા પ્રેમી દાતાઓએ આપેલા માતબર દાનની વિગતો આપી મુખ્ય મંત્રીશ્રીએ કચ્છ્ના વિકાસ માટે કરેલા ભગીરથ પ્રયાસો અને સફળતા પર પ્રકાશ પાડી શુભકામના પાઠવી હતી. સુપાર્શ્ર્વ જૈન સેવામંડળના પ્રમુખશ્રી કૌશલભાઇ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કચ્છકની પરંપરા પ્રમાણે દાતાઓ-ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત-સન્માન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ પશુ હોસ્પિનટલના ચિકિત્સાના વિવિધ વિભાગો જેવા કે ઓર્થો. થિયેટર, ઓપરેશન હોલ, પશુપાલકોનુ રેસ્ટ્ હાઉસ, અદ્યતન રેસ્ક‍યુવાહન વિગેરેનું નિરીક્ષણ કર્યુ હતું. સંસ્થાહના પ્રમુખશ્રી કૌશલ મહેતાએ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વખતે હોસ્પિટલ-ટ્રસ્ટના કાર્યોની માહિતી આપી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.