ગુજરાત ગ્લોબલ ઓટોમોબાઇલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન હબ બનવા સજ્જ થઇ રહ્યું છે
વિશ્વખ્યાત ફોર્ડ મોટર કંપની ગુજરાતમાં સાણંદ નજીક રૂા.૪૦૦૦ કરોડના મૂડીરોકાણ સાથે સ્થાપશે ફોર્ડ મોટર વ્હીકલ મેન્યુફેકચરીંગ પ્રોજેકટ એન્ડ એન્જીનિયરીંગ
સાણંદફોર્ડમોટરપ્રોજેકટ
૪૬૦ એકરમાં બે પ્લાન્ટ એકમો સ્થપાશે
વાર્ષિક ૪૦૦૦ મોટરકાર અને ૪૦૦૦ કાર એન્જીનનું ઉત્પાદન
પ૦૦૦ પ્રત્યક્ષ અને રપ૦૦૦ પરોક્ષ રોજગારી ઉપરાંત આનુસંગિક ૬૦૦૦ રોજગારી મળી કુલ ૩૬૦૦૦ યુવાનોને રોજગારીની તકો
કંપની વિશ્વકક્ષાના ઓટોમોબાઇલ્સ-ઇજનેરી કુશળ માનવબળ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર સ્થાપશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજે વિશ્વખ્યાત મોટરકાર ઉત્પાદક ફોર્ડ મોટર કંપની અને ગુજરાત સરકાર વચ્ચે સાણંદ નજીક ફોર્ડ મોટર વ્હીકલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ એન્ડ એન્જીનિયરીંગ પ્લાન્ટ સ્થાપવા માટેના રાજ્ય સરકારના સહયોગ માટેના કરાર સંપન્ન થયા હતા.અમેરિકાની આ વિશ્વખ્યાત ફોર્ડ મોટર કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વિસ્તરણના ભાગરૂપે અને ભારતમાં તેના પ્લાન્ટમાં વિસ્તૃતિકરણ માટે ગુજરાતની પસંદગી કરી છે.
આજે ગાંધીનગરમાં ફોર્ડ ઇન્ડીયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેકટર શ્રીયુત માઇકલ બોનેહાલ (Mr. Michael Boneham) તથા રાજ્યના ઉઘોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુએ આ સમજૂતિના કરાર કર્યા તેવા ગૌરવરૂપ અવસરે મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ફોર્ડ મોટરના પ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે ગુજરાત, ગ્લોબલ ઓટો હબ બનવા સક્ષમ છે તેનું આ એક વધુ પ્રમાણ છે. જ્યારે ફોર્ડ મોટર કંપનીના પ્રેસિડેન્ટ શ્રીયુત જો હીનરિકસ (Mr. JOE HINRICHS) "નમસ્તે ગુજરાત' સાથે ભાવવિભોર બનીને ગુજરાત સરકારની પ્રો-બિઝનેસ પોલીસી અને વાઇબ્રન્ટ ગવર્નન્સની પ્રસંશા કરી હતી અને ગુજરાતને ફોર્ડ મોટરના પ્લાન્ટ માટે શ્રેષ્ઠ પસંદગીનું કેન્દ્ર ગણાવ્યું હતું.
ફોર્ડ મોટરનો આ મેન્યુફેકચરીંગ એન્ડ એન્જીનિયરીંગ પ્લાન્ટ રૂા. ૪૦૦૦ કરોડના મૂડીરોકાણથી સ્થપાશે અને અમેરિકા બહાર સ્થાપવામાં આવનારા ફોર્ડ કંપનીનો સૌથી મોટો પ્લાન્ટ ૪૬૦ એકર જમીનમાં સાણંદ નજીક આકાર લેશે. ગુજરાતમાં ફોર્ડના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ અને એન્જીનિયરીંગ પ્લાન્ટમાં પ૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી ઉપરાંત અન્ય રપ૦૦૦ને પરોક્ષ તથા ૬૦૦૦ ઇજનેરી યુવાનોને એન્સીલીયરી એન્જીનિયરીંગ ઉઘોગોના આનુસંગિક વિકાસમાં રોજગારીની તકો મળીને એકંદરે ૩૬૦૦૦ યુવાનોને રોજગારીના વિવિધ અવસરો પ્રાપ્ત થવાના છે. રાજ્ય સરકારે ફોર્ડ કંપનીના બંને પ્લાન્ટ એકમોની આસપાસ, ઓટોમોબાઇલ્સ એન્ડ એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહક એવા આનુસંગિક નવા ઓટો-ઇજનેરી એકમોના વિકાસ માટે ૧પ૦ એકર વધુ જમીન આરક્ષિત કરી છે. ફોર્ડ મોટર કંપની સાણંદ પ્લાન્ટમાં દર વર્ષે ૪૦૦૦ મોટરકાર અને ૪૦૦૦ કાર એન્જીનોનું ઉત્પાદન કરશે અને તેમાંથી ર૦ થી રપ ટકાની વિશ્વમાં નિકાસ કરશે. આમ, ગુજરાત હવે ઓટોમોબાઇલ્સ સેકટરમાં એક્ષ્પોર્ટ હબ પણ બની રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ફોર્ડ મોટર્સના ઉત્પાદક પદાધિકારીઓ સાથેના પરામર્શનો નિર્દેશ કરતાં ફોર્ડ મોટર કંપની દ્વારા આ ઓટોમોબાઇલ સેકટરમાં ઉત્તમ કૌશલ્ય ધરાવતી માનવશકિતના નિર્માણ માટે વિશ્વકક્ષાના સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ઝડપથી સ્થાપવાની અપેક્ષા વ્યકત કરી હતી.
ગુજરાત તેની પ્રણાલીગત વ્યાપારી રાજ્યની ઓળખમાંથી છેલ્લા એક જ દશકમાં ભારતના સૌથી વધુ ઔઘોગિક રોકાણ ધરાવતા રાજ્યનું ગૌરવ ધરાવતું થયું છે અને હવે તો ગુજરાત વિશ્વના સૌથી ઉત્તમ મૂડીરોકાણ માટેના પસંદગીના સ્થળ તરીકે ગણમાન્ય બન્યું છે તેમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. બોમ્બાર્ડિઅર અને ટાટા-નેનો પ્લાન્ટ જેવા ઓટોમોબાઇલ્સ સેકટરની પ્રગતિથી ગુજરાત છેલ્લા ત્રણેક વર્ષમાં જ ગ્લોબલ ઓટોમોબાઇલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન હબ બનવા સજ્જ થયું છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે શ્રીયુત જો હિનરિકસે ""નમસ્તે ગુજરાત'' કહીને સહર્ષ જણાવ્યું હતું કે, એશિયા, પેસિફિક અને આફ્રિકા વિસ્તારમાં વિસ્તરણની વ્યુહરચનાના ભાગરૂપે ફોર્ડ કંપનીએ વિશ્વના શકિતશાળી દેશ પૈકીના એક એવા ભારત દેશની પસંદગી કરી છે અને તેમાં ફોર્ડ કંપનીના નવા મેન્યુફેકચરીંગ પ્લાન્ટની સ્થાપના પ્રથમ ગુજરાતમાં થઇ રહી છે.
શ્રી હિનરિકસે આ મૂડીરોકાણને ફોર્ડ કંપનીના વૈશ્વિક ભવિષ્ય માટેનું રોકાણ ગણાવી ઉમેર્યું હતું કે, આ દશકના મધ્યભાગમાં કંપનીના વૈશ્વિક વેપારમાં પચાસ ટકાની વૃધ્ધિ એટલે કે વાર્ષિક આઠ મિલિયનથી વધુ વાહનોના વેચાણના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં ગુજરાતમાં સ્થપાનારા આ મહત્વપૂર્ણ એકમો મદદરૂપ બનશે. ઊંચી ગુણવત્તા અને ઇંધણ કાર્યક્ષમતા ધરાવતા વાહનોના ઉત્પાદન માટે કંપની વૈશ્વિક સ્તરે વિસ્તરણની યોજના ધરાવે છે તેની પણ તેમણે માહિતી આપી હતી.
ફોર્ડ ઇન્ડિયાના શ્રી માઇકલ બોનહેમે જણાવ્યું હતું કે, ફોર્ડ કંપની માટે ભારતનું વિશાળ અને શકિતશાળી બજાર વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે જણાવ્યુ હતું કે તામિલનાડુની જેમ જ ગુજરાતના સાણંદ ખાતે પણ ફોર્ડ કંપની તેની શ્રેષ્ઠ પરંપરાઓને જાળવીને ગુણવત્તાલક્ષી વિકાસ સાધશે.
ગુજરાતના ઔઘોગિક સામર્થ્યને કારણે ફોર્ડ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીએ પોતાના ઉઘોગોની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરી છે. ગુજરાતનું ઉઘોગ સહાયક વાતાવરણ, આંતરમાળખાકીય સુવિધાઓ, ઉત્તર-પヘમિ ભારત માટેની બંદરીય વ્યવહારની સુવિધાઓ, કૌશલ્યવાન માનવબળની ઉપલબ્ધિ જેવી અનેકવિધ વિશેષતાઓ વિશ્વના ઉઘોગોને ગુજરાત તરફ આકર્ષે છે. ગુજરાતમાં સ્થપાનારા આ નવા ઉઘોગોને કારણે દેશના મોટાભાગના પેસેન્જર કાર ઉઘોગ જે વિસ્તારમાં આવેલા છે તેવા ઉત્તર અને પヘમિ ભારતના વિસ્તારોમાં આ ઉઘોગોને આનુષંગિક નવા મેન્યુફેકચરીંગ એકમો કે ઉઘોગોની સ્થાપના માટેનો માર્ગ સહેલો અને ઝડપી બનશે.
સાણંદ નજીક સ્થપાનારા આ બંને ઔઘોગિક એકમોનું બાંધકામ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે એટલું જ નહિ, વર્ષ ર૦૧૪માં આ એકમો દ્વારા મોટરકાર અને એન્જીનનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે.
પ્રારંભમાં મુખ્ય સચિવશ્રી એ. કે. જોતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉઘોગ રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલ સહિત ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ અને ફોર્ડ કંપનીના અન્ય પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.