ગુજરાત – યુવાનો માટેની અવસરોની ભૂમિ
જ્યારે દેશ નીતિ હીનતાનો ભોગ બની રહેલ છે તથા યુ.પી.એ. સરકારનાં 1 કરોડ યુવાનોને રોજગારી આપવાના જૂઠાં વચનોને જોઈ રહ્યો છે, ત્યારે ગુજરાતે સમગ્ર દેશના 72% રોજગારનું સર્જન કર્યું છે
ગુજરાતમાં સૌથી ઓછી બેરોજગારી નોંધાઈ છે
“
ભારત એક યુવા દેશ છે જેની 70% જનસંખ્યા 35 વર્ષથી ઓછી વયની છે. ‘
વસ્તી વિષયક
લાભાંશ’ મેળવવા માટે વ્યાપક કૌશલ્ય વર્ધન કાર્યક્રમો શરૂ કરવાની તાત્કાલિક આવશ્યકતા છે, જેથી કરીને યુવાનોની રોજગારક્ષમતા વધારી શકાય.
”
“
નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો તથા સ્વ-રોજગારી આપણા ઔદ્યોગિક તથા સેવાકીય અર્થતંત્રનો મુખ્ય આધાર છે.
તે
આપણા
યુવાનો માટે
ઉત્પાદનક્ષમ
રોજગાર
માટેના મુખ્ય
સર્જક છે... જે એસ.એમ.ઈ. તથા પ્રથમ
પેઢીના
ઉદ્યોગ સાહસિકો માટે ‘નવી આર્થિક નીતિ’ ની ખાતરી કરાવે છે તથા તેમને જામીનમુક્ત ધિરાણ, વિવિધ પ્રકારના કાયદાઓ તથા તેની ઔપચારિકતામાંથી મુક્તિ અપાવે છે અને તેમને ઇન્સ્પેકટરો
ની
પકડમાંથી
મુક્ત કરે છે.
”
યુવાનો માટેની કૌશલ્ય વર્ધનની વાતો ફક્ત યોજનાઓ બનીને રહી ગઈ છે, યુ.પી.એ. સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલ રોજગારના આંકડાઓ ઘણું બધું કહી જાય છે તથા જ્યાં સુધી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ‘નવી આર્થિક નીતિ’ ની વાત છે કે જે આપણા અર્થતંત્રનો મુખ્ય આધાર છે, આ ‘નવી નીતિ’ રિટેલમાં એફ.ડી.આઈ. ના રૂપે મળી છે જે તેમને કાયદાઓ, તેની ઔપચારિકતાઓ અને ઇન્સ્પેકટરોથી ચોક્કસપણે છૂટકારો અપાવશે, કારણકે તેનાથી લોકો માટે બેરોજગારીની સ્થિતિ ઊભી થશે..! લોકો સાથે થઈ રહેલ આ એક મજાક છે, કૉંગ્રેસની શૈલીમાં.
બીજી બાજુ, આ બાબતે ગુજરાતે વિકાસની પ્રચંડ ઊંચાઈ હાંસલ કરી છે તથા શ્રી મોદી રિટેલમાં એફ.ડી.આઈ. ના એક પ્રબળ ટીકાકાર પણ બન્યા છે - જ્યારે આપણા લોકોનો વિકાસ દાવ પર લાગેલો હોય, તો આપણે શ્રી મોદી ચૂપચાપ બેસી રહે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ?
ગુજરાત – જ્યાં રોજગાર છે, એક અવસર આપતી ભૂમિ..!
1 કરોડ નોકરી આપવાના તેમના 2009 માં કરેલ વાયદાને ધ્યાનમાં લેતાં તથા તેમ કરવામાં નિષ્ફળ જવા છતાં પણ, કૉંગ્રેસમાં ચોક્કસપણે હિંમત છે કે તેઓ આ દેશના યુવાનો સામે જઈને ઊભી રહી શકે છે અને તેમની પાસે મતની માંગણી પણ કરે છે.બીજી બાજુ, શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતનો રેકોર્ડ પોતે જ બધું દર્શાવે છે.
આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગાર નિર્માણ કરનાર રાજ્ય છે, જે ભારતના કુલ રોજગારના 72% રોજગારનું સર્જન કરે છે..!
સારા સમાચાર ફક્ત અહીંથી જ સમાપ્ત થતા નથી - રોજગાર અને તાલીમના મહાનિયામક દ્વારા બહાર પાડવામાં આવેલ એક અહેવાલ મુજબ ગુજરાત રોજગાર કચેરીના માધ્યમથી નોકરી અપાવવાની યાદીમાં સૌથી ઉપર છે તથા તે પણ 2002 ના વર્ષથી.
ગુજરાત સૌથી વધારે રોજગાર નિર્માણ કરનારાની યાદીમાં ટોચ ઉપર જ નથી, પરંતુ બેરોજગારીના સૌથી ઓછા દરની વાત આવે છે ત્યારે જે રાજ્ય ઉભરી આવે છે તે છે (ફરીથી એક વખત) ગુજરાત..! લેબર બ્યૂરોના એક અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી ઓછી બેરોજગારી છે.
આ અહેવાલ મુજબ, જ્યારે ભારતમાં રોજગારીનો દર 3.8% છે, ગુજરાતે સૌથી ઓછો 1% નો દર હાંસલ કરી બતાવ્યો છે. આ અહેવાલમાં એમ પણ જણાવવામાં આવેલ છે કે ગુજરાતમાં શહેરી વિસ્તારોની મહિલાઓમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે, જે પ્રગતિનો વધુ એક સંકેત છે.
આવશ્યક કૌશલ્ય વર્ધન દ્વારા યુવાનોનું સશક્તિકરણ
જો શ્રી મોદીએ કૌશલ્ય વર્ધનને આટલું મહત્વ ન આપ્યું હોત તો અવસરો મળવામાં થયેલ વૃદ્ધિ શક્ય ન બની હોત. અગાઉ, આઈ.ટી.આઈ. માં ભણવું એ મામૂલી દરજ્જાની નિશાની માનવામાં આવતી હતી, પરંતુ શ્રી મોદીના દૃઢનિશ્ચયી પ્રયાસોના કારણે આજે એ સન્માનનું પ્રતિક બની ગયેલ છે.ગુજરાતની આઈ.ટી.આઈ. કૌશલ્ય વર્ધન માટે વિકાસનું એન્જિન બની ગયેલ છે
- સરકારી આઈ.ટી.આઈ. તમામ 225 તાલુકાઓમાં ઉપલબ્ધ છે.
- આઈ.ટી.આઈ.એ વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ કરેલ છે.
- 2001 માં 3400 મહિલાઓની સરખામણીમાં 2011 માં 67,000 મહિલાઓને આઈ.ટી.આઈ. દ્વારા તાલીમ આપવામાં આવેલ છે.
- સમાજના પછાત વર્ગોના 44,000 તાલીમાર્થીઓએ 2011-12 માં વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત કરેલ, જે 2001 ની સરખામણીમાં 418% નો વધારો છે.
- 2012 માં આઈ.ટી.આઈ. માટે 130 કરોડ રૂપિયાનું બજેટ.
જે લોકો કૌશલ્ય વર્ધનના કાર્યક્રમોના આયોજન દ્વારા વસ્તી વિષયક લાભાંશ પ્રાપ્ત કરવાની વાત કરે છે તેમને શ્રી મોદી દ્વારા રજૂ કરાયેલ આ પ્રસંગ વાંચવો ગમશે.
અમે એક વખત એન.ડી.સી. ની મીટિંગમાં બેઠા હતા ત્યારે વડાપ્રધાને જણાવ્યું કે આપણે યુવાનો માટે મોટા પાયા પર 500 પ્રકારના કૌશલ્ય વર્ધન માટેના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. મેં તેમને વચ્ચેથી રોક્યા અને પૂછ્યું કે એક શૂન્ય રહી ગયું છે કે શું, પરંતુ મને કહેવામાં આવ્યું કે ના..! જો આપણે ચીન સાથે સ્પર્ધા કરવા માંગતા હોઈએ, જ્યાં તેમના યુવાનો માટે 50,000 થી વધારે કૌશલ્ય વર્ધન કાર્યક્રમો ચાલી રહેલ છે, ત્યારે શું આપણે જે કરી રહ્યા છીએ તે પૂરતું છે?
જો આપણે ચીન સાથે સ્પર્ધા કરવી હોય તો આપણે કૌશલ્ય વર્ધન પર ખૂબ ભાર આપવાની આવશ્યકતા છે અને જ્યારે અન્ય લોકો આ વિષય પર મૌન સેવી રહ્યા છે ત્યારે શ્રી મોદીએ કર્યું છે અને દુનિયાને બતાવી દીધું છે કે કેવી રીતે બદલાવ લાવી શકાતો હોય છે.
નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો માટે ‘નવી નીતિ’ – રિટેલમાં એફ.ડી.આઈ.
નીતિ હીનતા, મોંઘવારી, ભ્રષ્ટાચાર, એલ.પી.જી. સિલિન્ડરોને આંચકી લેવાં પૂરતું નહોતું કે હવે કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂ.પી.એ. સરકાર આપણા લોકો પર રિટેલમાં એફ.ડી.આઈ. ઠોકી દેવા માંગે છે.ફરી એકવાર, આ જનવિરોધી પગલાંના વિરોધમાં સૌથી અગ્રેસર શ્રી નરેન્દ્ર મોદી છે, જેમણે જણાવ્યું છે કે આવાં કૃત્યો આપણા નાના દુકાનદારો તથા ઘરેલુ ઉત્પાદકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડશે તથા બેરોજગારી ઊભી કરશે..! આપણા યુવકોને આના કારણે ગુમાવવાનો વારો આવશે, પરંતુ આ વાત વારંવાર સંવેદનારહિત યુ.પી.એ. સરકારના બહેરા કાન પર પડી છે.
ત્યાં સુધી કે યુ.એસ.એ. ના પ્રમુખ શ્રી બરાક ઓબામાએ દેશવાસીઓને નાના વેપારીઓને ટેકો આપવા માટે વિનંતી કરે છે, પરંતુ આપણા પોતાના વડાપ્રધાન પોતાનો માર્ગ છોડીને પણ અમેરિકાના ફાયદા માટે ‘સિંઘમ’ બની જાય છે, આ પરિસ્થિતિની વિડંબના છે.
માફ કરશો, ગુજરાતીઓ માટે કોઈ નોકરી નથી..!
કૉંગ્રેસના દુષ્કૃત્યોનું એક ઉદાહરણ વાસ્તવમાં દાહોદની ઓ.એન.જી.સી. ની રિફાઇનરી ખાતે જોઈ શકાય છે જે યુ.પી.એ. સરકારના નિયંત્રણ હેઠળ છે, જ્યાં ફક્ત 5 ગુજરાતીઓને જ નોકરી આપવામાં આવેલ છે..!ગુજરાત લોકો માટે રોજગારનું નિર્માણ કરે છે, યુવાનો માટે અવસર પેદા કરે છે, પરંતુ તેમને કૉંગ્રેસના નેતૃત્વવાળી યુ.પી.એ. સરકાર પાસેથી શું મળે છે, અસ્વીકાર તથા અસહકાર સિવાય બીજું કાંઈ જ નહીં.
દેશ જ્યારે નીતિ હીનતાની ખાઈમાં ડૂબી રહ્યો છે તથા જ્યારે આપણે દિલ્હીથી ફક્ત ખરાબ સમાચારો જ પ્રાપ્ત થાય છે, ત્યારે ગુજરાતના યુવાનોએ પોતાની જાતને પૂછવું જોઈએ :
કૉંગ્રેસના વસ્તી વિષયક લાભાંશ પ્રાપ્ત કરવાના પ્રયત્નોનું શું થયું?
શું યુ.પી.એ. અંતર્ગત યુવાનો માટેના રોજગાર તથા રોજગારક્ષમતામાં વધારો થઈ રહેલ છે?
શું આપ એવી ‘નવી આર્થિક નીતિ’ ઇચ્છો છો, જે તમારી નોકરી છીનવી લે?
આ જ વ્યવસ્થા સાથે, બધું એ જ હોવા છતાં કેવી રીતે ગુજરાત સારો દેખાવ કરવામાં સફળ રહેલ છે, કે જ્યારે યુ.પી.એ. અંતર્ગત રાષ્ટ્ર અસ્થિર થઈ રહ્યું છે.
શું આપણે બેરોજગારી, અવસરોનો અભાવ અને નિરાશાવાદની દિશાને સ્વીકારવા માંગીએ છીએ?
સમયની માંગ છે કે જે દેશના પ્રારબ્ધના ચાલક એ જ હોય જે સ્વામી વિવેકાનંદના સપનાના જગદ્દગુરુ ભારતને પરિપૂર્ણ કરી શકે, બુલંદ અવાજે કહી શકે :
એકમત ગુજરાત, બને ભાજપ સરકાર..!
વધારાના સંદર્ભો :
https://aicc.org.in/new/manifesto09-eng.pdf