નરેન્દ્રભાઇ મોદી
સામાજિક દાયિત્વની ભાવના જ સમાજમાં શિસ્ત લાવી શકે
અધિકારભાવનો પ્રભાવ સમાજમાં અશિસ્તની વિકૃતિ સર્જે છે
સનદી અધિકારી ડૉ.રાજીવકુમાર ગુપ્તાના પુસ્તક ‘‘જાહેર શિસ્ત-વિચારથી અમલ સુધી''નું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વરિષ્ઠ સનદી અધિકારી ડૉ.રાજીવકુમાર ગુપ્તાના પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું હતું કે, સામાજિક જવાબદારીની ભાવના જ સમાજમાં શિસ્ત લાવી શકે. અધિકારભાવનો પ્રભાવ સમાજને કર્તવ્ય પથથી દૂર રાખે છે એમ તેમણે જણાવ્યું હતું. ‘‘શિસ્ત એવી ન હોય જે બોજ બની જાય- એ જડબે સલાક નિયમોને બાંધે નહીં પણ નૈતિક અધિષ્ઠાનથી મર્યાદા-વિવેકના સંસ્કાર મજબૂત બનાવે'' તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત કેડરના વરિષ્ઠ સનદી અધિકારી ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ ‘‘જાહેર શિસ્ત-વિચારથી અમલ સુધી '' ના વિષય વસ્તુ આધારિત ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકોનું પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર દ્વારા થયું છે. જાહેર શિસ્તના પાલન અંગે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રગતિ માટે સમાજમાં શિસ્તનું પાલન સહજ સ્વભાવ બનવો જોઇએ. શિસ્ત અને અશિસ્ત વચ્ચેની વિવેક મર્યાદા માનવીય અપનાપન છે.
આપણું સમાજજીવન અને પヘમિી સમાજમાં સાર્વજનિક સ્વચ્છતા અને વ્યકિતગત સ્વચ્છતા વચ્ચેના મૂળભૂત અભિગમની તુલના કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સામાજિક સ્વચ્છતામાં પヘમિી સમાજ ખુબજ અલગ છે. પરંતું આપણે ત્યાં સમુહમાં શિસ્તનો અભાવ જોવા મળે છે. દેશભકિત, સમાજભકિત, પિતૃ-માતૃભકિત, ગુરૂભકિત બધુ જ આપણા કર્તવ્યના સહજ સંસ્કારથી પ્રગટ થવું જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. જાહેર શિસ્તના અભાવ અને પ્રભાવની અસરોની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ધાર્મિક જાહેર સમારંભોમાં આસ્થાની ધર્મતત્વની માનસિકતાથી વ્યવસ્થાપન થાય છે. સમાજ પોતે વ્યવસ્થાનું વહન કરે છે.
સમાજ તરીકે શિસ્ત ત્યારે જ આવે છે જ્યારે સામાજ જવાબદાર હોય છે. કમનસીબે દેશ આઝાદ થયો ત્યાં સુધી દેશ સેવા, સ્વદેશી, શિક્ષણ સમાજની ફરજ હતી. પણ દેશ આઝાદ થયા પછી અધિકાર ભાવ વધી ગયો. ‘‘મારું શું'' માંથી નકારાત્મક ભાવ ‘‘મારે શું'' થયો છે. જે અશિસ્તને વિકૃતિને જન્મ આપે છે એમાંથી બહાર આવવા માટે સામાજિક શિસ્ત આવવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
અશિસ્ત પ્રગટ કરતી કુટેવો સમાજમાં કેવીરીતે પ્રદર્શિત થાય છે એના પ્રેરક દ્રષ્ટાંતો મુખ્ય મંત્રીશ્રીએ આપ્યાં હતાં. સમાજજીવનમાં શિસ્ત લાવવા પોતાપણાનો ભાવ અને સંગઠિત સ્વભાવ જરૂરી છે. એમ તેમણે જણાવ્યું હતું. આપણી સામજિક શિસ્તના સંસ્કારમાં કુટુંબ સંસ્થાની તાકાત પડેલી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ પુસ્તકના લેખક-પ્રકાશકને અભિનંદન આપ્યા હતા.
પુસ્તકના લેખક વરિષ્ઠ સનદી અધિકારી ડૉ.રાજીવ ગુપ્તાએ આ પુસ્તક લેખનની પ્રેરણા મુખ્યમંત્રીશ્રીએ સમર્પિત કરતા પુસ્તકતા પ્રસંગોની સહજતા નાગરિકોને જાહેર અને વ્યકિતગત જીવનમાં શિસ્ત માટે પ્રેરક બનશે એવી શ્રધ્ધા વ્યકત કરી હતી. ડૉ.ગુપ્તાએ પુસ્તકની પ્રસ્તાવના વિગતે સમજાવી હતી. આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો, સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સાહિત્ય પ્રેમીઓ અને પ્રબુધ્ધ નાગરિકો, સમાજજીવનના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.