કૃષિ મહોત્‍સવ ર01

મુખ્‍યમંત્રીશ્રી :-

કૃષિ મહોત્‍સવના લાભથી કોઇ ખેડૂત વંચિત ના રહે

ખેતી વિષયક વીજજોડાણો અને ખેતી માટે સસ્‍તી વિજળીની નીતિ

કૃષિ મહોત્‍સવના બીજા દિવસે

વિડિયો કોન્‍ફરન્‍સથી ગુજરાતના લાખો કિસાનો સાથે મુખ્‍યમંત્રીશ્રીનો વાર્તાલાપ

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે રાજ્‍યમાં યોજાઇ રહેલા કૃષિ મહોત્‍સવના બીજા દિવસે વિડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી રાજ્‍યભરના લાખો ખેડૂતો સાથે રરપ તાલુકામાં સીધો વાર્તાલાપ કરતાં પ્રેરક અનુરોધ કર્યો હતો કે ગુજરાતનો કોઇ ખેડૂત-કિસાન કૃષિરથના લાભથી વંચિત રહી જાય નહીં.

આ વખતે કૃષિમહોત્‍સવ સાથે પશુઆરોગ્‍ય મેળાનું અભિયાન પણ જોડી દીધું છે તેની ભૂમિકા આપી મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે હજારો ગરીબ પશુપાલકોના દૂધાળા ઢોરોના ઓપરેશનો કરીને જીવદયા સાથે નવી જિંદગી આપી છે. પશુ આરોગ્‍ય મેળાઓમાં અબોલ પશુજીવોની આરોગ્‍યની બધી જ કાળજી ઘરઆંગણે સરકાર લાવી છે. 11ર જેટલા પશુરોગો સદંતર નાબૂદ થઇ ગયા છે એમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી દરરોજ સાંજે કૃષિમહોત્‍સવને વિડિયો કોન્‍ફરન્‍સથી સંબોધવાના છે. પ્રગતિશીલ ખેડૂતોના સફળ પ્રયોગોથી ખેડૂતોને પ્રેરણા મળે તેવી વ્‍યવસ્‍થાથી આ કૃષિ મહોત્‍સવમાં સાથે જોડયા છે તેમણે આપેલા સહયોગ માટે મુખ્‍યમંત્રીશ્રીએ આભારની લાગણી વ્‍યકત કરી હતી અને જૂદા જૂદા વિસ્‍તારોમાં સફળ પ્રયોગશીલ ખેડૂતની સિધ્‍ધિઓના સંખ્‍યાબંધ દ્રષ્‍ટાંતો આપ્‍યા હતા.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેડૂતોને તેમની શકિતનો અહેસાસ કરવાની અપીલ કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ ખેડૂતોને ખેતી માટે વીજળી આપવા માટે લીધેલા શ્રેણીબધ્‍ધ પગલાંની આજે વિગતે છણાવટ કરી હતી.

તેમણે જણાવ્‍યું કે લંગડી વીજળીનો ઉપાય આ સરકારે કર્યો છે. પહેલાં ટ્રાન્‍સફોર્મરો બળી જતાં, અઠવાડિયા સુધી નવાં મળતા નહોતા. આજે માંગો ત્‍યારે મળી જાય છે.

અગાઉ ર001 પહેલા વીજળીની ટ્રાન્‍સમિશન વ્‍યવસ્‍થા અને સબસ્‍ટેશનોની અપૂરતી વ્‍યવસ્‍થા હતી. બાર મહિનામાં પહેલાં 1પ સબસ્‍ટેશનો બનતા. આજે 140 થી 1પ0 નવા સબસ્‍ટેશનો બને છે તેના કારણે મોટરો બળતી નથી, લો વોલ્‍ટેજથી ટ્રીપીંગ થતું નથી, વીજ પૂરવઠો સાતત્‍યપૂર્ણ વહે છે. અત્‍યારે કચ્‍છ-કાઠીયાવાડ વીજ સબસ્‍ટેશનો બની ગયા છે. ઉત્તર ગુજરાતમાં સોલાર પાવરથી વીજળી મળતી થઇ છે.

દશ વર્ષમાં ખેડૂતોને વીજળી માટેની સબસીડી કેટલી વિક્રમજનક વધી છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્‍યું કે ર000 સુધી તો માત્ર 460 કરોડ સબસીડી અપાતી આજે રૂા. 3000 કરોડ વીજ સબસીડી મળે છે. કોગ્રેસના જમાનામાં પાંચ ટકા ઇલેકટ્રીસિટી ડયુટી લેવાતી તે આ સરકારે સંપૂર્ણ નાબૂદ કરી દીધી. કોલસો, ગેસના ઇંધણનો ખર્ચ ગુજરાત ઉપર રૂા. ર700 કરોડ વધારાનો આવે છે પણ ખેડૂત ઉપર એક કાણી પાઇનો વીજ વધારો કર્યો નથી.

આન્‍ધ્ર અને મહારાષ્‍ટ્રમાં ટપોટપ ખેડૂતો આત્‍મહત્‍યાને માર્ગે વળે છે પણ અમે ગુજરાતના ખેડૂતોના દુઃખ દૂર કર્યા છે. દશ વર્ષમાં ગૌચરના નામે ખેડૂતો અને પશુપાલકોને ગૂમરાહ કરનારાએ જાણી લેવું જોઇએ કે દૂધના ઉત્‍પાદનમાં 66 ટકા વધારો થયો છે. જેણે ખેડૂતોને નવી આર્થિક તાકાત આપી છે જેઓ ગુજરાતની વર્તમાન સરકારને બદનામ કરે છે તેમને પડકારતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે એ લોકો રાજ કરતા હતા ત્‍યારે વીજ ઉત્‍પાદન માત્ર 87 પૈસામાં થતું હતું અને ખેડૂતોને પ8 પૈસે મળતી હતી જ્‍યારે ગેસ, કોલસો, રેલ્‍વે ભાડા, સીમેન્‍ટ બધુ મોંઘુ થયું તેથી વીજળી પેદા કરવાનો ખર્ચ ત્રણ રૂપિયાથી વધારે થાય છે પણ આ સરકાર માત્રને માત્ર 48 પૈસે વીજળી ખેડૂતને આપે છે. એક દિવસ ખેતરોમાં પણ સૂર્યઊર્જાથી વીજળી પેદા થવાની છે, એ ભવિષ્‍ય દૂર નથી એમ તેમણે જણાવ્‍યું હતું. જૂની મોટરોના બદલામાં સરકાર નવી આધુનિક મોટરો આપે છે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું ખેડૂતની ખેતી સુધરે, ખેડૂતનો દિકરો સુખી થાય એની બધી જ ઝીણવટભરી કાર્યસિધ્‍ધિ સરકારે કરી છે. જમીનની તબિયત સુધારવા સોઇલ હેલ્‍થ કાર્ડથી ખેડૂતોનો ખેતીનો ખર્ચ ઘટી શકયો છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતનો ખેડૂતની જમીન ટૂંકી હોય તો પણ ખેત ઉત્‍પાદકતાની વૈજ્ઞાનિક પધ્‍ધતિ અપનાવીને વધુમાં વધુ કમાણી થાય તે માટે ભરઉનાળે એક લાખ સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો ગામડા ખૂંદી રહ્યા છે. અબોલ પશુની સેવા કરવા નીકળી પડયા છે. ગુજરાતના ગામડા, ખેતી પશુપાલન બધાને સમૃધ્‍ધ કરવાનો નિર્ધાર તેમણે વ્‍યકત કર્યો હતો.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 નવેમ્બર 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South