વિશ્વની સમસ્યાનું સમાધાન ભારત જ કરી શકશેઃ મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે શ્રી બેજાન દારૂવાલાના અંગ્રેજી પુસ્તક "ર૦૧રઃ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ''નું વિમોચન કરતાં એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે વિશ્વની બધી સમસ્યા અને સંકટોનું સમાધાન ભારત કરવા સમર્થ છે. આપણી ૧ર૦ કરોડની જનશક્તિ અને ૬પ ટકા યુવા સંપદા ધારે તો ભારતને વિશ્વગુરુ બનાવી શકશે.
મુખ્ય મંત્રીશ્રીએ શ્રી બેજાન દારૂવાલાને જાનદાર ગણાવ્યા હતા. શ્રી બેજાન દારૂવાલાએ જયોતિષ વિજ્ઞાનના આધારો ભારતના પુનરૂત્થાનની ભૂમિકા આપી છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, દુનિયા આજે જે સંકટોથી ધેરાયેલી છે તેનું નિવારણ ભારતની સાંસ્કૃતિક વિરાસતમાં આપણા પૂર્વજોએ આત્મસાત કરેલું છે.
સૂર્યશક્તિની ઉપાસનાથી વિશ્વની સૂર્યશક્તિ-ઊર્જાના સંકટોનું સમાધાન છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવાર તરીકે ભારતની સંસ્કૃતિનો મહિમા વર્ણવ્યો હતો.
શ્રી બેજાન દારૂવાલા અને તેમના સમગ્ર પરિવારે મુખ્ય મંત્રીશ્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. શ્રી બેજાન દારૂવાલાએ તેમની હાસ્યરસિક શૈલીમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજકીય નેતૃત્વ અને શક્તિશાળી ચિન્તકનો પરિચય આપી પુસ્તકની ભૂમિકા આપી હતી.
પુસ્તક વિમોચન સંપન્ન કર્યા બાદ મુખ્ય મંત્રીશ્રીએ કનોરીયા આર્ટ સેન્ટર ગેલેરીના પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
Also watch eminent astrologer Shri Bejan Daruwala’s kind words on Shri Narendra Modi.