સદભાવના મિશન-જૂનાગઢ

સદભાવના મિશનમાં લાખો લોકોની લાગણીના પુરમાં ગુજરાતના વિકાસ, એકતા અને શાંતિની અભિવ્‍યકિત છે. નરેન્‍દ્રભાઇ મોદી

સદભાવના મિશનના એક દિવસના ઉપવાસ જૂનાગઢમાં સંપન્‍ન કરતા નરેન્દ્રભાઇ મોદીને સમર્થન આપવા હજારો નાગરિકોનો અવિરત પ્રવાહ

સોરઠની સંત શુરાની ધરતી ઉપર સદભાવના મિશનમાં જનશકિતનો સાક્ષત્‍કાર

૮૦૦૦ નાગરિકોએ સ્‍વૈચ્‍છીક અનશન કર્યા

જૂનાગઢ જિલ્‍લા માટે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત રૂા. ૧૦૫૫ કરોડના વિકાસ કામોની જાહેરાત

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં ઉમટી રહેલા લાખો લોકોના મહેરામણના લાગણીના પુરની અભિવ્‍યકિતને ગુજરાતના વિકાસમાં જનતાની તાકાતની અભિવ્‍યકત ગણાવી હતી.

તેમણે જૂનાગઢમાં જણાવ્યું કે, જેમણે ગુજરાતને બદનામ કરવા ડિકશનેરીનો  એક પણ શબ્‍દ છોડયો નથી અને બધીજ સંસ્‍થાઓને કામે લગાડી દીધી છે. છતાં જનતાનું સમર્થન દશ-દશ વર્ષથી આ સરકારને મળી રહયું છે. તેનું કારણ ગુજરાતનો ધમધમતો વિકાસ છે. અને એની પાછળનું સત્‍ય છે, છ કરોડ ગુજરાતીઓની એકતા, શાંતિ અને ભાઇચારો.

ગુજરાતમાં સદભાવના મિશનમાં જનજનને જોડવાના સંકલ્‍પ સાથે ૩૩ ઉપવાસનું  જિલ્‍લા અભિયાન કરી રહેલા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢમાં એક દિવસના અનશનનું તપ કરતા, આખો દિવસ હજારો નાગરિકો શુભકામના અને સમર્થન આપવા ઉમટયા હતા. ૮૦૦૦ હજાર નાગરિકોએ પણ સ્‍વૈચ્‍છાએ ઉપવાસ કર્યા હતા. સોરઠની સંત અને શુરાની ધરતી ઉપર સદભાવનાની જનશકિતનો સાક્ષાત્‍કાર કરાવતી આ ઘટનાના ઐતિહાસિક સંકેતને સમજવા તેમણે રાજકીય વિશ્લેષકોને અને જાહેર જીવનના હિતચિંતકોને અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉપવાસની પરિભાષા સદભાવના મિશનથી નવી સર્જાઇ છે. મારા ઉપવાસનું વિશ્લેષણ સદભાવનાથી થશે તો, તેના અનેક સંકેત જાણવા મળશે. “કોંગ્રેસે એમનું નકારાત્‍મકતાનું પોત પ્રકાશ્યું છે. અમે સંસ્‍કારોને ઉજાળ્યા છે.  સમાંતર કાર્યક્રમ કરીને કોગ્રેસે સળગતું લાકડું પકડયું છે  પણ તેમની બાંધી મુઠી ખુલી ગઇ છે.  ગયા દશકથી મેળ નથી પડતો અને હવે આવતા ૨૫ વર્ષ પણ પડવાનો નથી. લાગણીનો ધોધ, મહેરામણની ઉપસ્‍થિતિ આ સદભાવના મિશનમાં કેમ છે. તેનું રહસ્‍ય તેમણે પ્રગટ કર્યું હતું.

દશ દશ વર્ષ સુધી ગુજરાતને બદનામ કરવા અને જુઠાણા  ફેલાવવા, ડિકશનેરીનો એકય શબ્‍દ બાકી નથી રાખ્યો છતાં જનતાનું સમર્થન સરકારને કેમ છે?  ગુજરાત વિરોધીઓ સામે ગુજરાતની જનતાનો આક્રોશ સદભાવના મીશનના અનશનમાં વ્‍યકત  થયો છે. જે ગુજરાતને તમે બદનામ કરી રહયા છો,  તે ગુજરાત તો વિકાસનો વાવટો ફરકાવી રહયો છે. આ લાગણીના પુરની અભિવ્‍યકિત એતો ગુજરાતની આવતી કાલની ચિન્‍તા અને વિકાસ માટેની અભિવ્‍યક્તિ છે.  એમ તેમણે જણાવ્‍યું હતું.

તેમણે  જણાવ્‍યું કે  ભુતકાળમાં ગુજરાતને જાતિવાદના ઝેર અને જ્ઞાતિવાદના વેરથી એકતા થવાની દીધીજ નહીં. ગામમાં એકતા થવાની વાત આવેતો  એકડ ચોગડ ચૌદશ ઉભો કરીજ દેવાય એવી સ્‍થિતી સર્જી દીધી હતી. ગુજરાતને આ ચૌદશિયાથી દુર રાખીને એકતાના મંત્રથી  વિકાસની યાત્રા આગળ ધપાવી છે. તેની જનતા જનાર્દનને તેમણે ભુમિકા  આપી હતી. તેઓ લડાવતા હતા કારણ તેમને ખુરશી સલામત રાખવી હતી. વોટ બેન્‍ક ખાતર પ્રજાને રહેંસી નાખીને ભાગલા પાડોની અને રાજ કરવાની વિકૃતિ સર્જી દિધી હતી. જનતા અંદરો અંદર લડતી રહે કોમી હુલ્‍લ્‍ડ અને  રમખાણો થતાં રહે ‘‘વર મરો કન્યા મરો ખુરશીની વોટબેન્‍ક ભરો‘‘ એવી રાજકારણની અશાંતિમાંથી ગુજરાતે મૂકિત મેળવી લીધી છે. છ કરોડ ગુજરાતીઓની આ તાકાત આ શકિતમાં કેટલું સામર્થ્ય છે. એની પ્રતિતિ કરાવવા સદભાવના મિશન લઇને  જનતા વચ્‍ચે આવ્‍યો છું. એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું. ગુજરાત મોડેલ એટલે  માત્ર જયોર્તિગ્રામ, કન્‍યા કેળવણી, કૃષિ મહોત્‍સવ, ઔદ્યોગિક વિકાસમાં  સિમીત નથી  ગુજરાતના  વિકાસનું મોડેલ તો એની એકતાની તાકાત છે. ગુજરાત પોતાની શકિતને ઓળખે અને હિન્‍દુસ્‍તાનના જે રાજયોને વિકાસના માર્ગે જવું છે તે આ એકતાની શકિત ઓળખે અને એકતા શાંતિની બુનિયાદ ઉપર ઉભેલા વિકાસના મોડેલને અનુસરે એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. ગુજરાતનો વિકાસ નંબર એક ઉપર છે એ અમે નથી કહેતાં રાજીવ ગાંધી ફાઉન્‍ડેન્‍શન પ્‍લાનિંગ કમિશનનું  એગ્રીકલ્‍ચર માટેનું વર્કિંગ ગૃપ કેન્‍દ્રના પ્રવાસન મંત્રીએ ગુજરાતને શ્રેષ્‍ઠ પ્રવાસન રાજયનો આપેલો એવોર્ડ એ બધું જ સત્‍ય છે પણ આ સત્‍યને પચાવી શકવાની ગુજરાત વિરોધીઓમાં તાકાત જ નથી ગુજરાતનો વિકાસ થયો છે આર્થિક પ્રવૃતિ ધમધમે છે તેનાથી બેંન્‍કોનો ગુજરાતમાં તેજ ગતીથી કારોબાર ચાલે છે. તેવી હકિકત સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડીયાના કુલ ૭૪ ઝોનમાંથી સર્વ શ્રેષ્‍ઠ  જાહેર થયેલાં છ ઝોનમાં એકલાં ગુજરાતના જ ચાર ઝોન છે. આખા દેશમાં ઇન્‍કમટેક્ષની આવકની વૃધ્‍ધિનો દર ગુજરાતનો સૌથી ઉંચો છે એ બતાવે છે કે, ગુજરાત વિકાસની કેટલી મોટી છલાંગ મારી રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું. પ્રવાસન વિકાસ માટેના આ સરકારના વિકાસ વ્‍યુહના પરિણામે કચ્‍છ અને જૂનાગઢ વિશ્‍વના પ્રવાસન નકશામાં નવા આકર્ષણ બન્‍યા છે. ગીરના સિંહો જેાવા આવનારની સંખ્‍યા અમિતાભ બચ્‍ચનના અભિયાનથી એકજ વર્ષમાં ૧૩૦ ટકા વધારો સુચવે છે. ગીરના સિંહો વિશ્‍વ પ્રવાસીઓનું અનેરું આકર્ષણ બની ગયા છે. સોમનાથ મંદિરની આવકમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. જૂનાગઢ જિલ્‍લાના વિકાસની તાકાત જ આ પ્રવાસનમાં છે ગરીબમાં ગરીબને રોજગારી મળે એવી તાકાત આ પ્રવાસનમાં છે અને એને  એ ઉંચાઇ ઉપર સોરઠના વિકાસ પેકેજ દ્વારા લઇ જઇ રહ્યા છીએ. આ પ્રતિબધ્‍ધતા સાથે જૂનાગઢનો પ્રવાસન  વિકાસ ધમધમતો થવાનો છે. તેમણે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત જૂનાગઢ શહેર અને જિલ્‍લાના વિકાસ કામો માટે રૂ. ૧૦૫૫ કરોડના પ્રોજેકટની જાહેરાત કરી હતી. જેમણે વિરોધ પક્ષની જવાબદાર ભૂમિકા પણ નિભાવવાની દરકાર નથી કરી તેને ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠે આખું નવું આધુનિક ગુજરાત ઉભું થઇ રહ્યું છે, તેની તાકાત નહી જ સમજાય એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું. જૂનાગઢ સહિત ડેરીને સજીવન કરીને કૃષિ અને દૂધ ઉત્‍પાદન દ્વારા કિસાનની આવક વધતી રહે ગીરની ગાયની સારી ઓલાદનું સવર્ધન થાય એ માટે આ સરકારે કમ્મર કસી છે. આ કામ કેમ એ લોકોને સુજયા નહીં જેઓ આજે ગુજરાતના વિકાસની ટીકા કરે છે. એવી મૌખિક આલોચના તેમણે કરી હતી. અઢી લાખ જેટલાં સખીમંડળોની બહેનો મારફતે મિશન મંગલમ દ્વારા રૂા ૧૪૦૦ કરોડનો કારોબાર ચાલે છે. અને ગરીબ પરિવારની નારી શકિતના હાથમાં રૂા ૫૦૦૦ હજાર કરોડનો કારોબાર થવાનો છે. જે ગ્રામ અર્થતંત્રની તાકાત બનશે. ગુજરાત વિરોધીઓના અપ્‍પ્રચારના કારણે ગુજરાતે શું વિકાસનો માર્ગ છોડી દેવો ? છ કરોડ ગુજરાતીઓના આર્શિવાદ અને તપસ્‍યા એળે નહીં જવા દેવાય પુરી તાકાતથી સપના પુરા કરીશું એવો દ્રઢ વિશ્‍વાસ તેમણે જનતા જનાર્દનને ઉપવાસને સમર્થ આપવા માટે ભાવાવશ બનીને આભાર માન્‍યો હતો. ગામ, જિલ્‍લો, રાજય બધે જ સદભાવનાનો મંત્ર લઇને વિકાસમાં એકતાથી આગળ વધીએ એવી અપીલ તેમણે કરી હતી. જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે ૧૦પપ કરોડ રૂપિયા ફાળવાશે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોરઠ ખાતે આજે યોજાયેલા સદ્દભાવના મિશનના જિલ્લા અભિયાનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો છે. જેનો સૌથી વધુ લાભ જૂનાગઢ અને કચ્છ જિલ્લાને થયો છે. જૂનાગઢ જિલ્લામાં આવનારા દિવસોમાં સર્વાંગી વિકાસ થાય અને સમગ્ર જિલ્લામાં પાણી, રસ્તા, નાળા-પુલ, શાળાના ઓરડાઓ, વીજળી અને આરોગ્ય સેવા સહિતની માળખાકીય સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૦પપ કરોડની ફાળવણી કરવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લો પ્રવાસનની સાથે વિકાસ ક્ષેત્રે પણ નવી ઉંચાઇને આંબશે. આ માતબર રકમમાંથી દરિયાકાંઠાના વિકાસનું પણ આયોજન છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ, સાસણ અને સોમનાથ વિસ્તારમાં સરકારશ્રીએ માળખાગત સુવિધાઓ વધારતાં પ્રવાસીઓ-યાત્રિકો વધ્યા છે. સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ૧૩૦ ટકાનો વધારો થયો છે. જિલ્લામાં પ્રવાસન વિસ્તરતા હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ પણ વધ્યા છે. સોમનાથ મંદિરના દર્શને આવતાં યાત્રિકો વધતાં મંદિરની આવકમાં પણ ૪૦૦ ટકા જેટલો વધારો થયો છે. આમ, જૂનાગઢ જિલ્લો આગામી દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે ધમધમતો થવાનો છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 નવેમ્બર 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South