નરેન્‍દ્રભાઇ મોદી :આગામી ર4 કલાકમાં જ ગુજરાત ઉપર જૂલ્‍મો અને જુઠાણાનો નવો હુમલો શરૂ થઇ જશે

ગુજરાતની સદ્‌ભાવનાની શક્‍તિથી ગુજરાત વિરોધીઓ ફફડી ગયા છે

ગુજરાતની સદ્‌ભાવનાની શક્‍તિ-સત્‍યનો સ્‍વીકાર કરવો જ પડશે

છ કરોડ ગુજરાતીઓનો સદ્‌ભાવનાની શક્‍તિનો સાક્ષાત્‍કાર માટે અંતઃકરણથી આભાર- સ્‍વીકાર

- મુખ્‍યમંત્રી

અંબાજીમાં સદ્‌ભાવના મિશનના મુખ્‍યમંત્રીશ્રીના 36 ઉપવાસ તપનું રિમામય સમાપન

બનાસકાંઠા જિલ્લાની વિકાસયાત્રા તેજ ગતિથી આગળ વધારવા રૂ.1700 કરોડના નવા આયોજનની જાહેરાત

સદ્‌ભાવનાની આ શક્‍તિથી ગુજરાતના વિકાસના નવા વિશ્વનું દર્શન કરાવીશુંૅ

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે અંબાજીમાં સદ્‌ભાવના મિશનના સંકલ્‍પના 36 ઉપવાસનું સમાપન કરતાં ગુજરાતની વિકાસની શક્‍તિ અને સદ્‌ભાવનાના સત્‍યને સ્‍વીકારવા ગુજરાત વિરોધીઓ, જૂલ્‍મો કરનારાઓને પડકાર કર્યો હતો.

ગુજરાતના ઘાવ ઉપર નમક છાંટવાનું બંધ કરો અને ગુજરાતની શક્‍તિને સ્‍વીકારોૅ એમ તેમણે જણાવ્‍યું હતું. 36 ઉપવાસનું તપ તો આજે પૂર્ણ થયું છે પણ, ગુજરાતની સદ્‌ભાવનાની શક્‍તિનો અનુભવ દુનિયાને નિરંતર થતો જ રહેવાનો છે એમ જણાવતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, લાખો લોકોના પ્રેમમાં હું ડૂબી ગયો છું, અને મારી જિંદગી એમની સેવામાં ખપાવી દેવાનો સંકલ્‍પ કરું છું.

ગુજરાતની છ કરોડ જનતાનો મુખ્‍યમંત્રીશ્રીએ ભાવવિભોર બની અંતઃકરણથી ઙ્ગણ સ્‍વીકાર કર્યો હતો.

17મી સપ્‍ટેમ્‍બર 2011ના રોજ અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસની તપસ્‍યાથી પ્રારંભેલા સદ્‌ભાવના મિશનના સંકલ્‍પ અન્‍વયે 36 ઉપવાસનું ગરીમામય તપ આદ્યશક્‍તિપીઠ અંબાજીમાં આજે મુખ્‍યમંત્રીશ્રીએ સંપન્ન કર્યું હતું. બનાસકાંઠાના ખૂણેખૂણેથી આ સદ્‌ભાવના મિશનમાં સહભાગી થવા માનવ મહેરામણ ઉમટયો હતો.

સદ્‌ભાવના મિશનમાં જિલ્લે જિલ્લે વિરાટ સમાજ શક્‍તિના સાક્ષાત્‍કારને હિન્‍દુસ્‍તાનના જાહેર જીવનની ઐતિહાસિક અને વિરલ ઘટના ગણાવતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ 36 ઉપવાસના આ અભિયાનની અભૂતપૂર્વ સફળતા માટે છ કરોડ ગુજરાતીઓને શ્રેય આપ્‍યું હતું.

પોતાની માતા-જનનીના આશીર્વાદ લઇને 17મી સપ્‍ટેમ્‍બરે ઉપવાસનું તપ શરૂ કરીને આજે જગતજનની અંબાજીના આશીર્વાદ સાથે તેનું સમાપન કર્યું છે એમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સદ્‌ભાવના મિશનને અલગ અલગ અનેક પાસાંઓથી મૂલવવાના પ્રયાસો થઇ રહ્યા છે. કેટલાએ પોતાના ઇરાદાથી આ અભિયાનની ગતિવિધી નિહાળી છે,

પરંતુ 36 દિવસના આ અનશન અભિયાનમાં જનતા જનાર્દનનો લાખો લોકોનો પ્રેમ આમા મળશે. કોઇની વિરુધ્‍ધ કશું નહીં, કંઇક પણ માંગવાનું નહી છતાં કલ્‍પનાતીત પ્રેમથી લોકો આ સદ્‌ભાવના મિશનમાં ભાગીદાર બન્‍યા.

જેઓ આ સદ્‌ભાવના મિશનની આલોચના કરે છે તેમનામાં જો ઇમાનદારી બચી હોય તો તેમણે આ જનતાના પ્રેમને સાચા અર્થમાં મૂલવવો જોઇએ, રાજનીતિના ચશ્‍માથી આ સદ્‌ભાવના મિશનને પારખી શકાશે નહીં એમ તેમણે જણાવ્‍યું હતું.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, સદ્‌ભાવના મિશનના 36 ઉપવાસોનો પ્રભાવ સમાજશક્‍તિ ઉપર કેવો છે ? એક લાખથી અધિક લોકો પદયાત્રા કરીને કિલોમીટરના કિલોમીટર દૂરથી પગપાળા આવેલા. 45 લાખ ગરીબ બાળકોને નાગરિકોએ તિથી ભોજન કરાવ્‍યું. છ લાખ કીલોથી અધિક અનાજ લોકોએ દાનમાં આપ્‍યું અને ગરીબોમાં લાખોની સંખ્‍યામાં તેનું વિતરણ થયું. ચાર કરોડ રૂપિયાનું કન્‍યા કેળવણી ભંડોળ ઉપલબ્‍ધ થયું. 17000 જેટલી પ્રભાતફેરીઓ સદ્‌ભાવાના માટે થઇ અને 20 લાખ નાગરિકોએ એમા જોડાઇને સંકલ્‍પો કર્યા. હજારો હજારો કીલો ડ્રાયફ્રૂટ વહેંચ્‍યું છે.

કોંગ્રેસને પડકારતા તેમણે જણાવ્‍યું કે ગુજરાતના સામાજિક સંસ્‍કારથી ગુજરાતના નાગરિકોએ કુપોષણ સામે જંગ છેડયો છે ત્‍યારે વડાપ્રધાન જેને રાષ્‍ટ્રની શરમ ગણે છે તે કુપોષણ સામે કેમ આંદોલન કરીને કુપોષણમાંથી રાષ્‍ટ્રને શરમિંદગીથી મૂક્‍ત નથી કરતા ?

તમારો રસ્‍તો છે ભાગલા પાડો ને રાજ કરો. અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસૅ આ ફરક છે એમ તેમણે જણાવ્‍યું હતું.

24 કલાકમાં જ ગુજરાતને બદનામ કરનારા, ગુજરાત ઉપર અત્‍યાચાર જૂલ્‍મો ગુજારનારા હવે બમણા જોરથી ગુજરાત ઉપર હુમલો કરશે. તેઓ આ સદ્‌ભાવના મિશનની સફળતા અને લોકજૂવાળથી ચોંકી ઉઠયા છે અને ગુજરાત ઉપર જૂલ્‍મો, જુઠૃાણાંના હલ્લા બોલાવશે પણ, સદ્‌ભાવના મિશનની એકતા, શાંતિ, ભાઇચારાની શક્‍તિથી આપણે આ હુમલાઓને પરાસ્‍ત કરીશું, એમ તેમણે જણાવ્‍યું હતું.

ૅઅમે સત્‍યને વરેલા છીએ. કયાં સુધી આ સત્‍ય સામે, ગુજરાતને ઝૂકાવવાના પ્રયાસો કરશો. તમારું અસત્‍ય પરાસ્‍ત થઇને જ રહેવાનું છેૅ એમ તેમણે સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું.

ગુજરાતે વિકાસને કેવી કેવી ઊંચાઇ ઉપર પહોંચાડયો તેની ભૂમિકા આપતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, રેગિસ્‍તાનની ગરમ હવા અને ધૂળ ઉડાડતી ધરતી ઉપર સૂર્યશક્‍તિની ઊર્જાનો પ્રકાશ રેલાઇ રહ્યો છે. દિલ્‍હી-મુંબઇ ઇન્‍ડસ્‍ટ્રીઅલ કોરિડોર (DMIC) ના કારણે ઉત્તર ગુજરાતની આર્થિક-સામાજિક ઉન્નતિનો રાજમાર્ગ બનવાનો છે. આજે વિકાસને કારણે ખેડૂત પોતાની ખેતીથી સમૃધ્‍ધિ લાવી શક્‍યો છે. જમીનના ઊંચા ભાવ મળવા છતાં વેચવા તૈયાર નથી.

ગુજરાતની રાજનૈતિક સ્‍થિરતા, નીતિઓની ગતિશીલતા, પ્રગતિની ઊંચાઇને હજુ ઘણી આગળ વધારવાનો નિર્ધાર જાગૃત કરતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, નાના કિસાનોને ગ્રીન હાઉસ, નેટ હાઉસની કૃષિ ટેકનોલોજી તરફ લઇ જવા છે અને બે વિઘા જમીનનો ખેડૂત પણ દસ બાર લાખની વર્ષે આવક મેળવતો થઇ જશે.

એક નવા વિકાસનું વિશ્વ ગુજરાત ઊભું કરશે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ૅહવે ગુજરાતની શક્‍તિનો, સત્‍યનો સાકાર કરો, જે એકતા, શાંતિ અને ભાઇચારાની શક્‍તિ છે. હવે, ગુજરાતના ઘાવ ઉપર નમક છાંટવાનું બંધ કરો. હું પ્રેમથી કહેવા માંગુ છું દસ સાલથી તેમ જે ગુજાર્યું છે તે છોડીને હવે, ગુજરાતની સચ્‍ચાઇને સ્‍વીકારો. દેશની જનતા હવે જાણી ગઇ છે કે ગુજરાત ઉપર દસ વર્ષ સુધી જૂલ્‍મો ગુજારનારા આદતથી કેવા મજબૂર છે ? એ નવો હુમલો લાવશે જ, પણ આપણે બધી સમસ્‍યાનું સમાધાન વિકાસમાં સાકાર કર્યું છે અને આપણી આ તાકાત જ ગુજરાત ઉપર જૂઠૃાણાનો હલ્લો મચાવનારાને પરાસ્‍ત કરશેૅ એમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીના સદ્‌ભાવના મિશન અનશન તપસ્‍યાના આજના આ ઉપવાસ અવસરે વિધાનસભા અધ્‍યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા, રાજ્‍યમંત્રી મંડળના વરિષ્‍ઠ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ તથા પદાધિકારીઓ,  વિવિધ બોર્ડ, નિગમના ચેરમેન્‍સ, ધારાસભ્‍યો, રાજ્‍સ્‍થાનના ધારાસભ્‍ય અને અગ્રણીઓ, રાજવી પરિવારો, ઉપવાસીઓ તથા વિરાટ માનવમેદની ઉમટી પડી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
From PM Modi's Historic Russia, Ukraine Visits To Highest Honours: How 2024 Fared For Indian Diplomacy

Media Coverage

From PM Modi's Historic Russia, Ukraine Visits To Highest Honours: How 2024 Fared For Indian Diplomacy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 ડિસેમ્બર 2024
December 31, 2024

India in 2024 – Citizens Appreciate PM Modis efforts to ensure Viksit Bharat