ડાંગ જિલ્લોઃ ૬૪મું પ્રજાસત્તાક પર્વઃ રાજ્ય મહોત્સવ

રાજ્યપાલશ્રીએ રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાં પુષ્પ વર્ષા વચ્ચે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

શાનદાર ડાંગે ૬૪માં પ્રજાસત્તાક પર્વના રાજ્યોત્સવની કરી જાનદાર ઉજવણી

હજારો લોકોએ ગણવેશધારી દળોની શિસ્તબદ્ધ કૂચ અને રાજ્યની વિકાસયાત્રાની ઝાંખીઓને પ્રચંડ તાળીનાદથી વધાવી

શ્રેષ્ઠ ટુકડીઓ અને ઝાંખીઓને ઇનામોની નવાજેશ

રાજ્યપાલ ડૉ.શ્રીમતી કમલાએ ડાંગઆહવામાં ૬૪માં પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્ટ્રપ્રેમથી તરબતર હજારોની સંખ્યામાં ડાંગવાસીઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યાં હતાં.

રાજ્યપાલશ્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, અને રાજ્યના મુખ્ય સચિવશ્રી તેમજ પોલીસ વડાની સાથે પરેડના નિરીક્ષણમાં જોડાયાં હતાં. પ્રભાવશાળી ધ્વજારોહણ બાદ સુર અને સંગીતના મરમી, ગણવેશધારી બેન્ડવાદકોએ સતત ૯૦ સેકન્ડ્‌સ સુધી સલામી ધૂન વગાડીને ત્રિરંગાને તથા મહેમાનોને સન્માન આપ્યું હતું.

આહવાડાંગના આંગણે ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતથી થતી હતી કે સવારથી જ માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો. આમ, રોમાંચક ક્રિકેટમેચની જેમ ગણતંત્ર પર્વની ઉજવણીને લોકોએ નિહાળી હતી. મોટાભાગના કાર્યક્રમોમાં સમાપન સમયે લોકો બહાર નીકળવા ઉતાવળા થઇ જતાં હોય છે. પરંતુ આ ઉજવણીની વિશેષતા એ હતી કે, મુખ્યમંત્રીશ્રી વિદાય થયા ત્યાં સુધી મંડપમાં બેસેલો અને અગાશીઓ પર ઊભેલો પ્રેક્ષકવર્ગ ખસ્યો જ ન હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યના જિલ્લા મથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી યોજીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના મુખ્યમંત્રીશ્રીની સમગ્ર દેશમાં આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે ૬૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાાદ્રી પર્વતોની વચ્ચે ડાંગના મુખ્ય મથક આહવાના આંગણે યોજાઇ હતી.

તેના પગલે છેલ્લાં પંદરેક દિવસથી રાજ્યની રાજધાની ગાંધીનગર નહીં પણ ડાંગ હોય તેવો અનુભવ ડાંગી પ્રજાએ કર્યો હતો. ડાંગની સંસ્કૃતિ અને સમૃદ્ધિની ઝાંખી કરાવતા દેશભક્તિ ગીતો અને ડાંગી સંગીતના તાલે તૈયાર કરવામાં આવેલા ડાંગી અને ભવાડા નૃત્યોની હારમાળાએ ઉપસ્થિત જનમદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્થાનિક શાળાઓના ૮૫૦ જેટલાં વિદ્યાર્થીઓના વિશાળ વૃંદે આત્માની ચેતનાનું શારીરિક બળ સાથે ભારતીય યોગ પરંપરાના વારસારૂપ કરતબો રજૂ કરીને આ સમારોહમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ સરકારી ખાતાઓ અને નિગમોએ ૧૭ જેટલાં સજાવેલા ટેબ્લોઝ (ઝાંખીઓ) ના માધ્યમથી સ્વર્ણિમ ગુજરાતની ગરવી વિકાસ યાત્રાને લોકનજરો સમક્ષ તાદૃશ્ય કરી હતી. પોલીસ બેન્ડની જોમ જગવતી સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચકદમ (માર્ચ પાસ્ટ) ગણવેશધારી ટુકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદોથી જવાનોને વધાવી લીધાં હતા.

શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા રૂવાંડા ખડા કરી દે તેવી રોમાંચક કવાયત લોકોના આકર્ષણનું કેન્દ્ર પુરવાર થઇ હતી. અંગ મરોડની પરાકાષ્ઠાનો અનુભવ કરાવતી ઍરોબિકની કવાયતો અને બેન્ડ ડિસ્પ્લેને ગગનભેદી તાળીનાદથી વધાવી લેવામાં આવ્યા હતા.

પરેડમાં શાનદાર દેખાવ માટે ચેતક કમાન્ડોને પ્રથમ, એસ.આર.પી. ગૃપ૩ને દ્વિતીય અને રક્ષાશક્તિ યુનિવર્સિટીને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત મોટર સાઇકલ પર હેરતઅંગેજ  કરતબ કરનાર મહિલા પોલીસ સેજલ રાવલ અને મિત્તલ બારોટને ટ્રોફી એનાયત કરાઇ હતી. જ્યારે ટેબ્લો વિભાગમાં વન વિભાગના ટેબ્લોને પ્રથમ, મહિલાઓ સામેના ગુનાની માહિતી આપતા ગૃહવિભાગના ટેબ્લોને દ્વિતીય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેરી વિકાસના ટેબ્લોને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વિજેતા પ્લાટન્સને ટ્રોફીઓ અને ટેબ્લોઝને ઇનામો એનાયત કર્યાં હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ  શ્રીમતી બીબીબેન ચૌધરી, વલસાડના સાંસદ શ્રી કિશનભાઇ પટેલ, નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ શ્રી ભરતસિંહ પરમાર, ડાંગના ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા,  મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતિ, રાજ્ય પોલીસ વડા શ્રી ચિત્તરંજન સિંઘ, નાણાં વિભાગના અગ્રસચિવ શ્રી વરેશ સિંહા, આદિજાતિ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજય પ્રસાદ, સાંસ્કૃતિક સચિવ ભાગ્યેસ જ્હા, પ્રભારી સચિવ શ્રી સુદીપકુમાર નંદા સહિત રાજ્ય પ્રશાસન અને પોલીસના ઉચ્ચાધિકારીઓ, સદસ્યો, સમાજજીવનના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, ગણતંત્ર પર્વમાં ઉપસ્થિત  હતાં.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PM Modi’s Policies Uphold True Spirit Of The Constitution

Media Coverage

How PM Modi’s Policies Uphold True Spirit Of The Constitution
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Maharashtra meets PM Modi
December 27, 2024

The Governor of Maharashtra, Shri C. P. Radhakrishnan, met Prime Minister Shri Narendra Modi today.

The Prime Minister’s Office handle posted on X:

“Governor of Maharashtra, Shri C. P. Radhakrishnan, met PM @narendramodi.”