રાજસ્થાનના પાલીના પ૦૦ વિદ્યાર્થીઓનું જૂથ ગુજરાતની પ્રવાસમૂલાકાતે
મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લીધી
નવી પેઢીના સશકિતકરણ માટે ગુજરાતની નવતર પહેલ:
નરેન્દ્રભાઇ મોદી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે રાજસ્થાનની પાલી હાઇસ્કુલના પ૦૦ વિદ્યાર્થીઓના જૂથે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.પાલીરાજસ્થાનની સેન્ટ હાઇસ્કુલના આ પ૦૦ વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ ગુજરાતમાં યોજાયેલો છે અને આજે વિધાનસભા પોડિઅમમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અભિવાદન કરવા તેઓ એકત્ર થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ નવી પેઢીના બૌધ્ધિક અને સર્વાંગીણ સશકિતકરણ અને વિકાસ માટે સ્કીલ ડેવલપમેન્ટ વાંચે ગુજરાત, ખેલકૂદ મહાકુંભ, શતરંજ સ્પર્ધા, ગુજરાત કવીઝ અને ફૂૃષ્ટંરૂફૂશ્વ કોમ્પ્યુટર ટેકનોલોજીના ગુજરાતે અપનાવેલા નવા આયામોની ભૂમિકા આપી હતી.