"Shri Narendra Modi visits newly created Aravalli District"
"Grand celebrations in newly created Aravalli district, CM felicitated in Modasa"
"New Aravalli district will have a population of over 10 lakh people and 6 Talukas"
"Just like Gujarat rejected the corrupt during Navnirman Movement, we need the same determination to overthrow corrupt UPA Government in Delhi"

નવરચિત અરવલ્લી જીલ્લાનો શુભારંભ મોડાસામાં યોજાયેલા અભિવાદન સમારોહમાં અભૂતપૂર્વ ઉત્સાહથી ઉમટેલી માવન મેદની નરેન્દ્ર ભાઇ મોદીએ જનશક્તિનું કર્યું અભિવાદન

સમાજના તમામ વર્ગોના અગ્રણી પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રીનું કર્યુ ઉષ્મસભર સન્માન

ગુજરાતે નવનિમાર્ણ આંદોલનથી ભ્રષ્ટિ શાસકોને દૂર કરેલા – આજે આ જ મિજાજથી દિલ્હીના ભ્રષ્ટાચારી શાસકોને ફેંકી દેવા દેશની જનતાને મુખ્યીમંત્રીશ્રીનું આહવાન

પ્રધાનમંત્રી પદનું ગૌરવ કોણે હણી નાખ્યું ? – મુખ્યમંત્રીશ્રીનો સણસણતો સવાલ

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રીભાઇ મોદીએ નવરચિત અરવલ્લીખ જીલ્લામાં યોજાયેલા અભિવાદન સમારોહમાં ગુજરાતના તમામ શહેરોમાં આંતરિક રીતે વિકાસમા પાછળ રહી ગયેલા વિસ્તાનરોને વિકાસની મુખ્યશ ધારામાં લાવવા માટે મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરાશે એવો નિર્દેશ આપ્યો હતો.મુખ્યેમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્રત સરકારમાંથી દેશની જનતાનો ભરોસો ઉઠી ગયો છે ત્યારે ગુજરાત સરકાર જનતાનો અપાર ભરોસો છે કારણ કે જનતાને વિકાસ નરી આંખે દેખાય છે. એટલે જ જનતાએ આ રાજ્ય સરકાર ઉપર ત્રણ-ત્રણ વાર અપાર પ્રેમ વરસાવ્યોદ છે. વિકાસ જ આ સરકારનો મંત્ર છે અને એમાં વિરામને કોઇ સ્થાયન નથી.

રાજ્યમાં આઝાદી પર્વના પાવન અવસરે સાત નવા જિલ્લા્ઓ વિધીવત શરૂ થઇ જતાં જિલ્લાઓમાં જનતા જનાર્દનમાં ભારે ઉત્સા હ-આનંદનું વાતાવરણ સર્જાયું છે. મુખ્યમત્રીશ્રીએ પ્રત્યેક નવા જિલ્લાના મુખ્યમથકે જઇને જનતાનુ અભિવાદન કરવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. શનિવારે નવા મોરબી જિલ્લાનમાં અભિવાદન પછી આજે રવિવારે શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સાબરકાંઠામાંથી નવરચિત અરવલ્લી જીલ્લા ની જનશિકતનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મોડાસામાં આજે અભૂતપૂર્વ જનઉત્સલવનું વાતાવરણ હતું. શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનું ઉષ્માભર્યુ સન્માન સમાજના તમામ વર્ગોમાંથી આવેલા અગ્રણી-પતિનિધિઓએ, સમાજસેવી સંસ્થા ઓએ કર્યું હતું. નવરચિત અરવલ્લીજીલ્લામાં મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકાનો સમાવેશ થયો છે. જેની કુલ જનસંખ્યા ૧૦.૨૭ લાખથી અધિક છે અને ૬૭૬ ગામો તથા ૩૦૬ ગ્રામપંચાયતોને આવરી લેવામાં આવ્યાક છે.

અરવલ્લી જીલ્લો સામર્થ્યયવાન અને શકિતવાન બની રહેવાનો છે તેવો વિશ્વાકસ વ્યુકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, બુધ્ધે ભગવાનના પવિત્ર અવશેષોની વિરાસત અને શામળાજી-કાળીયા ઠાકોરની આધ્યા્ત્મિક વિરાસત એવા આ અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ આદિવાસી શિક્ષિત જનસમાજ છે. આ અરવલ્લીગિરિમાળાના સૌથી વધુ આદીવાસી જવાનિયા દેશની સેવા માટે સેનામાં જોડાય છે.દેશમાં પ્રધાનમંત્રી પદનું ગૌરવ હણી નાખવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રીપદની ગરિમા નબળી પડતાં નીચેના સ્તારે અને પાછલી સીટો પર બેસીને ભ્રષ્ટાચાર અને સત્તા ની ભાગબટાઇ તથા ભોગવટાના કારસ્તાનો ચાલી રહ્યા છે. આ દૂર્દશા માટે કોણ જવાબદાર છે ? ગુજરાતના નાગરિકો અને જવાનોએ ભ્રષ્ટાચાર સામે ૧૯૭૪માં નવનિમાર્ણ આંદોલન ચલાવી તત્કા લિન સરકારના ઝુલ્મો-અત્યાચારો ઝીલીને પણ ભ્રષ્ટ શાસકોને ફેંકી દીધા હતા. હવે આ જ મિજાજથી હિન્દુાસ્તાનને ભ્રષ્ટા ચારી શાસકોથી મુકત કરવાનો સમય પાકી ગયો છે.

સત્યના પગલે ચાલીને આપણે જાનની બાઝી લગાવીશું તો આપો આપ પરિવર્તન લાવી શકીશું. દેશ અંધકારમાં ડૂબી ગયો છે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, ગુજરાતના નવનિર્માણના આંદોલનમાંથી પ્રેરણા લઇ ભ્રષ્ટાચારી શાસકોથી ભારતને મુકત કરવા યુવાનોને અને જનતાને પ્રેરક આહવાન કર્યું હતું. અમારી સરકાર પોતાના જયજયકાર માટે નહિં પણ ગુજરાતના જયજયકાર માટે રાત-દિવસ પુરુષાર્થ કરી રહી છે અને તેથી જ દેશના ખૂણે ખૂણે ગુજરાતના વિકાસનો જયજયકાર અને ગૌરવ થઇ રહ્યા છે એમ શ્રી નરેન્દ્રાભાઇ મોદીએ જણાવ્યું હતું. જનતાને જેટલો વિકાસનો સંતોષ છે એ અમારે મન વિકાસની શરૂઆત જ છે, અને ગુજરાતને એવી ઉંચાઇ ઉપર લઇ જવું છે જે દુનિયાનું ગૌરવ બને એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

અમારે મન વિકાસ એ ચૂંટણીઓ જીતવાનો મુદ્દો નથી જ નથી. વિકાસથી સામાન્યમાં સામાન્ય માનવીના જીવનધોરણને ઉંચુ લાવવું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ડીસેમ્બાર – ૨૦૧૨માં ગુજરાતની જનતાએ તો આ સરકારને ડીસ્ટીંક્શન માર્કથી પાસ કરી દીધી છે. હવે ૨૦૧૪માં કેન્દ્ર૨ની સરકારે દેશની જનતાને હિસાબ આપવાની પરીક્ષાની ઘડી આવી પહોંચી છે. ગુજરાતમાંથી વાળી-ચોળીને સાફ કરી દીધાં છે. હવે દેશની જનતા આ અવસરની રાહ જોઇ રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ દેશમાં યોજનાપૂર્વક સરદાર પટેલને ભૂલાવી દેવાનો કારસો રચાયો હતો પણ ગુજરાત કયારેય આવા કારસાને સફળ નહીં થવા દે અને એટલે જ ગુજરાતમાં સરદાર પટેલની ભવ્ય પ્રતિમા – “સ્ટેયચ્યુ ઓફ યુનિટી” નું નિર્માણ કરવાનું નકકી કરાયું છે. સરદાર પટેલ લોહપુરુષ ઉપરાંત કિસાનપુત્ર અને અખંડિતતાનું પ્રતિક હતા એટલે જ દેશના તમામ ગામોમાંથી ખેતીમાં વપરાયેલા લોખંડના ઓજારના ટૂકડા એકત્ર કરાશે અને તેને ઓગાળીને તેનો સરદાર સરોવર બંધના નિમાર્ણ સ્થાળે આકાર લેનારા આ પ્રોજેટક માટે કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.

ભૂતકાળમાં મોડાસા-કપડવંજ રેલ્વેલાઇન માટે જબરજસ્ત જનઆંદોલન થયેલું તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે રેલ્વેનલાઇન પછી તેની ઉપયોગિતા નગણ્ય થઈ ગઈ પરંતુ અરવલ્લી જિલ્લો દીર્ઘદ્રષ્ટા વ્યવસ્થાપનનું એવું પગલું છે જે આગામી દશકમાં આદિવાસીઓ સહિત પછાત વર્ગોની કાયાપલટ કરી વિકાસમાં પોતાનું કૌવત બતાવશે. ગુજરાતનો સૌ પ્રથમ ખાનગી ક્ષેત્રનો પાંચ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ મોડાસામાં ખડોદા ખાતે બન્યો હતો જે અરવલ્લી જિલ્લાનું ગૌરવ બની ગયો છે એમ તેમણે જણાવ્યું હતું.

દેશમાં કેન્દ્ર સરકારની વહીવટી નિષ્ફળતાઓએ ચોતરફ સંકટો નોંતર્યા છે ત્યારે ગુજરાતમાં વહીવટી કાર્ય સંસ્કૃતિનું સશક્તિકરણ અને વિકેન્દ્રીકરણ કરી જનતાને વિકાસમાં ભાગીદાર બનાવી છે આ સંદર્ભમાં તાલુકાને વહીવટ અને વિકાસનું સક્ષમ એકમ બનાવવા “આપણો તાલુકો- વાઈબ્રન્ટ તાલુકો”નો પ્રોજેક્ટ શરુ કર્યો અને રાજ્યમાં પ્રાંત કચેરીઓ બમણી કરી ૧૦૨ પ્રાંત બનાવ્યા છે. તાલુકા-તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા થઈ રહી છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

નવરચિત અરવલ્લીલ જિલ્લાના અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિકત સામાજીક ન્યા૧ય અને અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી્ની ગિરિકંદરાઓ વચ્ચે આવેલ અને શિક્ષણનગરી એવી મોડાસા તથા અન્ય પાંચ તાલુકાઓથી નવરચિત અરવલ્લીનું સ્વદતંત્ર જિલ્લા તરીકે અલગ અસ્તિત્વ્ અમલમાં આવતા જિલ્લામાં સમાવિષ્ટિ તાલુકાઓના પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઇ છે. મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ધરતીપુત્રોની જીવનદોરી સમાન સિંચાઇની સુવિધાથી આ જિલ્લો નવપલ્લિત થશે. અરવલ્લી્ અલગ જિલ્લો બનતા જિલ્લામાં સમાવિષ્ટલોકોના પ્રશ્નોના ઉકેલ માટે સરળતાથી નિર્ણય પ્રક્રિયા થઇ શકશે.

અભિવાદન સમારોહમાં જિલ્લા પ્રભારી અને કાયદારાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, મુખ્ય મંત્રીના સુચારૂ આયોજનથી તાલુકોઓના વિકાસ અને વહિવટી પ્રકિયા સરળ કરવા જિલ્લારઓની પુન રચના કરવામાં આવી છે. મંત્રીશ્રીએ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેથખ કરતા જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસનો યજ્ઞ આદર્યો છે. જેના ધ્વારા જિલ્લા ઓમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં સુ-શાસન અને સલામતી સ્થંપાઇ છે. જેના થકી ગુજરાતે વિકાસની નવી દિશા કંડારીને વિકાસનુ નવુ મોડલ ઉભુ કર્યુ છે.

કાર્યક્રમમાં ઉપસ્થિ્ત સાસંદ શ્રી ડૉ. મહેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, જિલ્લાવાસીઓની ૫૦ વર્ષ જુની માંગણી આજે સાકાર થઇ છે. જિલ્લાનુ વિભાજન થતા મોડાસા- કપડવંજ રેલવે માર્ગનો પ્રાણ પ્રશ્નં ઉકેલાયો છે. એમ જણાવી જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવ્યાં હતા. અરવલ્લી જિલ્લાગ કલેકટરશ્રી બી.જે.ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ અભિવાદન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ગૃહમંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી દિલીપસિંહ પરમાર, ઉદેસિંહ ઝાલા, ભીખીબેન પરમાર, ગુડાના ચેરમેનશ્રી અશોકભાઇ ભાવસાર, સહિત જિલ્લામ પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિ, સાબરકાંઠા જિલ્લાન કલેકટરશ્રી બંછાનિધિ પાની, જિલ્લાપ વિકાસ અધિકારીશ્રી નાગરાજન.એમ સહિત જિલ્લાખના તથા તાલુકાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિ્ત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi