આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહિલા અગ્રણી મહિલા વૈજ્ઞાનિકોના નામે 11 ચેર જાહેર કરવામાં આવી છે. મહિલાઓને પ્રેરણા, પ્રોત્સાહન અને સશક્તીકરણ માટે તેમજ વિવિધ ક્ષેત્રોમાં યુવા મહિલા સંશોધકોને આગળ વધવા માટે યોગ્ય સ્વીકૃતી મળે તેવા આશયથી આ જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓના સશક્તીકરણ માટે કેટલીક યોજનાઓની જાહેરાત કરી હતી અને પ્રસ્તાવ આ વર્ષની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ ‘વિજ્ઞાનમાં મહિલાઓ’ને અનુરૂપ છે.
કૃષિ, બાયો ટેકનોલોજી, ઇમ્યુનોલોજી, ફાઇટોમેડિસિન, જૈવ રસાયણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, સમાજવિજ્ઞાન, ભૂમિ વિજ્ઞાન અને હવામાનશાસ્ત્ર, એન્જિનિયરિંગ, ગણિતશાસ્ત્ર તેમજ ભૌતિકશાસ્ત્ર અને મૂળભૂત સંશોધન સહિત વિવિધ ક્ષેત્રમાં 11 ચેર પ્રસ્થાપિત કરવામાં આવી છે.
પ્રસ્થાપિત કરવામાં આવેલી ચેરમાંથી એક ચેર ખ્યાતનામ એન્થ્રોપોલોજિસ્ટ ડૉ. ઇરાવતી કાર્વેના નામે છે.
તેની વિગતો નીચે અનુસાર છે:
અનુક્રમ નંબર |
ચેર પ્રસ્થાપિત કરવામાં આવી હોય તેમનું નામ |
વૈજ્ઞાનિક જે ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તેનું નામ |
1. |
ડૉ. અર્ચના શર્મા (1932-2008) ખ્યાતનામ સાઇટોજેનેટિસ્ટ |
કૃષિ અને સંબંધિત સંશોધન |
2. |
ડૉ. જાનકી અમ્માલ (1897-1984) અગ્રણી વનસ્પતિશાસ્ત્રી |
બાયો ટેકનોલોજી |
3. |
ડૉ. દર્શન રંગનાથન (1941-2001) ઓર્ગેનિક કેમિસ્ટ |
ઇમ્યુનોલોજી |
4. |
ડૉ. આશીમાં ચેટર્જી (1917-2006) પરમોત્કૃષ્ટ રસાયણશાસ્ત્રી |
જૈવ રસાયણ વિજ્ઞાન, ફાયટોમેડિસિન |
5. |
ડૉ. કદમ્બીની ગાંગુલી (1861-1923) એક ડૉક્ટર જેમણે માન્યતા તોડી |
ચિકિત્સાશાસ્ત્ર |
6. |
ડૉ. ઇરાવતી કાર્વે (1905-1970) માનવ અભ્યાસ કરનાર |
સમાજવિજ્ઞાન |
7. |
ડૉ. અન્ના મણી (1918-2001) અગ્રણી ભારતીય હવામાનશાસ્ત્રી |
હવામાનશાસ્ત્ર |
8. |
ડૉ. રાજેશ્વરી ચેટર્જી (1922-2010) કર્ણાટક રાજ્યના પ્રથમ મહિલા એન્જિનિયર |
એન્જિનિયરિંગ |
9. |
ડૉ. રમણ પરિમાલા (જન્મ.1948) ગણિતશાસ્ત્રી (ભટનાગર પુરસ્કાર, 1987) |
ગણિતશાસ્ત્ર |
10. |
વિભા ચૌધરી (1913-1991) |
ભૌતિકશાસ્ત્ર |
11. |
કમલ રાનાદીવ (8 નવેમ્બર 1917-2001) (ચિકિત્સાશાસ્ત્ર) |
બાયોમેડિકલ સંશોધન |