૧૯૬૮ના ગોલ્ડન કંટ્રોલ એકટના કારણે જ સોનાની દાણચોરીના માફિયા ગેંગો અને દેશવિરોધી સંકટોથી અર્થતંત્ર તબાહ થઇ ગયેલું- તેનું પૂનરાવર્તન કરશો નહી
સોના અંગેની કેન્દ્ર સરકારની ખોટી નીતિએ સોનુ દેશના અર્થતંત્રનું વિલન બની ગયું
ભારત સરકાર સુવર્ણકારોના કૌશલ્યવર્ધન, મૂલ્યવર્ધન જવેલરીની નિકાસ માટે પ્રોત્સાહન આપે
રાજ્યોએ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ કાર્યરત કરવી જોઇએ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મુંબઇમાં યોજાયેલી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન સમિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફીરન્સ માધ્યમથી ઉદ્દઘાટન કરતા કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારની સોના અંગેની નીતિની ટીકા કરતા જણાવ્યું હતું કે ભારતીય પરંપરામાં જે સોનાનો મહિમા છે તેનાથી વિમુખ થઇને સોનાને દેશના અર્થતંત્રમાં વિલનની ભૂમિકામાં મૂકી દેવામાં આવ્યું છે.
બોમ્બે બુલિયન્સિ એસોસિયેશનના ઉપક્રમે ભારતની આ પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન સમિટને સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ યુપીએ સરકારને એવી ચેતવણી આપી હતી કે જો સોનાની આયાત ઉપરના નિયંત્રણોની વિપરીત અસર પડશે તો ભૂતકાળના ૧૯૬૮ના સુવર્ણ અંકુશ ધારાએ ભારતમાં સોનાની દાણચોરીના ગેંગ માફિયા અને તેની પાછળ નારકોટીક ડ્રગ્ઝ , શષા-દારૂગોળો, બોગસ કરન્સી અને આતંકવાદના સંકટોથી દેશને તબાહ કરનારાના હાથોથી ફરીથી દેશનું અર્થતંત્ર સમસ્યાગ્રસ્ત બની જશે.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ બુલિયન એસોસિયેશનને પણ ભારત સરકારની સોના અંગેની નીતિઓ સામે સમયોચિત અવાજ ઉઠાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્પોષ્ટપણે સૂચન કર્યું હતું કે સોનાના દાગીના (જવેલરી) બનાવવાનું જે હસ્તોકલા કૌશલ્ય ભારતના સુવર્ણકારોમાં છે તેમનું સ્કીલ અપગ્રેડેશન કરવાની યોજનાને વ્યાપક ફલક ઉપર પ્રોત્સાહિત કરવી જોઇએ જેથી દુનિયામાં હેન્ડ મેઇડ ગોલ્ડ જવેલરી માટેની લોકપ્રિય માંગ છે તેના બજાર ઉપર ભારતીય સુવર્ણકારોનો પ્રભાવ જળવાઇ રહે.
ભારતમાં દરેક રાજ્યોએ પોતાની એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ જેવી નિકાસને પ્રોત્સાહન આપવા માટેની સંસ્થા્ ઉભી કરવાનો સમય પાકી ગયો છે તેમ જણાવતા શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ઉમેર્યું કે ભારત સરકારે તો જે રાજ્ય સૌથી વધારે નિકાસ કરે તેને વિશેષ પ્રોત્સાહનો આપવાની નીતિ અપનાવવી જોઇએ.
ભારતમાં સદીઓથી સમાજજીવનના હરેક ક્ષેત્રમાં "સોનુ" માત્ર આર્થિક સાધન નથી રહયું પરંતુ કોઇપણ સારા કામ માટે "સોનુ" ગૌરવ મહાત્ય્માત બની ગયેલું છે. આયુર્વેદમાં સુવર્ણભષ્મુ અને સુવર્ણપ્રાશ જેવી ચિકિત્સાનો મહિમા તબીબી વિજ્ઞાને પણ સ્વીકારેલો છે અને મુસિબતના પ્રસંગે કે દીકરીઓના ભવિષ્યચની સુરક્ષા માટે નાનામાં નાનો વ્યકિત-પરિવાર પણ "સોના" માટે સુરક્ષાનો અહેસાસ કરી શકે છે જ્યારે સરકાર ઉપર જનતાનો ભરોસો રહયો નથી. શેરબજારોની ઉથલ-પાથલ અને રૂપિયાના અવમૂલ્યન અને સતત ઘસારાના કારણે "સોનુ" એ પરિવારની સંકટની ઘડીનું સુરક્ષા સાધન છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ૧૯૬૮માં સુવર્ણ અંકુશ ધારાનો અમલ તેનો હેતુ બર લાવી શકયો નહીં અને ત્યારબાદ ૧૯૯૧ સુધી તો સોનાની દાણચોરી અને તેના પછીના દેશને બરબાદ કરનારા સંકટોની ગેંગોએ માથુ ઉચકયું હતું, પરંતુ યુ.પી.એ. કોંગ્રેસની કેન્દ્રર સરકારમાં તો સોનું 'દવા'ને બદલે 'દર્દ' બનીને વકર્યું છે જે કેન્દ્રની ખોટી નીતિનું પાપ છે, તેની ભૂમિકા આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સુવર્ણ નિયંત્રણ ધારાએ દેશના લાખો સુવર્ણકારોની રોજી-રોટી છીનવી લઇને કેટલાયને આત્મહત્યાના માર્ગે ધકેલી દીધા હતા. કોંગ્રેસની આ નીતિએ સુવર્ણકારોની બે-બે પેઢીઓના જીવતર તબાહ કરી દીધા હતા. અત્યારની યુપીએ સરકારના મંત્રીઓ દેશની સામે ઉભા કરેલા સંકટોના સમાધાન માટે પણ વિચિત્ર વલણ અપનાવતા રહયા છે અને તેના કારણે સમસ્યાઓ વધુ વકરતી જાય છે. ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે સરકારો જો જનમાનસની પરંપરાથી વિમુખ થઇ જાય તો તે યોગ્યો નિર્ણયો લઇ શકતી નથી.
મુખ્યમંત્રીશ્રીએ ભારતના સોના-ઝવેરાતના દાગીના બનાવવાનું હસ્તકલા કૌશલ્યનું સામર્થ્ય ધરાવતા સુવર્ણકારોની પેઢી માટે કૌશલ્યાવર્ધનના કાર્યક્રમોને પ્રોત્સાયહનો આપવા અને સોનાના મૂલ્યવર્ધિત ઘરેણાં-જવેલરીના બજારો સર કરવા માટે કુશળ માનવસંસાધન વિકાસ માટે ભાર મૂકયો હતો.
તેમણે રિઝર્વ બેન્કના અભ્યાસ જૂથના અહેવાલનો ઉલ્લેખ કરી જણાવ્યું કે લોકોમાં સોનાની માંગ સાથે ભાવને સંબંધ નથી તેથી સોનાની આયાત ઉપરની ડયુટી લગાવવાથી સોનુ મોંઘુ થશે પણ તેની ખરીદી ઉપર વિશેષ પ્રભાવ પડવાનો નથી, આપણું લક્ષ્ય સોનાની જવેલરી અને મૂલ્ય વર્ધિત ઘરેણાની નિકાસ મહત્તમ કઇ રીતે વધે તેના માટેના પ્રોત્સાવહનો શું હોય અને સુવર્ણકારોનું સશકિતકરણ કઇ રીતે થાય તેના ઉપર હોવું જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ હાઉસ હોલ્ડ ગોલ્ડ લોકોના ઘરમાં રહેલા સોનાને દેશની આર્થિક પ્રવૃત્તિમાં રૂપાંતર કરવા માટેની જરૂર ઉપર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું કે પેટ્રોલીયમ પેદાશોની આયાતો સૌથી વધારે છે પરંતુ કોલસો, આયર્ન ઓર જેવી દેશની ધરતી ઉપરની અસ્કશયામતોનો મહત્તમ ઉપયોગ કરવાની નીતિ અપનાવવાની જરૂર છે. શા માટે એની મહત્તમ આયાત કરવી પડે? આ માટેનું કૌશલ્ય અને ક્ષમતા આપણી પાસે છે પણ સરકાર અનિર્ણાયક બનેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ભારતમાં આજે પણ ગ્રામીણ ક્ષેત્રમાં બેન્કોની શાખાઓ માત્ર છ ટકા છે ત્યારે ગ્રામીણ જનતા માટે તેના બચતના નાણાં રોકવાનું ઉત્તમ સાધન હોય તો તે સોનામાં રોકાણ છે. કેન્દ્રની સરકારની નીતિઓ અને નિયત ઉપર હવે કોઇને ભરોસો રહયો નથી એવો માર્મિક ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યુ કે સાર્વજનિક જીવનમાં વૈચારિક વિરોધ એ લોકતંત્રની સાચી તાકાત છે પરંતુ કેન્દ્રની સરકાર "સોનેકી ચિડિયા" ના દેશના પ્રાચિન વૈભવ માટે યોગ્ય માર્ગ લેવાને બદલે જેઓ સંવેદના વ્ય કત કરે છે તેને જૂઠ્ઠાણાથી હેરાન પરેશાન કરે છે. બુલિયન એસોસિયેશનને તેમના પ્રશ્નો માટે પોતે સંવેદનશીલ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.