પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 28 ઓગસ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનીકરણ કરાયેલ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારક ખાતે વિકસિત મ્યુઝિયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઇવેન્ટ સંકુલને અપગ્રેડ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી બહુવિધ વિકાસ પહેલને પણ પ્રદર્શિત કરશે.














