અરુણાચલ પ્રદેશથી એક યુવા વિદ્યાર્થીએ પ્રધાનમંત્રી મોદીને ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન મૂળભૂત અધિકારો અને ફરજોના મહત્વ વિષે પ્રશ્ન પૂછ્યો હતો.
આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રધાનમંત્રી મોદીએ એક નાગરિકની ફરજો અને અધિકારોની ખૂબ સરળ ભાષામાં વ્યાખ્યા કરી. “આપણા અધિકારો અને ફરજોની વચ્ચે એક પ્રત્યક્ષ જોડાણ છે. આપણા અધિકારો પ્રત્યક્ષપણે અન્ય દ્વારા અદા કરવામાં આવતી ફરજો પર નિર્ભર છે. જો એક શિક્ષક યોગ્ય રીતે પોતાની ફરજ નિભાવે તો શિક્ષણ મેળવવાનો વિદ્યાર્થીનો અધિકાર સુરક્ષિત છે.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ એ બાબત નોંધી કે અરુણાચલ પ્રદેશ ભારતનું એક એવું રાજ્ય છે કે જ્યાં લોકો મળે તો એકબીજાને ‘જય હિંદ’ કહીને આવકારે છે. તેમણે લોકોને વેકેશન દરમિયાન પૂર્વોત્તરની મુલાકાત લેવા અને ત્યાંનો અનુભવ કરવા પણ વિનંતી કરી હતી.