આપણો મંત્ર હોવો જોઈએ: ‘બેટા બેટી, એક સમાન’
ચાલો આપણે કન્યા જન્મનો ઉત્સવ ઉજવીએ. આપણે આપણી દીકરીઓ બાબતે પણ એટલા જ ગૌરવાન્વિત હોવા જોઈએ. હું તમને વિનંતી કરું છું કે જ્યારે તમારી દીકરી જન્મે ત્યારે એ ઘટનાને ઉજવવા માટે પાંચ છોડ વાવો.
~ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણની જાગૃતિ આગળ વધારવા માટે આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ કહે છે કે ભારતને માત્ર મહિલા સશક્તિકરણની જ જરૂર નથી, પરંતુ મહિલાઓના નેતૃત્ત્વ હેઠળના સશક્તિકરણની જરૂર છે જે આપણા વિકાસની સીમાઓને આગળ લઇ જવા માટે આગળ પડતી શક્તિ બની રહેશે.
એ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકાર વ્યાપક મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપી રહી છે.
બાળકીનું સંરક્ષણ અને સશક્તિકરણ
બેટી બચાઓ બેટી પઢાઓ પહેલ 2015ની શરૂઆતમાં આપણો સમાજ જે રીતે બાળકીને જુએ છે તેમાં પરિવર્તનીય બદલાવ લાવવાની શરૂઆત કરવા માટે શરુ કરવામાં આવી હતી. જમીન પર તાલીમ, સ્વચ્છતા, જાગૃતિ વધારીને અને સમાજને એકઠો કરીને માનસિકતામાં બદલાવ લાવવા પર મોટો ભાર મુકવામાં આવ્યો છે. આ પ્રયાસોને લીધે લિંગ અંગે સંવેદનશીલ તરીકે ઓળખ કરવામાં આવેલા 104 જિલ્લાઓમાં જન્મ સમયની લિંગ સરેરાશમાં સુધારો આવ્યો છે. 119 જિલ્લાઓમાં પ્રથમ ત્રિમાસિકગાળામાં રજીસ્ટ્રેશનની સંખ્યામાં સુધારો જોવા મળ્યો છે જ્યારે 146 જિલ્લાઓમાં સંસ્થાકીય ડિલીવરી સુધરી છે. આ જિલ્લાઓમાં કરવામાં આવેલી પહેલની સફળતાથી પ્રેરાઈને BBBP ને હવે દેશના તમામ 640 જિલ્લાઓમાં વિસ્તારી દેવામાં આવી છે.
કન્યાના સશક્તિકરણ માટે શિક્ષણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સરકારના પ્રયાસોને કારણે, જેવીકે કન્યાના શિક્ષણ માટે વિવિધ સ્કોલરશીપ, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓની દાખલ થવાની સંખ્યા વધી રહી છે.
કન્યાઓ માટે નાણાકીય સુરક્ષાને સુનિશ્ચિત બનાવવા માટે પ્રધાન મંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના શરુ કરવામાં આવી છે. તેને મળેલી અદભુત સફળતા એ રીતે જોઈ શકાય છે કે 1.26 કરોડથી પણ વધારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા અને તેમાં રૂ. 20,000 કરોડ જમા કરવામાં આવ્યા છે.
નાણાકીય સમાવેશ અને નાણાકીય સશક્તિકરણ
મહિલાઓના નાણાકીય સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે, તેમને ઔપચારિક નાણાકીય સંસ્થાઓના લાભાર્થીઓ બનાવવા એ મહત્ત્વનું અને સક્ષમ કદમ છે. મહિલાઓ પાસે એવી ઘણી કુશળતાઓ છે જેને નાણાકીય મૂડીની જરૂર હોય છે જે આ કૌશલ્યને સફળ આંત્ર્પ્રીન્યોરશીપ તકમાં પરિવર્તિત કરી શકે. MUDRA યોજના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા શરુ કરવામાં આવી હતી અને જે આંત્ર્પ્રીન્યોર્સને વગર જામીન ઋણ આપે છે તે તેમને પોતાના સપનાઓ સાકાર કરવામાં મદદ કરે છે.
એક અન્ય કાર્યક્રમ, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પણ મહિલાઓ અથવા SC/ST આંત્ર્પ્રીન્યોર્સને રૂ. 1 કરોડ સુધીનું આંત્ર્પ્રીન્યોર્સ ઋણ આપે છે. મહિલાઓ આ કાર્યક્રમોને અત્યંત સફળ બનાવવા માટે આગળ પડતી ભૂમિકા ભજવી રહી છે. MUDRA અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા એમ બંને કાર્યક્રમોમાંથી 9 કરોડ મહિલાઓએ આંત્ર્પ્રીન્યોરશીપ ઋણ લીધા છે. MUDRA લાભાર્થીઓમાં 70% હિસ્સો મહિલાઓનો છે.
માતાઓની સંભાળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સગર્ભા માતાઓ અને તાજા જન્મેલા બાળકોની માતાઓના કલ્યાણને સરળ બનાવવા માટે વિવિધ પગલાઓની શરૂઆત કરી છે.
મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) એક્ટ 2017 દ્વારા સરકારે એ સુનિશ્ચિત કર્યું છે જે મહિલાઓ માટે વેતન સાથેની રજાઓ 26 અઠવાડિયાઓ માટે વધારી આપવામાં આવે જે અગાઉ 12 અઠવાડિયાની હતી. આ લાભ સમગ્ર વિશ્વમાં સહુથી વધુ સમયના થતા લાભોમાંથી એક છે.
હાલમાં જ શરુ કરવામાં આવેલું POSHAN અભિયાન એ બહુઆયામી હસ્તક્ષેપ દ્વારા કુપોષણ સામે લડવાનો પોતાની રીતની પ્રથમ પહેલ છે. વિવિધ મંત્રાલયો સાથે મળીને એ સુનિશ્ચિત કરે છે કે કુપોષણ સામેની આ લડાઈમાં ટેક્નોલોજીની તાકાતનો ઉપયોગ કરીને લક્ષિત અભિગમ દાખવવામાં આવે.
મિશન ઇન્દ્રધનુષ એ એક વિશાળ આંદોલન છે જેનું લક્ષ્ય રસીકરણ દ્વારા ગર્ભવતી મહિલાઓ અને બાળકોની તંદુરસ્તીમાં સુધારો લાવે. એ આંદોલનના પ્રકારમાં એક એવો હસ્તક્ષેપ છે જેના દ્વારા 80 લાખથી પણ વધારે સગર્ભા મહિલાઓને રોગપ્રતિકારક બનાવવામાં આવી છે.
પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના એ એક એવી પહેલ છે જે સગર્ભા મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી માતાઓને આર્થિક ટેકો પૂરો પાડે છે. તે સમયસરની તપાસ સુનિશ્ચિત કરે છે જે માતાઓ અને બાળકોની તંદુરસ્તી માટે અત્યંત મહત્ત્વનું પરીબળ છે. બહેતર પોષણ માટે સક્ષમ બનાવવા સગર્ભા અથવાતો સ્તનપાન કરાવતી માતાઓને રુ. 6,000નું રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે. દર વર્ષે PMMVY દ્વારા 50 લાખથી પણ વધુ મહિલાઓ લાભાન્વિત થવાની આશા છે.
ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાઓને શોધી કાઢવી એ માતાઓ અને બાળકો માટે બહેતર તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે અત્યંત જરૂરી છે. પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્ત્વ અભિયાને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12,900 વધારાના આરોગ્ય સુવિધા કેન્દ્રોમાં 1.16 પૂર્વ પ્રસૂતિની તપાસ સુનિશ્ચિત કરી છે. આ પહેલ દ્વારા NDA સરકારે 6 લાખથી પણ ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાની ઓળખ કરી છે.
મહિલાઓના કલ્યાણ માટે અનોખા કાર્યક્રમો
પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત એ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકારના મહત્ત્વના કાર્યક્રમો છે, તેઓ સમગ્ર દેશમાં લોકજીભે ચડી ગયા છે. આ બંને કાર્યક્રમોએ કરોડો મહિલાઓના જીવનધોરણમાં સુધારો લાવ્યો છે, ખાસ કરીને ગરીબ વર્ગની મહિલાઓમાં.
ઉજ્જવલા યોજના, એક એવો કાર્યક્રમ જે મફતમાં LPG કનેક્શનસ આપે છે તેણે પોતાની સમયમર્યાદા અગાઉજ 5.33 કરોડ કનેક્શનસ નોંધ્યા છે તે હવે વધારાના 8 કરોડ કનેક્શનસના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે. તે મહિલાઓને તંદુરસ્ત, ધુમ્રરહિત જીવન પૂરું પાડવા સાથે તેમને ઇંધણ માટેના લાકડા શોધવામાં વપરાતા સમય અને ઉર્જાની બચત કરવામાં પણ મદદ કરે છે.
સ્વચ્છ ભારતે સ્વચ્છતામાં આંદોલન શરુ કર્યું છે અને મહિલાઓ માટે સુરક્ષિત સ્વચ્છતા ઉપલબ્ધ કરાવી છે. 8.23 કરોડથી પણ વધુ શૌચાલયો બાંધવામાં આવ્યા છે અને 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 4.25 લાખ ગામડાઓ ODF (ખુલ્લામાં શૌચ મુક્ત) જાહેર કરવામાં આવ્યા છે. ભારતનો કુલ સ્વચ્છતા વિસ્તાર જે ઓક્ટોબર 2014માં 38.7% હતો તે હવે 91.3% થયો છે, માત્ર 4 વર્ષમાં આટલી લાંબી ફલાંગ સ્વચ્છ ભારત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોને આભારી છે.
સામાજિક સશક્તિકરણ અને ન્યાય
મહિલાઓનું સામાજિક સશક્તિકરણ એ તેમના સર્વાંગી વિકાસ અને પ્રતિષ્ઠાને સુનિશ્ચિત કરવા માટેનું જરૂરી પાસું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મહિલાઓના સામાજિક સશક્તિકરણને સુનિશ્ચિત બનાવવા માટે ઘણા બધા પગલાં લીધા છે.
મહિલાઓના નામે સ્થાવર મિલકતોની હાજરી વધે તે માટે પ્રધાન મંત્રી આવાસ યોજના મહિલાઓને પ્રાથમિકતા આપે છે.
પાસપોર્ટના નિયમો એકલી માતા માટે હળવા કરવામાં આવ્યા છે જેથી તેઓ પ્રક્રિયામાંથી કોઇપણ પ્રકારની તકલીફો વગર પસાર થઇ શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકાર મુસ્લિમ મહિલાઓના હક્ક માટે તેમની પડખે ઉભી રહી છે. સરકારે એક મહત્ત્વના સુધારા તરીકે એ સુનિશ્ચિત કર્યું છે કે મહિલાઓ હવે પુરુષ વાલી વગર હજ કરી શકે. અગાઉ પુરુષ વાલીની હાજરી એક જરૂરી શરત હતી.
એક મહત્ત્વની ઘટનામાં ન્યાય ત્યારે સુનિશ્ચિત થયો જ્યારે એક બીલ જે મુસ્લિમ મહિલાઓને ટ્રીપલ તલાક વિરુદ્ધ સશક્ત બનાવે છે તે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે મહિલાઓના સશક્તિકરણમાં લાંબા ડગ ભરવામાં આવે અને એ પણ માત્ર મહિલાઓના વિકાસ દ્વારા નહીં પરંતુ મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસ દ્વારા.