"Shri Narendra Modi addresses students of Fergusson College, Pune"
"Shri Modi inaugurates renovated College auditorium of Fergusson College and visits the room where Veer Savarkar stayed as a student of Fergusson College"
"Shri Modi stresses on education, research and human resource development as key aspects of nation building"
"Youth of India is very talented to solve the problems of India and the world, only that they need the right opportunities: Shri Modi"
"What I am speaking are the words of the over 2500 youngsters who responded enthusiastically to my request for sharing thoughts, views and ideas on various issues surrounding the nation: Shri Modi"
"We are blessed to be the world’s most youthful nation. A nation with such a youth cannot have a dark future: Shri Modi"
"We have to decide if we have to focus on university building or building the university. Buildings interest people because tenders are involved: Shri Modi"
"From a man-making mission, education has now come to become a moneymaking machine, which is unfortunate: Shri Modi"
"Some are interested only in power whereas we are interested in EMPOWR. That is the difference: Shri Modi"

ભારતના યુવાનોમાં જે સામર્થ્ય્ છે તેનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીએ

ગુરૂકુલથી વિશ્વકુલની ભારતીય શિક્ષણની પરંપરાનું ગૌરવ કરીએ

માનવ સંસધાન વિકાસની ઉપેક્ષાએ ભારતને શકિતશાળી બનાવવામાં સૌથી મોટો અવરોધ સર્જ્યોન

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પૂનામાં ફરગ્યુસન કોલેજના સમારોહમાં ભારતના યુવાનોમાં જે સામર્થ્યી છે તેનો વિશ્વને સાક્ષાત્કાર કરાવે તેવા રાષ્ટ્રીય માનવ સંસાધન વિકાસના આયોજનની હિમાયત કરી હતી.

આપણી પ્રાચિન શિક્ષણની મહાન વિરાસતમાં ગુરૂકુલથી વિશ્વકુલની યાત્રાના માનવ સંસાધન વિકાસનો મહિમા છે તેને રાષ્ટ્ર્ નિર્માણ માટે યુવાનોને શિક્ષત કરવા ઉજાગર કરવાની જરૂર ઉપર શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ભાર મૂકયો હતો.

મહારાષ્ટ્રમાં પૂનામાં ૧૨૮ વર્ષ જૂની ડેક્કન એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફરગ્યુસન કોલેજના ૧૫૦૦ વિદ્યાર્થીઓ સમક્ષ ‘‘રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણની ભૂમિકા'' વિષયક પ્રેરક વાર્તાલાપ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કર્યો હતો. આ કોલેજમાં સશસ્ત્ર ક્રાંતિકારી આઝાદીના લડવૈયા વીર વિનાયક દામોદર સાવરકરે પણ અભ્યાસ કર્યો હતો, તેમના હોસ્ટેલ આવાસના ઐતિહાસિક ખંડની મૂલાકાત તેમણે લીધી હતી અને કોલેજ પરિસરમાં ૧૦૧ વર્ષ જૂના એમ્ફીથિયેટરના નવીનીકરણ થયેલા ભવનનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં યુવાનોના શકિત-સામર્થ્યના અરમાનો રોળાઇ ગયા છે તેમાં આમૂલ સમયાનુકુલ પરિવર્તનના વિવિધ પાસાઓની છણાવટ તેમણે કરી હતી.

વીર સાવરકર જેવા અને દેશભક્ત મહાપુરૂષોએ ફરગ્યુસન કોલેજની ૧૨૫ સાલ પુરાણી પવિત્ર ભૂમિની વિરાસતમાં જીવન ઘડતર માટે પ્રેરણા આપેલી તે ઐતિહાસિક સ્મૃતિઓના શબ્દાભાવ અને મન-આંદોલનનું તાદાત્ય્ ઐત અનુભવતા મુખ્ય મંત્રીશ્રીએ વીર સાવરકરને શ્રધ્ધાસુમન આર્પણ કર્યા હતા.

ફરગ્યુસન કોલેજના યુવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ માટેના સૂચનો સોશ્યુલ મિડિયાના ફેસબુક માધ્યમથી અઢી હજાર જેટલા નવયુવાનોએ મોકલ્યાં અને શ્રી નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્ર નિર્માણમાં યુવાશકિતના વિચારો પ્રાપ્ત થયા તેનો ગૌરવભેર ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતભરના યુવાનોમાં દેશ માટે કેટલા નવ-વિચારો અરમાનો છે તેનો સાક્ષાત્કાર થયો છે. જે દેશના યુવાનો પોતાના સામાર્થ્યથી ભારતના ભાવિ માટે કંઇક કરવા માટે પ્રતિબધ્ધતા દાખવે તેજ બતાવે છે કે માત્ર ભારતની જ નહીં વિશ્વની સમસ્યા્ના સમાધાન માટે પણ આ જ યુવાશકિત પોતાનો મિજાજ બતાવશે.

‘‘દેશમાં આજે નિરાશાનું વાતાવરણ છે પણ આ જ ભારતની ભૂમિ બહુરત્ન વસુંધરા છે અને નિરાશાનું કોઇ કારણ નથી. આપણી યુવા પેઢી દેશના ભવિષ્યા માટે શકિત-સંપન્ને છે. ગુલામીકાળ ખંડમાં પણ લોકમાન્ય તિલકે સ્વરાજ અમારો જન્મ સિધ્ધ અધિકાર છે તેવો લલકાર કરેલો.'' આઝાદી પછી આપણે રાષ્ટ્ર નિર્માણ માટેના સ્વાભિમાનના શિક્ષણની દિશા ભૂલી ગયા અને યુવાશકિતના સામર્થ્ય ને દુનિયા સમક્ષ મૂકવા માટે માનવ સંસધનનો મહિમા ઉજાગર કર્યો નથી એમ તેમણે જણાવ્યું હતું.

ભારતની વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં આમૂલ પરિવર્તન માટે ભારતીય ગુરૂકુલ પરંપરાના મહાન વારસાના સિધ્ધાં તો અપનાવવાની હિમાયત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આપણે ગુરૂકુલથી વિશ્વકુલની યાત્રા અને ઉપનિષદથી ઉપગ્રહ સુધીની શિક્ષાયાત્રાનો મહાન વારસો ધરાવીએ છીએ. પૂરી માનવ સંસ્કૃ્તિની વિકાસયાત્રામાં ૨૬૦૦ સાલની શિક્ષા-દીક્ષાના ક્ષેત્રમાં ૧૮૦૦ વર્ષ સુધી લગાતાર હિન્દુાસ્તાનનો સન્માન્ય પ્રભાવ વિશ્વમાં રહ્યો હતો. નાલંદા-તક્ષશીલા અને ગુજરાતમાં વલ્લભ વિશ્વ વિદ્યાલયનો શિક્ષણનો ઇતિહાસ રહ્યો હતો. પરંતુ ૮૦૦ વર્ષના ગુલામી કાળખંડમાં આપણે આ ગૌરવ ગૂમાવી દીધું અને આઝાદી પછી પણ આપણું શિક્ષણ માનવ-સંસાધન વિકાસ (મેન મેકીંગ) ને બદલે મની મેકીંગ મશીન કેમ બની ગયું છે ? આપણી પાસે શાંતિનિકેતન, બનારસ, હિન્દુ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનઓ આપણા મહાપુરૂષોએ જ આઝાદી પહેલા સ્થાપેલી તેમાં શાસન વ્યતવસ્થાનું યોગદાન નહોતુ પરંતુ આઝાદી પછીના શાસકોએ શા માટે આપણા મહાપુરૂષોના શિક્ષણના ઉત્તમ માધ્યમ માટેના સપના પૂરા કરવામાં ઉપેક્ષા સેવી તે પ્રશ્નાર્થ જાગે છે.

કેરાલા આજે શિક્ષણમાં અગ્રેસર છે. કારણ કે નારાયણગુરૂએ ૧૦૦ વર્ષ પહેલાં સમાજને શિક્ષણના અભિયાન માટે પ્રેરિત કરીને ઉત્તમ શિક્ષણને મહત્વં આપ્યું હતું એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું ‘‘હું આધુનિકતાનો પક્ષકાર છું. મોર્ડનાઇઝેશન વિધાઉટ વેસ્ટઆર્નાઇઝેશન એ આપણું શિક્ષણનું સામર્થ્ય હોવું જોઇએ.'' આપણા યુવાનોની બૌધ્ધિક સંપદા આઇ.ટી.ના પ્રભાવથી દુનિયાને ચકિત કરી રહી છે તો નિરાશા શા માટે ? ૨૧મી સદી જ્ઞાનયુગની છે પરંતુ આ સદીમાં ભારત ૬૫ ની યુવાશકિતના સામર્થ્ય થી શા માટે વિશ્વગુરૂ બની ના શકે ? પણ આપણા શાસકોએ છેલ્લો એક દશકો ગૂમાવી દઇને સાઉથ કોરિયા જેવો દેશ આોલિમ્પીક ગેઇમ યોજીને વિશ્વશકિત સંપન્નો દેશોની હરોળમાં ગૌરવભેર ઉભો રહ્યો ત્યારે આપણે કોમનવેલ્થં ગેઇમમાં દેશની આબરૂ ભ્રષ્ટાચારથી ધૂળમાં મેળવી દીધી. શું ૧૨૦ કરોડનો ભારત દેશ માથા ઉપર હાથ મૂકીને બેસી રહેશે ? રાષ્ટ્ર નિર્માણમાં માનવ સંસાધન વિકાસ પૂર્વ આવશ્યૂકતા છે પણ સરકાર શું કરે છે ? યુનિવર્સિટીના બિલ્ડીંગોને પ્રાધાન્ય આપે છે પણ નેશનલ-બિલ્ડીંગ માટે યુનિવર્સિટી-બિર્લ્ડીંગ માટે તેને પરવા નથી. આપણે શિક્ષણની કેવી અગ્રિમતા કરી છે ?

૨૧મી સદી માટે ચીન અને ભારત વચ્ચે સ્પ ર્ધા છે તે ૧૯૭૮માં VISION બનાવી એજ્યુકેશન સીસ્ટ‍મ માટે માનવ સંસાધન વિકાસના ચાર-પાંચ ક્ષેત્રો નક્કી કરીને ૨૦૦૦ સુધીમાં વિશ્વની ૫૦૦ ટોપ યુનિવર્સિટીમાં ચીનની ૪૦ યુનિવર્સિટીને સ્થા્ન આપવાનો પ્રોજેકટ ઉપાડયો અને દશ જ વર્ષમાં ૩૨ યુનિવર્સિટી ચીને વર્લ્ડી કલાસ બનાવી દીધી. ચીને શિક્ષણનો રોડમેપ બનાવ્યો છે. GDP નો ૨૦ ટકા બજેટ ચીને ફાળવ્યુ ત્યારે ભારત આજે GDP ના ચાર ટકા શિક્ષણ માટે આપે છે. ચીન અને ભારતમાં રિસર્ચ - Ph.D માટે ચીન અને ભારતમાં દશ વર્ષ પહેલા લગભગ સરખી સંખ્યા હતી. આજે ચીન સાત-આઠ ગણા રિસર્ચ સ્કોલલર Ph.D ભારત કરતા વધારે ધરાવે છે એમ તેમણે જણાવ્યું હતું.

ભારતમાં રિસર્ચ- Ph.D કરનારા તેજસ્વી સ્કોલરોનો કોઇ અધિકૃત ડેટા નથી તેમના સંશોધન-દસ્તાવેજો ઉપેક્ષિત જ રહ્યા છે. વિદેશોમાં યુવિનર્સિટી રિસર્ચ અને સ્કોલરોને સરકારની નીતિ નિર્ધારણ પ્રક્રિયામાં દસ્તાવેજોરૂપે ધ્યા્નમાં લેવાય છે તેના આધારે નીતિઓ નકકી થાય છે પણ ભારતમાં નથી તો આપણી ટેલેન્ટ-બૌધ્ધિક યુવા સંપદાનો કોલ ટેલેન્ટ-પૂલ શિક્ષણ કે વિકાસ સાથે જોડવાની દરકાર નથી કે નથી તેનો મહિમા કરવાની કોઇ જવાબદારી, એમ દુઃખ સાથે તેમણે જણાવ્યું હતું.

કોઇ દેશ સંશોધનને પ્રાથમિકતા આપે નહીં તો વિકાસમાં સ્થગિતતા જ આવી જશે. આપણે સમયાનુકુળ પરિવર્તન માટે શિક્ષણ, માનવ સંસાધન વિકાસ અને સંશોધન ઉપર પ્રાથમિકતા આપવી જ પડશે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

હિન્દુસ્તાનમાં સાથે પહેલી ફાર્મસી કોલેજ ૫૦ વર્ષ પહેલા ગુજરાતમા દીર્ધદ્રષ્ટા લોકોએ શરૂ કરેલી તો આજે ગુજરાત ફાર્મસી ઉદ્યોગમાં દેશમાં અગ્રેસર બની ગયું છે. દેશના સુરક્ષાના ક્ષેત્રમાં ભારતનું કોઇ પડોશી મિત્ર નથી પરંતું ભારતની યુવાશકિત ડિફેન્સ ઇકવીપમેન્ટ વરિષ્ઠો સેના-અફસરો માટે પ્રશિક્ષિત કેમ ના થાય તેવો સવાલ ઉઠાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સુરક્ષા સંસાધન-શષાના નિર્માણ માટે ભારતના ઇજનેરો માટે તેમનું સામર્થ્ય બતાવવા શી વ્યવસ્થા્ છે ?

ભારતમાં વિશ્વ માટે સદીઓથી પ્રવાસનનો અઢળક વૈભવ છે પણ ભારતમાં પ્રવાસન-ટુરિઝમ વિકાસ માટે માનવ સંસાધન વિકાસનું કોઇ આયોજન જ થયું નથી. આપણી શિક્ષણ વ્યવસ્થામાં આપણી શિક્ષણ વ્યવસ્થા માં આપણી પાસે સામર્થ્ય‍ છે પણ દુનિયાને આપવા માટેનું માનવ સંસાધન વિકાસનું શિક્ષણ આપણા માટે સૌથી મોટો અવરોધ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

સરદાર સરોવર નર્મદા ડેમનો પ્રવાસીઓ માટેનો પ્રતિબંધ ઉઠાવી લેવાથી પાંચ લાખ પ્રવાસીઓ ઉમટે છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આપણી સ્થગિત માનસિકતા બદલવાની જરૂર છે.

કૃષિ પ્રધાન ભારતદેશની કૃષિ યુનિવર્સિટી શા માટે કૃષિ ઉત્પાદકતા વધારવા હાઇ એગ્રોટેક એજ્યુકેશનની દિશામાં ખેડૂતોને પ્રેરિત કરી નથી શકતી ? કૃષિ શિક્ષણમાં ટેકનોલોજીનો પ્રભાવ અને સંશોધનોને પ્રેરણા પૂરી પાડવાની હિમાયત તેમણે કરી હતી.

ગુજરાત સરકાર અને દેશની કેન્દ્ર સરકારની માનસિકતામાં જે અંતર છે તેનો માર્મિક ઉલ્લેખ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું તેઓ પાવર(સત્તા)ની ચિન્તા કરી છે અને જનતાના એમ્પાવર (સશકિત-કરણ)ની ચિન્તા કરીએ છીએ. સુરક્ષા ક્ષેત્રે સશકિતકરણ માટે ગુજરાતે રક્ષાશકિત યુનિવર્સિટી આ સાઇબર ક્રાઇમ ડિટેકશન માટે વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ્ યુનિવર્સિટી બનાવી છે. માનવ સંસધાન વિકાસ દેશના હરેક ક્ષેત્રમાં આવશ્યક છે પણ આજે તેની ઉપેક્ષા થઇ રહી છે.

ભારતમાં જે ગતિથી શહેરીકરણ વધી રહ્યું છે તે જોતાં અર્બન મેનેજમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરનું માનવ સંસાધન વિકાસનું પ્લા્નિંગ ક્યાં છે ? દેશને કયાં લઇ જવો છે ? દેશની સમસ્યા‍નું સમાધાન શિક્ષણમાં છે અને દેશને વિકાસની નવી ઊંચાઇ ઉપર લઇ જવા માનવ સંસાધન વિકાસની જરૂર છે એમ તેમણે જણાવ્યું હતું.

આજે નવી પેઢીના ઉત્તમ નાગરિક તૈયાર કરવા ઉત્તમ શિક્ષકોની જરૂર છે પણ તેના માનવ સંસાધન વિકાસની શી દશા છે ? ભારત વિશ્વગુરૂ હતું કારણ તેની પાસે ગુરૂ-પરંપરા ઉત્તેમ હતી - આપણો શિક્ષક વિશ્વમાં સાંસ્કૃતિક રાજદૂત બની શકે છે તેવા ઉત્તમ શિક્ષકોના નિર્માણ માટે ગુજરાતે ટીચર્સ યુનિવર્સિટી શરૂ કરી છે. આપણે વિશ્વમાં ઉત્તમ શિક્ષકોની નિકાસ કરવાનું સપનું કેમ પાર પાડી ના શકીએ ? ભારતમાં બે-તૃતિયાંશ સમુદ્રતટ છે, વિશ્વ વેપારનો યુગ છે પણ પોર્ટ મેનેજમેન્ટ, મરીન એન્જીનિયરીંગ જેવા માનવ સંસાધન વિકાસનું આયોજન ક્યાં છે ? ગુજરાત દેશમાં સૌથી ઓછી બેરોજગાર ધરાવતું રાજ્ય કેમ છે ? કારણ ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટથી હુન્નગર-કૌશલ્ય પ્રશિક્ષિત યુવાનોને રોજગારના અવસરો આપ્યા છે. રાષ્ટ્રા નિર્માણમાં શિક્ષણનો મહિમા એવો હોય જે વસુંધૈવ કુટુંબકમ્‌ અને બ્રહ્માંડને પરિવાર માનનારી શિક્ષા-દીક્ષા આપવાનું સામર્થ્ય ધરાવતી હોવી જોઇએ. સમાજશકિતના આધાર ઉપર આપણે ભારતના રાષ્ટ્ર નિર્માણ માટે સામર્થ્યવાન માનવસંસાધન વિકાસને પ્રાથમિકતા આપીએ એમ તેમણે જણાવ્યું હતું.

ફરગ્યુ્શન કોલેજ અને ડેક્કન એન્જુયુકેશન સોસાયટીના ગવર્નીંગ બોર્ડના પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing away of Shri MT Vasudevan Nair
December 26, 2024

The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of Shri MT Vasudevan Nair Ji, one of the most respected figures in Malayalam cinema and literature. Prime Minister Shri Modi remarked that Shri MT Vasudevan Nair Ji's works, with their profound exploration of human emotions, have shaped generations and will continue to inspire many more.

The Prime Minister posted on X:

“Saddened by the passing away of Shri MT Vasudevan Nair Ji, one of the most respected figures in Malayalam cinema and literature. His works, with their profound exploration of human emotions, have shaped generations and will continue to inspire many more. He also gave voice to the silent and marginalised. My thoughts are with his family and admirers. Om Shanti."