પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ, એમેન્યુઅલ મેક્રોનની X પોસ્ટનો જવાબ આપ્યો જેમાં મેક્રોને તેમની તાજેતરની ભારત મુલાકાત વિશેનો અનુભવ શેર કર્યો. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન તેમની તાજેતરની સફરની ઝલક આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું;
રાષ્ટ્રપતિ @EmmanuelMacron, “ભારતમાં તમારું હોવું સન્માનની વાત છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તમારી મુલાકાત અને સહભાગિતા ચોક્કસપણે ભારત-ફ્રાન્સની મિત્રતાને વેગ આપશે.”
It was an honour to have you in India, President @EmmanuelMacron. Your visit and participation in the Republic Day celebrations will surely boost India-France friendship. https://t.co/77BMb0Ye4G
— Narendra Modi (@narendramodi) February 4, 2024