ફ્રાંસનાં યુરોપ અને વિદેશી બાબતોનાં મંત્રી શ્રી જીન-યેઝ લે ડ્રિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
તેમણે પ્રધાનમંત્રીને જૂન, 2017માં તેમની ફ્રાંસની મુલાકાત પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ વિશે જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારત અને ફ્રાંસ વચ્ચે સંબંધોને ગાઢ બનાવવામાં શ્રી લે ડ્રિયાનની હાલની ભૂમિકા અને ફ્રાંસનાં સંરક્ષણ મંત્રી તરીકેની અગાઉની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ દ્વિપક્ષીય સંદર્ભ પૂરતું મર્યાદિત નથી, પણ પ્રાદેશિક અને વૈશ્વિક સંદર્ભ એમ બંનેમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રેરકબળ તરીકે કામ કરે છે.
પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મેક્રોનને તેમની શક્ય તેટલી વહેલી અનુકૂળતાએ ભારતમાં આવકારવા આતુર છે.