ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો પરામર્શ
ગુજરાત અને ફ્રાન્સ વચ્ચે સહભાગીતાના વિવિધ ક્ષેત્રો વિકસાવાશે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાથે આજે ફ્રાન્સના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફ્રાન્કોસ રિચીયર (Mr. FRANCOIS RICHIER)ના નેતૃત્વંમાં આવેલા ફ્રાન્સના બિઝનેસ ડેલીગેશને ગુજરાત સાથે સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.
શ્રીયુત ફ્રાન્કોસ રિચીયર ફ્રાન્સની ૧૪ કંપનીઓના પદાધિકારીઓનું ડેલીગેશન લઇને ગુજરાત આવ્યા્ છે અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બે કલાક બેઠક યોજીને શહેરી માળખાકીય સુવિધા, સોલીડ વેસ્ટ અને વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ અને ડિફેન્સ ઇકવીપમેન્ટે તેમજ સોલાર એનર્જી સહિતના ગુજરાતના વિકાસના ક્ષેત્રોમાં ફ્રાન્સની કંપનીઓના સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
શ્રીયુત ફ્રાન્કોસ રિચીયરે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વન-ટુ-વન બેઠક પણ સંપન્ન કરી હતી.
ફ્રાન્સના ડેલીગેશનનું નેતૃત્વ કરી રહેલા રાજદૂતશ્રીએ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના વિકાસ અને પ્રશ્નોના ઉકેલમાં સહભાગી થવાની અને નોલેજ શેરીંગની તત્પ્રતા વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ડિફેન્સ ઇકવીપમેન્ટ. મેન્યુ ફેકચરીંગ સેકટરને વિકસાવવા તેમજ ડિફેન્સર ઓફસેટના ઉત્પા્દનો માટે કૌશલ્યવાન માનવશકિત વિકાસ માટેના ઇજનેરી શિક્ષણ માટે ફ્રાન્સ ના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે ગાંધીનગરને સોલાર સિટી બનાવવા ઉપરાંત ગુજરાતના પ૦ જેટલા શહેરોમાં કલીનસિટી પાઇલોટ પ્રોજેકટ અન્વયે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટર વોટર રિસાઇકલીંગ ટેકનોલોજી વિકસાવવા, મેટ્રોરેઇલ પ્રોજેકટ તેમજ સ્માર્ટસિટી, પોર્ટ સિટી તથા અર્બન ડેવલપમેન્ટેનું મોડેલ સિટી બનાવવાના અભિગમની ભૂમિકા પણ આપી હતી. ગુજરાત સરકાર વિકાસ દ્વારા સામાન્યો માનવીનું જીવન ઉંચુ લાવવા સાથે ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસની વ્યૂહરચના તેમણે પ્રસ્તુત કરી હતી.
ફાન્સની અગ્રણી ૧૪ કંપનીઓમાંથી સંખ્યાબંધ કંપનીઓએ ગુજરાતમાં પ્રોજેકટ વિકસાવવાની પ્રતિબધ્ધતા સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીની ફ્રાન્સના ડેલીગેશન સાથેની બેઠકમાં અધિક મુખ્ય સચિવશ્રી મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી એ. કે. શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી વિજય નહેરા અને દિલ્હીના ગુજરાતના અગ્ર નિવાસી કમિશ્નરશ્રી ભરતલાલ ઉપસ્થિત હતા.