મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની, ફ્રાન્સની ઓટોકાર મેન્યુફેકચરીંગ કંપની પ્યુજોટ Peugeot ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એશિયા ખાતેના ચીફ એકઝીકયુટીવ શ્રીયુત ગ્રેગોઇર ઓલિવિઅર અને શ્રીયુત ફ્રેડરિક ફેબર, મેનેજિંગ ડિરેકટર (ભારત)ની આગેવાની હેઠળના ઉચ્ચ પદાધિકારીઓએ ગુજરાતમાં પ્યુજોટ મોટરકારનો ઉત્પાદન પ્રોજેકટ સ્થાપવાની સંદર્ભે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.
કાર મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય ઔઘોગિક કંપની પ્યુજોટ ભારતમાં તેનો પ્રથમ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા તત્પર છે, અને ગુજરાત જે ઝડપથી "ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝનું હબ' તરીકે નામના મેળવી રહ્યું છે. તેનાથી પ્રભાવિત થઇને પ્લાન્ટ સ્થાપવાની બાબતે ગુજરાતમાં સ્થળ પસંદગી કરવા પ્યુજોટના ગ્રુપના પદાધિકારીઓ ગુજરાત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે.આજે પ્યુજોટના આ ડેલીગેશને મુખ્યમંત્રીશ્રી સાથે ખૂબ જ સકારાત્મક અને સારા વાતાવરણમાં બેઠક યોજી હતી અને કંપનીના પ્લાન્ટ વિશે પરામર્શ કર્યો હતો.
શ્રીયુત ગ્રેગોઇર ઓલિવિઅરે જણાવ્યું કે ભારતમાં પ્યુજોટ કાર ઉત્પાદનના પ્રથમ પ્રોજેકટ સ્થાપવા તેઓ ત્રણેક રાજ્યોમાં ચર્ચા કરી રહ્યા છે અને કોઇ નિર્ણય લીધો નથી. ગુજરાત પણ તેમની પસંદગીનું સાનુકુળ રાજ્ય છે, અને કંપનીનું ડિરેકટર બોર્ડે આખરી નિર્ણય લેશે.
આ બેઠકમાં ઉઘોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, નાણાંના અધિક મુખ્ય સચિવશ્રી એમ શ્રીવાસ્તવ, મુખ્યમંત્રીશ્રી અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, સચિવશ્રી એ. કે. શર્મા, જી.આઇ.ડી.સી.ના મેનેજિંગ ડિરેકટરશ્રી અરવિંદ અગ્રવાલ અને ઉઘોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.