પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ. ડી. દેવે ગૌડાએ ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. એમણે એ વાત પણ યાદ કરી હતી કે, જ્યારે અમદાવાદ હવાઇ મથકનું નામ બદલાવીને સરદાર વલ્લભભાઇ પટેલ આંતરાષ્ટ્રીય હવાઇ મથક કરવામાં આવ્યું અને ગુજરાતમાં એમના ગૃહ નગર નડિયાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે ભારતના લોહ પુરૂષની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવું એ તાર્કિક રીતે એમને સર્વોચ્ચ શ્રદ્ધાંજલિ છે. આ આકર્ષક પ્રતિમાનું નિર્માણ સ્વદેશમાં જ થયું એ આનંદની વાત છે કદાચ એટલા માટે જ વિશ્વભરના લોકો આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે અને ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની સાથે-સાથે ‘સરદાર સરોવર ડેમ’ની સુંદરતાને પણ માણે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ. ડી. દેવે ગૌડાની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી.