નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના સહ-અધ્યક્ષ શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
બંને નેતાઓએ ભારત-નેપાળના સંબંધોમાં પ્રગતિની સાથે-સાથે દ્વિપક્ષીય હિતોના વિષયો પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ એમની અગાઉની મુલાકાતને યાદ કરી હતી અને ભારત-નેપાળના સંબંધોને ઘનિષ્ઠ બનાવવા માટે શ્રી દહલના યોગદાન બગલ એમનો આભાર પ્રગટ કર્યો હતો.
આ વર્ષે થયેલી પોતાની નેપાળની બંને યાત્રાને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે ભારત-નેપાળ વચ્ચે સતત થઇ રહેલ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપે બંને દેશોના સંબંધોને ગતિ પ્રદાન કરી છે.