જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી યોશિહિદે સુગાએ 24 મે 2022ના રોજ ટોક્યોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
તેઓએ સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટન ડી.સી.માં પ્રથમ વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન તેમની દ્વિપક્ષીય બેઠક સહિતની તેમની અગાઉની ક્રિયાપ્રતિક્રિયાઓને યાદ કરી. પ્રધાનમંત્રીએ ભારત-જાપાન સંબંધોને ગાઢ અને મજબૂત કરવામાં શ્રી સુગાના યોગદાનની પ્રશંસા કરી.
બંને નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર વિચાર વિમર્શ કર્યો. પ્રધાનમંત્રીએ શ્રી સુગાને જાપાનના સાંસદોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
Glad to have met former PM @sugawitter in Tokyo. pic.twitter.com/9zdyWIBb8n
— Narendra Modi (@narendramodi) May 24, 2022