આ સંદર્ભમાં, ગુજરાત સરકારે દિશાસૂચક વૈશ્વિક પહેલ કરી છે અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કાર્યરત કરી તેની અનેકવિધ ફેકલ્ટીઓ દ્વારા સમગ્ર ન્યાયસહાયક વિજ્ઞાનનો વિનિયોગ કર્યો છે. હવે, નેનોટેકનોલોજી માટેના ફોરેન્સિક તજ્જ્ઞોને દેશ-વિદેશમાંથી આમંત્રીને, માત્ર ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમને માટે જ નહીં પણ સમાજજીવનની સમસ્યાઓના ઉપાય માટે નેનો ટેકનોલોજીના વિનિયોગનું ચિન્તન પણ ગુજરાતની જ ધરતી ઉપર થઇ રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીના અવસરે, રાજ્યની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સાયન્સ સિટીના સંયુકત ઉપક્રમે આ બે દિવસની, દુનિયાની પ્રથમ ફોરેન્સિક ટેકનોલોજીની આંતરરાષ્ટ્રીય પરિષદ ગાંધીનગર નજીક પંડિત દીનદયાલ યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ રહી છે અને ૩પ૦ જેટલા ફોરેન્સીક સાયન્સ ટેકનોલોજી તજ્જ્ઞો, ન્યાયવિદો તથા પોલીસ અને સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ પદાધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વનું ગૂનાહિત જગત હવે ટેકનોલોજી અને સોફિસ્ટીકેટ હાઇટેક ક્રિમીનલની દિશામાં જઇ રહ્યું છે, ત્યારે ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમ પણ ટેકનો-ડ્રિવન બનાવવી જ પડે. ફોરેન્સિક સાયન્સ દ્વારા ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અને કન્વીકશન સુધીની પ્રક્રિયામાં અનેકવિધ સિધ્ધિઓ હાંસલ થઇ છે અને હવે ફોરેન્સિક નેનો ટેકનોલોજી રિસર્ચ દ્વારા પિ્રવેન્શન ઓફ ક્રાઇમ પણ શકય બને તે દિશામાં આપણે પ્રેરિત થવાનું છે.
ગુજરાતે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સીસ્ટમને પેથોલોજીકલ લેબની દિશામાં નહીં, પરંતુ ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમને સંગીન બનાવવાની પથદર્શક સફળતા અને વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણી પુરાતન સંસ્કૃતિમાં તો પરંપરાગત રીતે નેનો ટેકનોલોજીનું વિજ્ઞાન જોડાયેલું છે. લગ્ન સમયે નવદંપતિના સિંદૂર થાપાથી ફિંગરપિ્રન્ટ સાચવવાની પ્રથાનું વૈજ્ઞાનિક તથ્ય અને રણમાં ઉંટની ફૂટ પિ્રન્ટના પગીઓની ક્ષમતાનો આ સંદભમાં તેમણે દ્રષ્ટાંતરૂપે ઉલ્લેખ કર્યો હતો. આ સમાજ પરંપરાની શકિતને સ્થાયી સ્વરૂપે વિજ્ઞાન સાથે જોડીને નેનો ટેકનોલોજી દ્વારા અનેક સમસ્યા ઉકલી શકાશે એમ તેમણે જણાવ્યું હતું.
ફોરેન્સીક નેનો ટેકનોલોજીના સંશોધન અને માનવસંસાધન પ્રશિક્ષણ વિશે પણ મંથન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
હાર્દરૂપ પ્રવચનમાં નેનો ટેકનોલોજીના બેંગલોરના તજ્જ્ઞ શ્રી વી. ક્રિષ્ણને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને દૂરદ્રષ્ટા ગણાવીને જણાવ્યું કે નેનો ટેકનોલોજીને ફોરેન્સિક સાયન્સમાં સ્પેશિયલ ટુલ તરીકે ગણમાન્ય કરીને અને ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમને સશકત બનાવવા માટેના માનવસંસાધનને માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કાર્યરત કરીને ગુજરાતે વિશ્વને દિશા આપી છે.
ફિંગર પિ્રન્ટીગ ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજીમાં નેનો ટેકનોલોજી નવી-ક્રાંતિ સર્જશે એમ શ્રી વી. ક્રિષ્ણને જણાવ્યું હતું.
પ્રારંભમાં એફ. એસ. યુનિવર્સિટીના ડાયરેકટર જનરલશ્રી જે. એમ. વ્યાસે આ પરિષદના ઉદેશોની રૂપરેખા આપી હતી.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રફૂલ્લભાઇ પટેલ, અધિક મુખ્ય સચિવશ્રી(ગૃહ) બળવંતસિંહ અને સાયન્સ-ટેકનોલોજીના અધિક મુખ્ય સચિવશ્રી રવિ સકસેના, પોલીસ મહાનિદેશકશ્રી ચિતરંજનસિંહ સહિત દેશ-વિદેશના તજ્જ્ઞો ઉપસ્થિત હતા.