જાપાનનાં વિદેશ મંત્રી મહામહિમ શ્રી તારો કોનોએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી.
શ્રી કોનોએ પ્રધાનમંત્રી મોદીને તેમની ઓક્ટોબર, 2018માં જાપાનની મુલાકાત પછી છેલ્લાં થોડાં મહિનાઓમાં થયેલી ફોલો-અપ કામગીરી વિશે ટૂંકમાં જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ ઓક્ટોબર, 2018માં જાપાનની સફળ મુલાકાતને યાદ કરી હતી તથા ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને ગાઢ બનાવવા પોતાની દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ચાલુ વર્ષનાં અંતે જાપાન સાથે વાર્ષિક શિખર સંમેલનનાં આગામી રાઉન્ડ માટે આતુર છે.