ઉત્તરપુર્વી ભારત એ કુદરતી અજાયબીઓ અને સાંસ્કૃતિક ઉત્સાહનો પ્રદેશ છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં સુધી આ ક્ષેત્રને તેમના વિકાસના એજન્ડાનું કેન્દ્રબિંદુ ન બનાવ્યું ત્યાંસુધી તે યોજનાઓના ચક્રોમાં તેનું કોઈજ સ્થાન ન હતું.
તેની એક્ટ ઇસ્ટ પોલીસી અંતર્ગત ભારત તેના રાજદ્વારી અને વ્યુહાત્મક સંબંધો એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વધારે તેના પર ઉત્તરપુર્વી ભારતનો સાર્વત્રિક વિકાસ આધારિત બન્યો છે. સાંસ્કૃતિક સંબંધો બનાવવાથી માંડીને અને લોકોથી લોકોના સંપર્ક બનાવીને જેથી ભારતના રક્ષા ઉપકરણો તેની પૂર્વ સરહદો પર મોકલી શકાય અને સરહદી દેશો સાથે લશ્કરી સહકાર દ્વારા નવા દેશોમાં પ્રસરાવીને દક્ષીણ પૂર્વી એશિયાના પ્રવેશદ્વાર તરીકે આ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને પૂર્ણ રીતે વપરાશમાં લાવી શકાય.
વિકાસના સાંચામાં ઉત્તરપુર્વી ક્ષેત્ર કાયમ એક ગતિરોધ તરીકે ગણવામાં આવતું હતું કારણકે આ ક્ષેત્રની અંદર તેમજ બાકીના રાષ્ટ્ર અને વિશ્વ સાથે તેની કનેક્ટિવિટી ઓછી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રના એકીકૃત સમન્વય માટે રેલ્વે, વિમાનન, હાઈવે, જળમાર્ગો અને આઈ-વેઝ ને ઝડપથી લગાવવા પર ભાર મુક્યો છે.
હાલમાં જ જેનું ઉદ્ઘાટન થયું તે આસામમાં આવેલી બ્રહ્મપુત્રા નદી પર બનાવવામાં આવેલા ઢોલા-સાદિયા બ્રીજ ને સુપ્રસિધ્ધ સંગીતકાર, ગીતકાર અને કવિ ભૂપેન હઝારિકા નું નામ આપવામાં આવ્યું છે, તે ભારતનો સૌથી લાંબો બ્રીજ છે. કેન્દ્રમાં 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન બાદ બહુ લાંબા સમયથી લટકી રહેલા આ પ્રોજેક્ટ પરનું બાંધકામ ઝડપી બન્યું. 2011ના વર્ષમાં શરુ થયેલા આ પ્રોજેક્ટમાં વિલંબ થવાને લીધે તેના પર ખર્ચ પણ વધવા લાગ્યો હતો. નવી સરકારે તેના બાંધકામમાં ઝડપ લાવી અને આ પ્રોજેક્ટને બે-ત્રણ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવા માટે તેને પ્રાથમિકતા આપી.
યુગોથી આ ક્ષેત્ર એ દુનિયાનું અનેક્તાથી ભરપુર ક્ષેત્ર બની રહ્યું છે, જેના સમાજો અને સંસ્કૃતિઓ આ સાત બહેનોના રાજ્યોમાં આવીને ભળી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અને કનેક્ટિવિટી પર મુકેલો ભાર અને તેમાં આ ક્ષેત્રના મોહક લેન્ડસ્કેપ્સ, વિવિધ વનસ્પતિઓ, પ્રાણીસૃષ્ટિઓ અને રંગબેરંગી વરસો ભળતાં તે ઉત્તરપુર્વી ભારતને એશિયાના પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
પોતાની મુલાકાતો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે આ ક્ષેત્રનું સાંસ્કૃતિક મહત્ત્વ જળવાઈ રહે. તેમણે નાગાલેંડના ‘હોર્નબીલ ફેસ્ટીવલ’ અને મણીપુરના ‘સાંગાઈ ફેસ્ટીવલ’ નું ઉદ્ઘાટન કરતા ક્ષેત્રની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કર્યું હતું.
મુખ્ય ધ્યેય છે ઉત્તરપુર્વી ભારતનો સંતુલિત વિકાસ જે બાકીના દેશ જેટલો જ હોય, જેમાં માત્ર ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જ નહીં પરંતુ કૃષિ ઉત્પાદકતામાં વધારાને પણ આવરી લેવામાં આવે. ઉત્તરપુર્વી ક્ષેત્રના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિતક્રાંતિની જેમજ સમગ્ર હરિતક્રાંતિનું આહ્વાન કર્યું છે.
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉપક્રમે કેન્દ્ર સરકારનું ઓર્ગેનિક અને ટકાઉ ખેતી ને કેન્દ્રમાં રાખીને ઉત્તરપુર્વી ક્ષેત્રનો કૃષિ વિકાસ કરવાનું લક્ષ્ય છે, જેમાં કૃષિક્ષેત્રનું આધુનિકીકરણ, ફૂડ પ્રોસેસિંગ, કૃષિ સંશોધન અને અન્ય જરૂરી સેવાઓ પર ભાર મુકવાનો છે.
વિકાસની સરહદે છોડી દેવાયેલા ક્ષેત્રમાંથી ઉત્તરપૂર્વ હવે યોગ્યરીતે જ એક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે જેના માટે તે ક્ષેત્રના વિકાસમાં બાધારૂપ બનેલા વહીવટી, માળખાકીય અને સુરક્ષાને લગતી બાબતોને દૂર કરવાના સરકારના નિશ્ચય પર આધાર રાખી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ક્ષેત્રની નિયમિત મુલાકાતોથી વિકાસની પ્રક્રિયાને તેજ ગતી મળી છે.
ઉત્તરપુર્વી ભારત બાકીના રાષ્ટ્ર સાથે ખભેખભો મેળવીને ચાલી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મજબુત પ્રયાસો કરી રહ્યા છે જેમાં તમામ ભાગોને આજીવિકા રળવાની વધુ તક મળે, આંત્રપ્રીન્યોરશીપ, વેન્ચર ફંડ્સ, સ્ટાર્ટ અપ્સ અને કૌશલ્ય વિકાસ ઉપલબ્ધ કરી શકાય.
સહયોગી સમવાયતંત્રના ઉચ્ચ આદર્શોને ધ્યાનમાં રાખીને, ઉત્તરપૂર્વનો હિસ્સો બનેલા તમામ રાજ્યને, કેન્દ્ર તરફથી કરુણામય તેમજ સંભાળ લેતું નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે જે લોકોનો, લોકો માટેનો અને લોકો દ્વારા થતા વિકાસમાં માને છે. આ હેતુનું અનુસરણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારો માટે સંપર્કના તમામ દ્વાર ખોલી નાખ્યા છે અને કેન્દ્રીય મંત્રીઓને હિદાયત આપી છે કે ઉત્તરપૂર્વને લગતા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે.
છેલ્લા ત્રણ વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ઉત્તરપુર્વી ક્ષેત્રોની દેશના તકલીફવાળા ક્ષેત્રો હોવાની છાપ દુર કરી છે અને તેમને કાયમી વિકાસના રસ્તે અગ્રેસર કર્યા છે.
ક્ષેત્રની અંદર રહેલા તમામ ભાગીદારો સાથે સંપર્ક મજબુત બનાવવાના અને વાતચીત કરવાના વડાપ્રધાને ખુદ પ્રયાસો કર્યા છે, જેથી ઉત્તરપૂર્વના લોકો આત્મસાત થાય અને ભારતના વિકાસનું નેતૃત્વ કરી શકે.
ઉત્તરપૂર્વ એ ભારતની ‘અષ્ટ લક્ષ્મી’ છે. રેલ્વે, હાઈવેઝ, એરવેઝ, જળમાર્ગો અને અઈવેઝ એ એવા ‘પંચ તત્વો’ છે જે કનેક્ટિવિટી માટે અત્યંત જરૂરી છે. સરકાર એ બાબતે કાર્ય કરી રહી છે જેથી ઉત્તરપૂર્વના લોકોનો આ પાંચેય તત્વો દ્વારા કલ્યાણ સુનિશ્ચિત કરી શકાય.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
(આસામના ગોગામુખમાં, 26મી મે 2017)