આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે 5 સ્તંભોની યાદી દર્શાવી
સનાતન ભારતનું ગૌરવ અને આધુનિક ભારતની ચમક આ ઉજવણીમાં જોવા મળવી જોઈએ: પ્રધાનમંત્રી
ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે ઉજવણીમાં 130 કરોડ ભારતીયોની ભાગીદારી કેન્દ્ર સ્થાને રહેવી જોઈએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંચાલિત આઝાદીના 75 વર્ષ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટેની રાષ્ટ્રીય સમિતિએ આજે તેની સૌપ્રથમ બેઠકનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પેનલને સંબોધિત કરી હતી. રાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજકીય નેતાઓ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, મીડિયા પ્રવક્તાઓ, આધ્યાત્મિક નેતાઓ, કલાકારો અને ફિલ્મ જગતના મહાનુભાવો, ખેલકૂદ ક્ષેત્રના વ્યક્તિત્વો અને જીવનના જુદા જુદા તબક્કાઓમાંથી પ્રખ્યાત લોકો સહિતના લોકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સમિતિના સભ્યો કે જેમણે બેઠકમાં પોતાના પ્રતિભાવો અને સૂચનો આપ્યા તેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવી સિંહ પાટિલ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ. ડી. દેવેગૌડા, શ્રી નવીન પટનાયક, શ્રી મલ્લિકાર્જુન ખડગે, શ્રીમતી મીરા કુમાર, શ્રીમતી સુમિત્રા મહાજન, શ્રી જે. પી. નડ્ડા અને મૌલાના વહીદુદ્દીન ખાનનો સમાવેશ થતો હતો. સમિતિના સભ્યોએ “આઝાદી કા અમૃત મહોત્સવ”નું આયોજન અને સંગઠન કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ મહોત્સવની સંભાવનાને આગળ વિસ્તૃત કરવા માટે પોતાના પ્રતિભાવો અને સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની વધુ બેઠકોનું આયોજન કરવામાં આવશે અને આજે મેળવવામાં આવેલ સૂચનો અને પ્રતિભાવો ઉપર વિચાર કરવામાં આવશે.

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી આ પ્રસંગ માટેના ઐતિહાસિક સ્વભાવ, યથોચિત ગૌરવ અને તેના મહત્વને અનુરૂપ ભવ્યતા અને ઉત્સાહ સાથે કરવામાં આવશે. સમિતિના સભ્યો પાસેથી આવી રહેલા નવા અભિપ્રાયો અને વૈવિધ્યપૂર્ણ વિચારોની પ્રશંસા કરી હતી. તેમણે આઝાદીના 75 વર્ષની ઉજવણીના આ મહોત્સવને ભારતના લોકો માટે સમર્પિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સવ એક એવો ઉત્સવ હોવો જોઈએ કે જે જેની અંદર સ્વતંત્રતા આંદોલનનો જુસ્સો, શહીદોને શ્રદ્ધાંજલિ અને ભારતનું નિર્માણ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો અનુભવ થઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે આ ઉત્સવ સનાતન ભારતના ગૌરવ અને આધુનિક ભારતની ચમકની ઝલક પ્રદર્શિત કરતો હોવો જોઈએ. તેમણે કહ્યું કે આ ઉત્સવ ઋષિઓની આધ્યાત્મિકતાના પ્રકાશને અને આપણાં વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સામર્થ્યને પણ પ્રતિબિંબિત કરતો હોવો જોઈએ.તેમણે કહ્યું કે આ કાર્યક્રમ વિશ્વ સમક્ષ આપણી 75 વર્ષની ઉપલબ્ધીઓનું પણ પ્રદર્શન કરશે અને આગામી 25 વર્ષ માટે આપણી પ્રતિજ્ઞાઓના એક માળખુ પણ પૂરું પાડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉજવણી વગર કોઈપણ સંકલ્પ સફળ નથી થતો. તેમણે કહ્યું કે જ્યારે એક સંકલ્પ ઉજવણીનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે લાખો લોકોની પ્રતિજ્ઞાઓ અને ઉર્જાનો તેમાં ઉમેરો થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 75 વર્ષની ઉજવણી 130 કરોડ ભારતીયોની ભાગીદારી સાથે કરવામાં આવનાર છે અને લોકોની આ ભાગીદારી આ ઉજવણીના કેન્દ્ર સ્થાને રહેશે. આ ભાગીદારીમાં 130 કરોડ દેશવાસીઓની લાગણીઓ, સૂચનો અને સપનાઓનો સમાવેશ કરે છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે 75 વર્ષની ઉજવણી કરવા માટે 5 સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં આઝાદીની ચળવળ, આઇડીયાઝ એટ 75, અચિવમેન્ટ્સ એટ 75, એક્શન એટ 75 અને રિઝોલ્વ એટ 75 નો સમાવેશ થાય છે. આ બધામાં 130 કરોડ ભારતીયોની લાગણીઓ અને વિચારોનો સમાવેશ થવો જોઈએ.

પ્રધાનમંત્રીએ લોકોમાં ઓછા જાણીતા આઝાદીના લડવૈયાઓની ગાથાઓ લેવા માટે અને તેમના આત્મગૌરવની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દેશનો ખૂણે ખુણો દેશના દીકરા દીકરીઓના બલિદાનોથી સીંચાયેલો છે અને તેમની ગાથાઓ દેશ માટે પ્રેરણાનો ચિરંજીવી સ્ત્રોત રહેશે. તેમણે કહ્યું હતું કે દરેક વર્ગના યોગદાનને આપણે આગળ લાવવું પડશે. એવા પણ લોકો છે કે જેઓ અનેક પેઢીઓથી દેશ માટે મહાન કામ કરી રહ્યા છે, તેમનું યોગદાન, વિચારો અને અભિપ્રાયો દેશના પ્રયાસો સાથે સંકલિત કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ઉત્સવ આપણાં આઝાદીના સેનાનીઓના સપનાઓને પૂરા કરવા માટે, ભારતને એક એવી ઊંચાઈ પર લઈ જવા માટે કે જેની તેમણે ઈચ્છા કરી હતી તેના વિષે છે. તેમણે ખાતરી આપી હતી કે દેશ એવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે કે જેની કેટલાક વર્ષો અગાઉ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે આ ઉજવણી ભારતના ઐતિહાસિક ગૌરવને અનુકૂળ જ હશે

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi