15મા નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોએ આજે 2021-22થી 2025-26ના સમયગાળા માટેના કમિશનના અહેવાલની એક નકલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રજૂ કરી. આયોગે પોતાનો અહેવાલ 4 નવેમ્બર 2020ના રોજ ભારતના રાષ્ટ્રપતિને સોંપ્યો હતો.
આયોગના અધ્યક્ષ શ્રી એન.કે.સિંહ, આયોગના સભ્યો શ્રી અજય નારાયણ ઝા, પ્રો.અનૂપ સિંહ, ડૉ. અશોક લાહિરી અને ડૉ. રમેશ ચંદ સાથે આયોગના સચિવ શ્રી અરવિંદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
આયોગ આવતીકાલે કેન્દ્રીય નાણાંમંત્રી સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.
બંધારણ હેઠળ સૂચવ્યા અનુસાર એટીઆરના માધ્યમથી એક્સપ્લેનેટરી મેમોરેન્ડમ સાથે અહેવાલ ગૃહમાં મૂકવામાં આવશે.