શ્રી મોદીએ વીરમગામ અને ચોટિલામાં વિશાળ જનસભાને સંબોધિત કરી
દેશ અને દુનિયાની નજરો ગુજરાતની ચૂંટણી ઉપર છે: શ્રી મોદી
મને તમારા મત આપો, હું તમને એક મજબૂત સરકાર આપીશ: શ્રી મોદી
શું તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આપશો, ભલે તમે તમારા ઘરેથી 15 દિવસો માટે દૂર કેમ ન હોવ? આપણે આપણા ગુજરાતને આગલા પાંચ વર્ષો માટે કોઈ અજાણ્યા લોકોના હાથમાં નહીં સોંપી શકીએ : મુખ્યમંત્રી
મેડમ સોનિયા રાજકોટ આવ્યા પરંતુ શું મોંઘવારી પર એકપણ શબ્દ બોલ્યા? શ્રી મોદીએ પૂછ્યું
હું નથી ઈચ્છતો કે ગુજરાતના કપાસના ખેડૂતો દિલ્હી સરકારની દયા પર નિર્ભર રહે અને એટલા માટે અમે નવી વસ્ત્રનીતિને લાવ્યા છીએ : મુખ્યમંત્રી
3 ડિસેમ્બર 2012 ના રોજ મધ્યાહન સમયે શ્રી નરેન્દ્ર મોદીએ વીરમગામ (અમદાવાદ જિલ્લો) અને ચોટિલા (સુરેન્દ્રનગર જિલ્લો) માં વિશાળ જનસભાને સંબોધિત કરી. શ્રી મોદીએ બતાવ્યું કે જેવી રીતે આપણે આપણા ઘરની ચાવી કોઈ અજાણ્યાને નથી આપી શકતા, પછી ભલે આપણે 15 દિવસ માટે જ ઘરની બહાર કેમ ન જતા હોઈએ. આપણે આપણા ગુજરાતને પણ અજાણ્યાઓના હાથમાં ન સોંપી શકીએ, અને તે પણ 5 વર્ષ માટે.
મુખ્યમંત્રીએ વીરમગામની સાથે પોતાના મજબૂત સબંધની યાદ તાજી કરી અને સંઘ માટે કામ કરતા તે સમયગાળામાં કરેલી અહીંની મુલાકાતો યાદ કરી. તેમણે આ વિસ્તારના વિકાસની વાત કરી જેમાં લોકોએ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તેમણે એટલે સુધી કહ્યું કે વીરમગામમાં પહેલા અશાંતિની ઘણી ઘટનાઓ બનતી હતી, પરંતુ ગાંધીનગરમાં એક મજબૂત સરકાર આવ્યા બાદ એ બધું બંધ થઈ ગયું છે.
શ્રી મોદીએ કહ્યું કે આખા દેશ અને દુનિયાની નજરો ગુજરાતની ચૂંટણીઓ ઉપર મંડાઈ રહી છે, “મને તમારા મત આપો, હું તમને એક મજબૂત સરકાર આપીશ” શ્રી મોદીએ ઘોષણા કરી અને આગળ કહ્યું કે આ બધો વિકાસ એ નિશ્ચિત કરવા માટે છે કે ફક્ત વર્તમાન જ નહીં, પરંતુ ભાવિ પેઢીઓ પણ સુખી રહે.
કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શ્રી મોદીએ કહ્યું કે તેઓ ગુજરાત જીતવા માગે છે પરંતુ તેઓ તેને કોને સુપ્રત કરશે? તેમણે કહ્યું કે લોકોને એ જાણવાનો અધિકાર છે કે હવે પછીનો મુખ્યમંત્રી કોણ બનશે? પરંતુ, તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસનો એક ગુપ્ત એજન્ડા છે, જે છે શ્રી અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાનો. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશના દરેક ભાગમાંથી તિરસ્કૃત થઈ છે અને ઉદાહરણ આપ્યું કે ઉત્તરાખંડમાં પિતા મુખ્યમંત્રી બન્યા તેના કેટલાક મહિનાઓ પછી તરત જ વર્તમાન મુખ્યમંત્રીનો દિકરો પેટાચૂંટણીમાં હારી ગયો.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના લોકોની સાથે સાથે પોતાના કાર્યકર્તાઓની સાથે પણ દગો કરે છે. તેમણે પૂછ્યું કે કેમ શ્રીમતી સોનિયા ગાંધી વધતી મોંઘવારી ઉપર એક શબ્દ પણ ન બોલ્યા, જ્યારે તેઓ રાજકોટ આવ્યા હતા. તેમણે ભાર દઈને કહ્યું કે શ્રીમતી ગાંધી 2007 માં છોટા ઉદેપુરની મુલાકાત બાદ રાજકોટની મુલાકાત લઈને પોતાની દિશા બદલી શકતા હતા, પરંતુ કોંગ્રેસની દુર્દશા યથાવત રહેશે.
શ્રી મોદીએ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે ગુજરાતનો કપાસ ખેડૂત દિલ્હી સરકારની દયા ઉપર નિર્ભર રહે અને એટલા માટે સરકાર નવી વસ્ત્ર નીતિને લઈને આવી છે, જે ખેડૂતો અને ઉત્પાદકોને મદદ કરશે અને નવો રોજગાર ઊભો કરશે. તેમણે આગળ કહ્યું કે કૃષિ પછી જો કોઈ ઉદ્યોગ છે જે સૌથી વધારે રોજગાર ઊભો કરી શકે તો એ છે વસ્ત્ર ઉદ્યોગ.
તેના પહેલા આજે, ગુજરાત ભાજપે પોતાનો ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યો, જે 2012 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો ઘોષણાપત્ર છે. શ્રી મોદીએ તેને એક રૂપરેખા અને એક ઘોષણાપત્રના રૂપમાં દર્શાવ્યું, જેમાં ગુજરાતના વધુ વિકાસની પરિકલ્પના તેમ જ કાર્યયોજના બંને સમાવિષ્ટ છે.
Watch : CM, Shri Modi addresses election meet in Chotila