સ્ત્રીઓ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. હિન્દૂ પૌરાણિક કથાઓથી માંડી સ્વતંત્રતા માટેના ભારતના સંઘર્ષ અને વિશ્વની સૌથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થા તરફ ગતિ કરી રહેલાં આપણા દેશની આ સ્થિતિ સુધી મહિલાઓએ પોતાની ક્ષમતાઓ દ્વારા ખૂબ જ મજબૂત અને નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ભારત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ તે વારસો આગળ ધપાવી રહ્યો છે અને વધુ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સામાજિક સ્તરના નીચલા ભાગમાં મહિલાઓના વ્યવસાયો અને સશક્તિકરણને અર્થપૂર્ણ પ્રાધાન્ય મળે તે સુનિશ્ચિત કરવા માટે એકરૂપ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પહેલ મહિલા-પૂરૂષ સમાનતાથી પણ ઉપરની બાબત છે. મહિલાઓ જ હવે અન્ય મહિલાઓને નવી ચેલેન્જ લેવા અને તેમના સપનાને સુરક્ષિત કરવા યોગ્ય વાતારણ ઊભું કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે.
મહિલા હોવાના કારણે સંરક્ષણ પ્રધાનની ભૂમિકાને નબળી પાડતાં અન્ય નેતાઓથી તદ્દન વિપરિત નરેન્દ્ર મોદી સરકાર, દેશ માટે નૈતિક નિર્ણયો લેવામા મહિલાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની દિશામાં ક્યાંય આગળ નીકળી ગઈ છે. સરકાર દ્વારા નીતિ ઘડવામાં સજ્જ અને સશક્ત મહિલાઓને તેમના સમુદાયો, સંગઠનો અને ઘરોમાં નેતૃત્વની ભૂમિકાઓ લેવા માટે ઉત્તેજન આપી રહી છે. યુપીએ સરકારની મહિલાઓને થોડું આપવાની નિતીને વિદાય આપી દેવાઈ છે. અગાઉ પ્રખ્યાત રાજનેતાઓની પુત્રીઓ અને પત્નીઓને પ્રમોટ કરવા માટે પક્ષની અંદર મહિલાઓના પ્રતિનિધિત્વને મુદ્દાઓને અવગણવામાં આવતાં હતાં, જે મહિલાઓની શક્તિઓને કૂંઠિત કરતું હતું. મહિલાઓને લગતા મુદ્દાઓને મર્યાદિત કરવાની જરૂર નથી. આપણે તેમની ક્ષમતાઓને તેમના સ્ત્રીપણાના દાયરાની બાહ લાવવાની છે, અને મોદી સરકારે તે ભાવના અને એક્શન બંનેમાં લાબિત કર્યું છે.
તમામનું પ્રતિનિધિત્વ
- સરકારે મંત્રી પરિષદમાં 9 મહિલાઓ સાથે, પ્રથમ ફૂલ ટાઈમ સંરક્ષણ પ્રધાન, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ) (ભારતમાં સૌપ્રથમ)માં બે મહિલાઓ જેવાં પગલાંઓ દ્વારા સક્રિયપણે મહિલાઓને પ્રવૃત્ત કરીને અગાઉના તમામ બંધનો તોડ્યાં છે. સામાન્ય નાગરિકો માટે, આ રજૂઆત ચોક્કસ નામ અથવા સંખ્યા સુધી મર્યાદિત નથી. તે વિશાળ વસતી માટે પ્રોત્સાહક સંકેત અને સંદેશ પૂરો પાડે છે. એટલે કે, સામાન્ય પરિવારોની મહિલાઓ માટે તે શક્ય છે, કોઈપણ પ્રસિદ્ધ ઉપનામની બહાર જવાનું અને પોતાની ક્ષમતા અને સક્ષમતા પર આધારિત પોતાને માટે એક એક અલાયદું સ્થાન બનાવવું.
- અનેક પ્રસંગે એવું જોવામાં આવ્યું છે કે તાલિમની અભાવે, પંચાયતની ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) માટે પુરુષો અથવા પરિવારના સભ્યો દ્વારા નિર્ણય લેવાતાં હતાં. આના કારણે પંચાયત સંસ્થાઓમાં મહિલાઓ માટે 33% અનામતનો હેતુ માર્યો જતો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પંચાયતના ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) માટે ગામડાઓના સંચાલનમાં તેમની ક્ષમતા અને કુશળતા વધારવા રાષ્ટ્રવ્યાપી તાલિમ કાર્યક્રમો શરૂ કર્યા છે.
- યુનિકોર્ન નામના ઉલ્લેખનીય સ્ટાર્ટઅપનાં સીઈઓપદે રહેલાં મહિલાં એક સામાન્ય ભારતીય પરિવારમાંથી આવે છે. આ નોંધપાત્ર છે કારણ કે ભારતમાં યુવતીઓ પોતાના સપના પૂરાં કરવા માટે તેમને નિતી ઘડનારાઓ અને સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
- દેશની સૌથી મોટી રોકાણકાર ક્લબમાંની એક એન્જલે ક્લબે નોંધ્યું છે કે મહિલાઓ તરફથી આવતા શ્રેષ્ઠ વિચારોની સંખ્યા 10% (2014)થી વધીને 2018 સુધીમાં 30 ટકા થઈ છે.
- 2018માં, ભારતીય હવાઈ દળમાં ત્રણ મહિલાઓએ ફાઈટર પાઈલટ તરીકે સ્થાન મેળવ્યું છે. એવી તમામ યુવાન મહિલા કે, જેના પર એવી સ્થાપિત માન્યતા થોપી બેસાડાઈ હતી કે તે મહિલા છે માતૃભૂમિ માટે ન લડી શકે, તેમના માટે આ એક આમંત્રણ હતું.
બધા માટે સશક્તિકરણ
- મુદ્રા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયાથી સંયુક્તના સંયુક્ત કૂલ લાભાર્થીઓમાંથી 74% મહિલાઓ છે જે 9 કરોડથી વધુ થવા જાય છે. આ મહિલા સાહસિકો મહિલા સશક્તિકરણના ભારતના સામાજિક રાજદૂતો છે. તે ફક્ત આર્થિક રીતે સ્વતંત્ર નથી, તેઓ અન્ય મહિલાઓ માટે આજીવિકાની તકો ઊભી કરીને વધુ મહિલાઓને ટેકો આપવાની સ્થિતિમાં પણ છે.
- માસિકસ્ત્રાવ વખતે માધ્યમિક શાળાઓમાં અલગ શૌચાલયોના અભાવે પડતી મુશ્કેલીઓને કારણે અસંખ્ય છાત્રાઓ અભ્યાસ છોડી દેતી હતી. હવે માધ્યમિક શાળાઓમાં શૌચાલયની સુવિધાને કારણે કન્યાઓની નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (યુ-ડીઆઈએસઈ) મુજબ, માધ્યમિક શિક્ષણમાં કન્યાની નોંધણી 2013-14માં 76% હતી જે 2015-16માં 80.97% થઈ છે.
- રાંધણ ગેસ જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી પાડીને મોદી સરકારે મહિલાઓને એક વધારાની સુવિધા આપી છે, જેનો તેઓ પોતાની ઇચ્છા મુજબ ઉપયોગ કરી શકે છે.
- વડાપ્રધાન આવાસ યોજના (પીએમએ)ના માકન માલિકોમાં 75% મહિલાઓ છે. આ સામાજિક સુરક્ષાનું એ અભૂતપૂર્વ સ્તર છે જે મહિલાઓને મળી આવી છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએનું કાર્ય સામાજિક સશક્તિકરણ અથવા મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા સુધી મર્યાદિત નથી. મહિલાઓને શૈક્ષણિક, સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે, પૂરતી માત્રામાં પહોંચાડવાનો એ આદેશ હતો. એક એવી મહિલા માટે કે જેણે સ્ત્રી-પૂરૂષના ભેદ વચ્ચે જ કામ કરવું પડ્યું ન હતું, પરંતુ ઘણી વખત તેણીની યોગ્યતા સાબિત કરવા માટે ઘણી વખત સખત મહેનત કરવી પડતી હતી, પરંતુ હવે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને મોરચા નોંધપાત્ર રીતે બદલાયા છે. રોકાણકારો હવે એ નથી જોતાં તે જ્યાં રોકાણ કરે છે તે મહિલા છે કે પૂરૂષ. નોંધનીય છે કે મહિલાઓ માટે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં તકો અને સંસાધનોમાં પરિવર્તન જોવા મળી રહ્યુ છે.