People want to be rid of evils like corruption and black money existing within the system: PM Modi
NDA Government’s objective is to create a transparent and sensitive system that caters to needs of all: PM Modi
We are working to fulfill the needs of the poor and to free them from all the problems they face: PM Modi
Mudra Yojana is giving wings to the aspirations of our youth: PM Modi
Non-Performing Asset (NPA) is the biggest liability on the NDA Government passed on by the economists of previous UPA government: PM Modi
We are formulating new policies keeping in mind the requirements of people; we are repealing old and obsolete laws: PM Modi
Major reforms have been carried out in the last three years in several sectors: PM Modi

 

 ફિક્કીના પ્રેસિડેન્ટ શ્રી પંકજ આર.પટેલ જી, ભાવિ પ્રેસિડેન્ટ શ્રીમાન રાજેશ સી.શાહ, સેક્રેટરી જનરલ ડો. સંજય બારૂ અને અહીંયાં ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભવો.

 તમે સૌ આજે પોતાના સમગ્ર વર્ષનાં લેખાં જોખાં કરીને હિસાબ કિતાબ કરવાના કામમાં લાગી ગયા છો. આ વર્ષે  ફિક્કીને 90 વર્ષ પણ પૂરાં થઈ રહ્યાં છે. કોઈ પણ સંસ્થા માટે તે ગૌરવની બાબત બની રહે છે. તમને સૌને મારી તરફથી 90 વર્ષની સફળ યાત્રા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હમણાં સુધી જે લોકોએ આ કામ સંભાળ્યું છે, તે બધાને પણ મારા તરફથી વધામણી પાઠવું છે.

 સાથીઓ, 1927ની આસપાસનો સમય હતો, જ્યારે સાઈમન કમિશનની રચના કરવામાં આવી હતી અને એ સમયે તેની વિરુધ્ધ ભારતનું ઉદ્યોગ જગત જે રીતે સંગઠીત થયું, તે ઘટના સ્વયં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક પ્રસંગ બની રહી છે. પોતાના હિતો કરતાં પણ વધુ આગળ વિચારીને ઉદ્યોગ જગતે સાયમન કમિશનની રચના સામે અવાજ ઉઠાવ્યો હતો. જે રીતે એ સમય ભારતીય સમાજનું દરેક ઘટક રાષ્ટ્ર હિતને સામે રાખીને આગળ વધ્યું હતું, તેવી જ રીતે ભારતીય ઉદ્યોગકારોએ પોતાની ઉર્જા રાષ્ટ્રના નિર્માણમાં લગાવી હતી.

 ભાઈઓ અને બહેનો, જે રીતે 90 વર્ષ પહેલાં સામાન્ય માનવી પોતાની દૈનિક જવાબદારીઓની સાથે સાથે દેશ પ્રત્યેની જવાબદારીઓ ઉપાડવા માટે આગળ આવ્યા હતા, કંઈક એવો જ સમયગાળો એક વાર આપણા સૌની સામે આવ્યો છે. વર્તમાન સમયમાં દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓ જે સ્તરે છે, તે જોતાં અને હું સમજુ છું કે તે સ્થિતિને આપ પણ સારી રીતે સમજી શકતા હશો. લોકો દેશની આ આંતરિક બુરાઈઓથી, ભ્રષ્ટાચારથી અને કાળા નાણાંથી પરેશાન થઈ ચૂક્યા છે અને તેનાથી તેમણે છૂટકારો મેળવવાનો છે.

 અને આટલા માટે જ દરેક સંસ્થા, ભલેને પછી તે કોઈ રાજકીય દળ હોય કે  ફિક્કી જેવુ ઔદ્યોગિક સંગઠન હોય, તેમના માટે આ ચિંતનનો સમય છે, જે દેશના લોકોની જરૂરિયાતો અને તેમની ભાવનાઓ સમજીને પોતાની રણનીતિ કેવી રીતે નક્કી કરે તે વિચારવાનું છે.

 સાથીઓ, આઝાદી પછીના વર્ષોમાં ઘણી બધી ઘટનાઓ બની હતી. પરંતુ એ બાબત પણ સાચી છે કે હાલનાં વર્ષોમાં આપણી સામે અનેક પડકારો આવી ઉભા છે. આઝાદી પછીના 70 વર્ષમાં એક સિસ્ટમ ઉભી થઈ છે કે જેમાં ક્યાંય ને ક્યાંય, કોઈને કોઈ ગરીબ, કોઈને કોઈ સામાન્ય માનવી આ સિસ્ટમ સામે લડતો રહ્યો છે. ઘણી નાની નાની બાબતો માટે તેણે સંઘર્ષ કરવો પડ્યો છે. આવા માણસને બેંકમાં ખાતુ ખોલાવવુ હોય તો પણ સિસ્ટમ તેને નડતરરૂપ બની રહેતી હતી. તેને ગેસનુ જોડાણ જોઈતુ હોય તો દસ જગ્યાએ તેણે આંટા ફેરા કરવા પડતા હતા. પોતાનું જ પેન્શન મેળવવા માટે, બાળકોની સ્કોલરશિપ મેળવવા માટે, તેણે એક અથવા બીજા સ્થળે કમિશન ચૂકવવુ પડતુ હતું.

 સિસ્ટમ સાથેની તેની આ લડાઈને બંધ કરવા માટેનું કામ મારી સરકાર કરી રહી છે. અમે એક એવી સિસ્ટમનું નિર્માણ કરવા માંગીએ છીએ કે જે પારદર્શક હોય, માત્ર પારદર્શક જ ન હોય, પણ તે સંવેદનશીલ પણ હોય. એક એવી સિસ્ટમ કે જે લોકોની જરૂરિયાતોને સમજે.

 આટલા માટે જ જ્યારે અમે જન ધન યોજના શરૂ કરી ત્યારે તેને એટલો જોરદાર પ્રતિભાવ મળ્યો કે, તમે એ જાણીને પરેશાન થઈ જશો કે જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે અમે કોઈ લક્ષ્યાંક મુકી શકતા ન હતા કે કેટલા ગરીબ લોકો માટે બેંકનાં ખાતાં ખોલવાનાં છે. અને કારણ એ પણ હતું કે સરકારની પાસે કોઈ ડેટા જ ન હતો. કોઈ જાણકારી પણ ન હતી.

 અમને બસ એ બાબતની ખાતરી હતી કે ગરીબોને બેંકના દરવાજેથી પાછા વાળી દેવામાં આવે છે. કયાંક ધમકાવીને, તો ક્યારેક આ કાગળ લાવો કે પેલો કાગળ લાવો તેવાં બહાનાં બતાવીને આવુ બધુ કરવામાં આવતુ હતુ. આજે જ્યારે હું જોઉં છું કે અમે જન ધન યોજનાના માધ્યમથી 30 કરોડ ખાતાં ખોલાવ્યાં છે, ત્યારે અમને જણાય છે કે ગરીબોની કેટલી મોટી જરૂરિયાતને અમે પૂરી કરી શક્યા છીએ. એક અભ્યાસમાં આ બાબત ફલિત થઈ છે કે ગ્રામ વિસ્તારો કે જ્યાં આવાં ખાતાં વધુ પ્રમાણમાં ખૂલ્યાં છે, ત્યાં ફૂગાવાના દરમાં પણ ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે આ એક યોજનાને કારણે ગરીબ માણસની જીંદગીમાં કેટલું મોટું પરિવર્તન હાંસલ થઈ શક્યું છે.

 ભાઈઓ અને બહેનો, અમારી સરકારે લોકોની સમસ્યાઓ, તેમની જરૂરિયાતો તરફ ધ્યાન રાખતા રહીને પોતાની યોજનાઓ બનાવવાનો નિરંતર પ્રયાસ કર્યો છે. લોકોની જીંદગી સરળ બને, Ease of Leaving વધે તે વિઝનને અમે અગ્રતા આપી રહ્યા છીએ.

 ગરીબ મહિલાઓને ચૂલાના ધૂમાડામાંથી મુક્તિ મળે એટલા માટે અમે ઉજ્વલા યોજના શરૂ કરી છે. અમે 3 કરોડથી વધુ મહિલાઓને વિનામૂલ્યે ગેસના જોડાણો ઉપલબ્ધ કર્યા છે. હવે વધુ એક અભ્યાસમાં એ બાબત સામે આવી છે કે આ યોજના અમલમાં આવે તે પછી ગ્રામ્ય વિસ્તારોમાં બળતણની કિંમતોના ફૂગાવામાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે ગરીબ માણસે હવે બળતણ માટે ઓછો ખર્ચ કરવો પડે છે.

 

 અમે ગરીબોની એક એક જરૂરિયાત, એક એક સમસ્યાને હાથમાં લઈને તેને ઉકેલવા માટેના એક પછી એક પગલાં લઈ રહ્યા છીએ. ગરીબ મહિલાઓએ સતત શરમનો સામનો ન કરવો પડે એટલા માટે, તેમના આરોગ્ય અને સુરક્ષા ઉપર અસર ન થાય તે માટે અમે સ્વચ્છ ભારત મિશન હેઠળ 5 કરોડથી વધુ શૌચાલય તૈયાર કર્યા છે.

 ગરીબને રહેવા માટે પાકુ ઘર મળી શકે અને તે જેટલા ભાડાંનો ખર્ચ કરતો હોય, લગભગ તેટલી જ રકમમાં તેમને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાન મંત્રી આવાસ યોજનાનો અમે પ્રારંભ કર્યો છે.

 સાથીઓ, વિજ્ઞાન ભવનની આ ઝગમગ થતી લાઈટો દ્વારા જે સુશોભન કરવામાં આવ્યું છે અને જે સમગ્ર વાતાવરણ ઉભુ થયું છે તેનાથી ઘણી અલગ દુનિયા તમને દેશના દૂર દૂરના વિસ્તારોમાં અને દેશના ગામડાંઓમાં જોવા મળતી હોય છે. હું ગરીબીની આ દુનિયામાંથી નિકળીને તમારી વચ્ચે આવીને ઉભો છું. મર્યાદિત સાધનો, મર્યાદિત અભ્યાસ, પરંતુ પોતાના અથાગ, અસિમિત પ્રયાસોને કારણે આ દુનિયામાંથી મને શિખવા મળ્યું છે કે દેશની જરૂરિયાતોને સમજતા રહીને, ગરીબોની જરૂરિયાતો સમજતા રહીને પણ આપણે કામગીરી કરવી જોઈએ, નિર્ણયો લેવા જોઈએ અને તેને લાગુ કરવા જોઈએ.

 જે રીતે મુદ્રા યોજના દ્વારા યુવાનોની એક ખૂબ મોટી જરૂરિયાતને પૂરી કરવામાં આવી રહી છે. આ આવશ્યકતા બેંકોની ગેરંટીની છે. કોઈપણ નવયુવાન પોતાની તાકાત વડે જો કશુંક કરવા માંગતો હશે તો તેની સામે સૌથી પહેલો સવાલ એ થાય છે કે પૈસા ક્યાંથી લાવીશું. મુદ્રા યોજના હેઠળ આ ગેરંટી સરકાર તરફથી આપવામાં આવી રહી છે. છેલ્લા 3 વર્ષમાં અંદાજે લગભગ પોણા દસ કરોડથી વધુ ધિરાણો મુદ્રા યોજના હેઠળ અમે આપી ચૂક્યા છીએ. કોઈપણ બેંક ગેરંટી વગર આ પોણા દસ કરોડ યુવાનોને લગભગ 4 લાખ કરોડથી વધુ રકમ અમે આપી ચૂક્યા છીએ. યુવાનોની વધેલી ઘણી બધી જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકાર તેમની પડખે ઉભી છે અને એનું પરિણામ એ આવ્યું છે કે દેશને છેલ્લા 3 વર્ષમાં લગભગ 3 કરોડ નવા ઉદ્યોગસાહસિકો પ્રાપ્ત થયા છે.

 આ એવા લોકો છે કે જેમને મુદ્રા યોજના હેઠળ પહેલીવાર બેંકમાંથી ધિરાણો મળ્યા છે. આ 3 કરોડ લોકોને દેશના લઘુ ઉદ્યોગ ક્ષેત્ર એટલે કે MSME ક્ષેત્રના વ્યાપમાં સમાવી લેવામાં આવ્યા છે અને તેમને મજબૂત બનાવવામાં આવ્યા છે.

 સરકાર Startups ને પણ ઉત્તેજન આપી રહી છે. Startup ની સૌથી મોટી જરૂરિયાત Risk Capital ની છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે સરકારે સબસીડી હેઠળ એક Fund of Fund ની રચના કરી છે. આ પગલાં લીધા પછી સબસીડી દ્વારા કરવામાં આવેલા રોકાણને અન્ય ઈન્વેસ્ટરના સહયોગથી 4 થી સાડા ચાર ગણો વધારે લાભ આપવામાં આવ્યો છે. આ દ્વારા જે Startup ની પાસે નવા આઈડિયાઝ છે તેમને મૂડી મેળવવામાં સહાયતા થઈ છે.

 ભાઈઓ અને બહેનો, Startups ના વ્યવસ્થા તંત્રમાં Alternate Investment Funds દ્વારા કરવામાં આવેલા રોકાણો ખૂબ જ મહત્વના છે. પાછલા 3 વર્ષોમાં સરકાર મારફતે લેવામાં આવેલા નીતિ વિષયક નિર્ણયોને કારણે આ પ્રકારના રોકાણોમાં ઘણો મોટો વધારો થયો છે. તમે જોઈ શકશો કે સરકાર દેશના નવયુવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે રીતે નિર્ણયો લઈ રહી છે, જે રીતે યોજનાઓ ઘડી રહી છે તેનાથી તદ્દન વિરોધાભાસી બાબત તમને પાછલી સરકારના સમયમાં જોવા મળી હશે. તે સમય દરમિયાન કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો, કરોડોના ધિરાણો આપવામાં આવ્યા હતા. બેંકો પર દબાણ લાવીને આ રકમો આપવામાં આવી હતી.

 સાથીઓ,  ફિક્કી પોતાના માટે જણાવે છે કે તે ઉદ્યોગો માટેનો નીતિ પરિવર્તનનો અવાજ છે. તમે ઉદ્યોગનો અવાજ સરકાર સુધી તો પહોંચાડી શકો છો. તમારા સર્વે થતા રહે છે. તમારા સેમીનાર પણ થતા રહે છે. મને એવી કોઈ જાણકારી નથી કે અગાઉની સરકારની નીતિઓને કારણે જે રીતે બેંકીંગ સેક્ટરની જે દુર્દશા થઈ તે અંગે  ફિક્કીએ કોઈ સર્વે કર્યો હતો કે નહીં. આ Non-Performing Asset, NPA-NPA નો જે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે તે અગાઉની સરકારમાં બેઠેલા અર્થશાસ્ત્રીઓની, આ સરકારને આપવામાં આવેલી મોટી જવાબદારી છે.

 મને એ જાણવાનું પણ કૌતુક છે કે સરકારમાં બેઠેલા કેટલાક લોકો દ્વારા જ્યારે બેંકો પર દબાણ લાવીને, કેટલાક વિશેષ ઉદ્યોગપતિઓને ધિરાણો આપવામાં આવી રહ્યા હતા ત્યારે  ફિક્કી જેવી સંસ્થાઓ શું સક્રિય હતી, શુ કરી રહી હતી, ચેતવણી આપી રહી હતી, અવાજ ઉઠાવી રહી હતી, અગાઉથી જ સરકારમાં બેઠેલા લોકો જાણતા હતા, બેંકો પણ જાણતી હતી, ઉદ્યોગ જગત પણ જાણતું હતું. બજાર સાથે જોડાયેલી સંસ્થાઓ પણ એ બાબત જાણતી હતી કે કશુંને કશું ખોટું તો થઈ જ રહ્યું છે. આ યુપીએ સરકારનો એ સૌથી મોટો ગોટાળો હતો. કોમનવેલ્થ, ટુજી, કોયલા, આ બધાથી પણ ઘણો મોટો ગોટાળો હતો અને તે બેંકના વહિવટ સાથે જોડાયેલો હતો. એક પ્રકારે સરકારમાં બેઠેલા લોકો દ્વારા ઉદ્યોગપતિઓના માધ્યમથી જનતાની તગડી કમાણી લૂંટવામાં આવી રહી હતી. શું એકવાર પણ કોઈ સર્વેક્ષણમાં કોઈ અભ્યાસમાં આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોઈ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જે લોકો મૌન રહીને આ બધુ જોઈ રહ્યા હતા તેમને જગાડવાની કોઈ કોશિષ કરવામાં આવી હતી. આ દેશની કોઈ સંસ્થા દ્વારા આવો પ્રયત્ન થયો હતો?

 સાથીઓ, બેંકીંગ ક્ષેત્રની આ દુર્દશાને સરખી કરવા માટે તથા બેંકીંગ સિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. બેંકોના હિતો સુરક્ષિત કરવામાં આવશે. ગ્રાહકોના હિતોનું પણ રક્ષણ કરવામાં આવશે. દેશના હિતનું પણ ત્યારે જ રક્ષણ થશે.

 આવી પરિસ્થિતિમાં  ફિક્કી જેવી સંસ્થાઓની મોટી ભૂમિકા રહે છે. યોગ્ય જાણકારીની સાથે ઉદ્યોગ જગત અને લોકોને પણ જાગૃત કરવાની જરૂર રહે છે. હવે જ્યારે થોડાક દિવસોથી Financial Resolution and Deposit Insurance Bill- FRDI બાબતે ખૂબ મોટા પ્રમાણમાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

 સરકાર ગ્રાહકોના હિતને સુરક્ષિત કરવા માટે તથા બેંકોમાં જમા થયેલી તેમની મૂડીના રક્ષણ માટે સતત કામ કરતી રહી છે, પરંતુ સમાચારો તેનાથી ઉલટા જ ફેલાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ જગત અને સામાન્ય નાગરિકોને ભ્રમ ઉભો થાય તેવી કોશિશોને ખોટી ઠેરવવામાં  ફિક્કી જેવી સંસ્થાનું યોગદાન પણ જરૂરી બની રહે છે.

 તમે સરકારનો અવાજ, ઉદ્યોગના અવાજ અને જનતાના અવાજ સાથે તાલમેલ કેવી રીતે જાળવશો તે પણ તમારે વિચારવું પડશે. આ તાલમેલ શા માટે આવશ્યક છે તેનું એક ઉદાહરણ હું તમને આપવા માંગુ છું.

 સાથીઓ, ભારતના ઉદ્યોગની એક જૂની માંગણી હતી કે તેને જીએસટીની જરૂર છે, જીએસટી મળવો જોઈએ. હવે જ્યારે જીએસટી લાગુ થઈ ચૂક્યો છે ત્યારે તેને પ્રભાવશાળી બનાવવા માટે તમારી સંસ્થા શું ભૂમિકા નિભાવી રહી છે? જે લોકો સોશિયલ મિડિયા પર છે તેમના ધ્યાન પર આવ્યું હશે કે ઘણાં દિવસથી લોકો રેસ્ટોરન્ટના બિલ પોસ્ટ કરી રહ્યા હતા કે કરવેરા ભલે ઓછા થઈ ગયા હોય, પણ કેટલીક રેસ્ટોરન્ટવાળાઓએ મૂળ ભાવ વધારીને હિસાબને ફરીથી સરભર કરી દીધો છે. આનો અર્થ એ થયો કે ગ્રાહક સુધી જે ફાયદો પહોંચવાનો હતો તે પહોંચ્યો જ નથી.

 આવી સ્થિતિમાંથી બહાર નિકળવા માટે સરકાર જાતે પણ પ્રયાસો કરી રહી છે, પરંતુ  ફિક્કી તરફથી લોકોમાં અને વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે શું કોઈ યોગદાન આપવામાં આવે છે?

 ભાઈઓ અને બહેનો, જીએસટી જેવી વ્યવસ્થા રાતોરાત ઉભી થઈ શકતી નથી અને અમે તો છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી વ્યવસ્થાને બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારૂં એ લક્ષ્ય છે કે વધુને વધુ વેપારીઓ આ નવી વ્યવસ્થા સાથે જોડાઈ જાય.

 મહિને લાખ રૂપિયાનું ટર્ન ઓવર હોય કે દસ લાખ રૂપિયાનું હોય, નાનામાં નાના વેપારીને અમે Formal System માં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધુ એટલા માટે થતું નથી કે સરકારે પૈસા કમાવાના છે, કર વસૂલવાનો છે. સરકાર આ બધુ એટલા માટે કરી રહી છે કે સિસ્ટમ જેટલી ઔપચારિક હોય, જેટલી પારદર્શક હોય, તેટલા જ પ્રમાણમાં દેશના દરેક નાગરિકના હિતોનું રક્ષણ થશે. ગરીબોનું કલ્યાણ થશે. આની ઉપરાંત ઔપચારિક પધ્ધતિને કારણે તેમને બેંકો દ્વારા આસાનીથી ધિરાણો મળશે, કાચા માલની ગુણવત્તામાં વધારો થશે અને લોજીસ્ટીક્સનો ખર્ચ પણ ઓછો થશે. આનો અર્થ એ કે વિશ્વના બિઝનેસમાં નાના ઉદ્યોગો પણ વધુ સ્પર્ધાત્મક બનશે. મને આશા છે કે ફિક્કીએ મોટા પાયા પર નાના વેપારીઓને માર્ગદર્શન આપવા માટે કોઈ યોજના અવશ્ય બનાવી રાખી હશે.

 ભાઈઓ અને બહેનો, મને જણાવવામાં આવ્યું છે કે  ફિક્કીનું MSME Vertical દેશના અર્થતંત્રમાં ખૂબ મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે અને ફિક્કીની ઉંમર થઈ ગઈ 90 વર્ષ. MSME Vertical ની રચના વર્ષ 2013માં કરવામાં આવી હતી. 90 વર્ષની આ સંસ્થામાં MSME Vertical માત્ર 4 વર્ષ પહેલાં જ બન્યું હતું. હું કોઈ વધુ ટિપ્પણી કરવા માંગતો નથી, પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે તમારૂં આ વર્ટીકલ મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવી યોજનાઓનો વ્યાપ વિસ્તારમાં ઘણી બધી મદદ કરી શકે તેમ છે. આટલી અનુભવી સંસ્થા જ્યારે આપણાં નાના ઉદ્યોગનો હાથ પકડવાનું કામ કરશે ત્યારે તે ઉદ્યોગો પણ વધુ ઉર્જા સાથે કામ કરી શકશે અને સફળતા હાંસલ કરી શકશે.

 સરકારે એક ખૂબ મોટી પહેલ હાથ ધરી છે અને મારી ઈચ્છા છે કે તમારા જેવી સંસ્થાઓ પણ તેનો અભ્યાસ કરશે. eMarketplace એટલે કે GeM નામથી અમે એક વ્યવસ્થા ઉભી કરી રહ્યા છીએ કે જે દેશના નાના નાના ઉદ્યોગોને જોડવાનું કામ કરશે. તમારે આ પ્રયાસને ઉત્તેજન આપવું જોઈએ. GeM ના માધ્યમથી હવે નાના નાના ઉદ્યોગો પણ પોતાના સામાનનું સરકારને સીધુ વેચાણ કરી શકશે.

 તમારી પાસે, મારી એક અપેક્ષા છે કે લઘુ અને મધ્યમ કદના એકમોના જે પૈસા મોટી કંપનીઓ પાસેથી લેવાના થાય છે અને અહીં બેઠેલા ઘણાં લોકોને હું વિનંતી કરવા માંગુ છું કે મોટી મોટી કંપનીઓ પાસેથી ઘણાં લાંબા સમયથી ચૂકવવાના બાકી છે તે શું સમયસર ચૂકવી શકાશે? શું આને માટે તમે કશું કરી શકો તેમ છો? નિયમો છે, પરંતુ એ બાબત પણ સાચી છે કે નાના ઉદ્યોગોના પૈસા મહદ્દ અંશે મોટી કંપનીઓ પાસે અટકેલા પડેલા હોય છે. 3 મહિના, 4 મહિના પછી એમને ચૂકવણી કરવામાં આવે છે. હવે વ્યાપારી સંબંધો બગડી ના જાય, નાનો માણસ છે અને તેની પાસેથી ખરીદી બંધ થાય તો તે પરેશાન થઈ જશે. એટલા માટે જ નાના ઉદ્યોગનો પોતાના હક્કના પૈસા લેવાનો જે અધિકાર હોવા છતાં પણ તે મોટી કંપનીઓ પાસેથી માંગણી કરવામાં પણ ખચકાટ અનુભવતો હોય છે. તેની આ ચિંતાને, આ સમસ્યાને, દૂર કરવા માટે  ફિક્કી જેવી સંસ્થા તરફથી આગ્રહપૂર્વક પ્રયાસ થશે તો અર્થતંત્રને ખૂબ સારી ગતિ મળશે.

 સાથીઓ, એવા ઘણાં કારણો છે કે જેને કારણે આપણો દેશ વિતેલી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિનો સારી રીતે લાભ ઉઠાવી શક્યો નથી અને આજે ઘણાં એવા કારણો છે કે જેને લીધે ભારતમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ શકે તેમ છે.

 આ સરકાર દેશની જરૂરિયાતોને સમજીને નવી નીતિઓ ઘડી રહી છે. જૂના કાયદાઓ ખતમ કરી રહી છે અને નવા કાયદાઓ બનાવી રહી છે. હજુ હમણાં જ અમે વાંસ સંબંધે એક નિર્ણય કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાંસ માટે એક ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાંસ એક વૃક્ષ છે કે ઘાસ છે તે બાબતને લઈને આપણાં દેશમાં બે અલગ અલગ કાયદાઓ અમલમાં હતા. એક કાયદામાં જણાવવામાં આવ્યુ હતું કે વાંસ એ ઘાસ છે. બીજો કાયદો કહેતો હતો કે વાંસ એ વૃક્ષ છે. કોઈને જેલમાં નાંખવો હોય તો વૃક્ષવાળો કાયદો અને કોઈની પાસેથી પૈસા કમાવા હોય તો ઘાસવાળો કાયદો કામમાં લેવાતો હતો. હવે સરકારે એવો નિર્ણય કર્યો છે કે જંગલોની બહાર જે વાંસ ઉગે છે એટલે કે આદિવાસી પણ પોતાના ખેતરમાં ઉગાડે છે તેવા વાંસને વૃક્ષ માનવામાં નહીં આવે. વૃક્ષ માનવામાં નહીં આવે, તે અંગે તમને અચરજ થશે કે અગરબત્તી બનાવવા માટે પણ આપણે વાંસની આયાત કરવી પડતી હતી. પતંગ બનાવવા માટે પણ વાંસની આયાત કરવામાં આવે છે. દિવાસળી માટે પણ વાંસની આયાત કરવી પડે છે, પરંતુ જો વાંસ વૃક્ષ હશે તો જેલમાં જવું પડશે. આ નિર્ણયથી એવા લાખો ઉદ્યમીઓને ફાયદો થશે, જે વાંસ આધારિત ઉદ્યોગો સાથે જોડાયેલા હશે. કાગળની મિલો સહિતના ઉદ્યોગોને ફાયદો થશે.

 સાથીઓ, મને જણાવવામાં આવ્યું છે કે  ફિક્કીના સભ્યોમાં સૌથી વધુ ઉત્પાદક કંપનીઓ સાથે જોડાયેલા સભ્યો છે. એન્જીનિયરીંગ ગુડઝ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ વગેરે જેવી કંપનીઓનો  ફિક્કીના પરિવારમાં લગભગ એક ચતુર્થાંશ જેટલો હિસ્સો હશે. ભાઈઓ અને બહેનો, તો પછી આવું કેવી રીતે બન્યું કે બિલ્ડરોની મનમરજીની જાણ અગાઉની સરકાર સુધી  ફિક્કીએ પહોંચાડી ન હતી, મધ્યમ વર્ગ પિસાઈ રહ્યો હતો. જીંદગીભરની કમાણી બિલ્ડરને આપી દીધા પછી પણ તેને ઘર મળી શકતું ન હતું અને આવી સ્થિતિ છતાં પણ કોઈ નક્કર કદમ લેવામાં આવતા ન હતા. RERA જેવો કાયદો અગાઉ પણ બનાવી શકાયો હોત, પરંતુ આવો કોઈ કાયદો ઘડાયો ન હતો. મધ્યમ વર્ગની આ મુશ્કેલીને આ સરકારે સારી રીતે સમજીને કાયદો બનાવીને મનમરજી ચાલતી અટકાવી છે.

 ભાઈઓ અને બહેનો, અમે પણ એ બાબતને સમજ્યા છીએ કે માર્ચમાં બજેટ રજૂ કરવાનું હોવાથી યોજનાઓ માટે સમગ્ર વર્ષ સુધી કામ કરવાની તક મળતી ન હતી. બજેટ મંજૂર થાય અને વરસાદની શરૂઆત થાય, બંને બાબતો એક સાથે બનતી હતી અને બજેટ અંગે લાંબા સમય સુધી એટલે કે દિવાળી આવે ત્યાં સુધી કોઈ કામ થઈ શકતું ન હતું. અમે બજેટને આગળ લાવ્યા. એક મહિનો વહેલુ કરી દીધુ. ચોમાસાના કારણે 3 થી 4 મહિના નકામા જતા હતા અને એટલા માટે અમે આ વર્ષના બજેટનો સમય એક મહિનો વહેલો કરી દીધો છે અને એનું પરિણામ એ આવ્યું છે કે આ વર્ષે વિભાગોના નિર્ધારિત સમય પહેલાં પૈસા મળ્યા. યોજનાઓમાં કામ કરવાની પૂરી તક મળી અને પૂરા વર્ષ સુધી કામ ચાલતું રહ્યું.

 સાથીઓ, આ સરકારમાં યુરિયા માટે નવી નીતિ ઘડવામાં આવી છે. કાપડ ઉદ્યોગ માટે નવી નીતિ બની છે. ઉડ્ડયન ક્ષેત્ર માટે પણ નવી નીતિ બની છે. ટ્રાન્સપોર્ટ સેક્ટરના એકીકરણ માટે અમે પોલિસી બનાવી છે. આરોગ્ય માટે પણ અમે નવી પોલિસી બનાવી છે. માત્ર એટલું જ નહીં કે નીતિ બનાવવાની છે માટે જ નીતિ ઘડી છે. આ સરકાર એ રીતે કામ કરતી નથી.

 અમે યુરિયા માટે નીતિ બદલી. એથી દેશમાં યુરિયાના નવા કારખાનાઓ શરૂ કર્યા વગર દેશમાં 18 થી 20 લાખ ટન જેટલું યુરિયાનું ઉત્પાદન વધી ગયું. ટેક્સટાઈલ ક્ષેત્રમાં નવી નીતિ રોજગારીની એક કરોડથી વધુ તકોનું નિર્માણ કરશે. ઉડ્ડયન ક્ષેત્રમાં જે પ્રકારે નીતિ બદલવામાં આવી છે તેને કારણે હવાઈ ચંપલ પહેરનાર પણ હવાઈ ઉડાનની સગવડ મેળવી શકશે. આ પ્રકારનું જે પરિવર્તન અમે લાવ્યા છીએ તેનાથી પરિવહન ક્ષેત્રનું એકીકરણ તથા માલ-સામાનની હેરફેરની અલગ અલગ વ્યવસ્થા પર પડતો બોજ ઘણાં મોટા પ્રમાણમાં ઓછો થઈ જશે.

 છેલ્લા ત્રણ વર્ષમાં, અને મારી ઈચ્છા છે કે  ફિક્કી એક યાદી તૈયાર કરે. છેલ્લા 3 વર્ષમાં 21 સેક્ટરમાં સરકારને મહત્વના 87 સુધારા કર્યા છે. સંરક્ષણ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર, નાણાંકિય સેવાઓ, ફૂડ પ્રોસેસિંગ જેવા એવા ઘણાં ક્ષેત્રો છે કે જેમાં જૂની પુરાણી વ્યવસ્થામાં ખૂબ મોટા ફેરફારો લાવવામાં આવ્યા છે અને તેનું પરિણામ એ આવ્યું છે કે તેની સાથે જોડાયેલા અલગ અલગ માપદંડોમાં પરિવર્તનની અસર જોવા મળી રહી છે.

 Ease of Doing Business ના રેંકીંગમાં ભારત માત્ર 3 વર્ષમાં જ 142 મા સ્થાન પરથી 100 મા ક્રમ ઉપર પહોંચી ગયું છે.

 ભારતની વિદેશી હુંડિયામણની અનામતો લગભગ 30 હજાર કરોડ ડોલરથી વધીને 40 હજાર કરોડ ડોલર સુધી પહોંચી ગઈ છે. Global Competitiveness Index માં ભારતનું રેંકીંગ 32 આંક જેટલું સુધર્યું છે. Global Innovation Index માં ભારતના રેંકીંગમાં 21 આંકનો સુધારો થયો છે. Logistics Performance Index માં 19 આંકનો સુધારો થયો છે. કુલ સીધા મૂડી રોકાણની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં દેશમાં વિદેશી મૂડી રોકાણમાં લગભગ 70 ટકા જેટલી વૃધ્ધિ થઈ છે.

 મેં અગાઉ પણ કહ્યું હતું કે  ફિક્કીમાં તો બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો ઘણાં વધારે છે. તમને જાણકારી હશે કે બાંધકામ ક્ષેત્રમાં તો અત્યાર સુધીમાં કુલ વિદેશી મૂડી રોકાણના 75 ટકા જેટલું વિદેશી મૂડી રોકાણ થયું છે.

 આ રીતે એર ટ્રાન્સપોર્ટનું ક્ષેત્ર હોય, માઈનીંગ ક્ષેત્ર હોય, કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા હાર્ડવેર હોય, ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ હોય, આ બધા ક્ષેત્રોમાં જે રોકાણો થયા છે તેમાં અડધાથી વધુ રોકાણો માત્ર ફક્ત અને ફક્ત છેલ્લા ત્રણ વર્ષમાં જ થયા છે.

 અર્થવ્યવસ્થાની મજબૂતીના કેટલાંક આંકડા પણ સામે મૂકવા માંગુ છું. મને વિશ્વાસ છે કે બે-ત્રણ દિવસ પહેલા આંકડા આવ્યા હતા જેનો આપને ખ્યાલ હશે, પરંતુ તેની તરફ તમારૂં ધ્યાન ફરીથી આકર્ષિત કરવા માટે મારૂં મન જણાવી રહ્યું છે.

 સાથીઓ, ઘરેલુ બજારમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 14 ટકાથી વધારે રહ્યુ છે. કોમર્શિયલ વ્હીકલનું વેચાણ, જે દેશમાં ઈકોનોમિક એક્ટિવિટી બતાવે છે. એમાં 50 ટકાથી વધુ વધારો થયો છે. થ્રી વ્હીલરનું વેચાણ, જેને રોજગારનું એક ઈન્ડિકેટર માનવામાં આવે છે, તેમાં નવેમ્બર મહિનામાં લગભગ 80 ટકાનો વધારો જણાયો છે. ટુ-વ્હીલરનું વેચાણ એ ગામડાઓમાં અને મધ્યમ વર્ગના લોકોની આવકમાં વધારો થયો હોવાનું દર્શાવે છે, એમાં 23 ટકાથી વધારે વૃધ્ધિ નોંધવામાં આવી છે.

 સાથીઓ, તમને ખબર હશે કે મોટા સ્તર પર પરિવર્તન ત્યારે આવે છે કે જ્યારે અર્થવ્યવસ્થા પર સામાન્ય માનવીનો ભરોંસો વધે છે. આ સુધારો એ વાતનો પૂરાવો છે કે સરકાર મોટા પ્રશાસન, વિત્તીય અને કાનૂની પગલાં ઉઠાવી રહી છે. આ સુધારો એ વાતનો પણ પૂરાવો છે કે સરકારને રીફોર્મ, ઈકોનોમિક રીફોર્મમાં પણ —

 જેમ કે જો પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરૂં તો સરકાર આ લક્ષ્ય પર કામ કરી રહી છે કે 2022 સુધીમાં દેશના દરેક ગરીબ પાસે પોતાનું ઘર હોય. આ માટે ગામડાઓમાં, શહેરોમાં લાખો ઘરોનું બાંધકામ થઈ રહ્યું છે. આ ઘર બનાવવા માટે સ્થાનિક માનવશક્તિને કામે લગાડાઈ રહી છે. મકાનના નિર્માણ માટે જે સામાન લાવવામાં આવે છે તે પણ સ્થાનિક બજારમાંથી જ આવી રહ્યો છે. એવી જ રીતે દેશમાં ગેસ પાઈપલાઈન વિસ્તારવાનું પણ એક મોટું કામ ચાલી રહ્યું છે, અને તેનાથી દેશમાં Distribution System પણ વિકસીત થઈ રહી છે. જે શહેરોમાં CNG પહોંચાડવામાં આવી છે ત્યાં પણ એક Job માર્કેટમાં એક નવું Eco System પણ આજે વિકસી રહ્યું છે.

 ભાઈઓ અને બહેનો, આપણે બધાં દેશની જરૂરિયાતને સમજીને જો કામ કરીશું તો જ લોકોની આશાઓ -અપેક્ષાઓ પૂર્ણ કરી શકીશું.  ફિક્કી સાથે જોડાયેલી બધી સભ્ય કંપનીઓએ આ બાબતે પણ વિચાર કરવો જોઈએ કે દેશમાં એવી ચીજોનું કેવી રીતે ઉત્પાદન કરી શકાય કે જેને ભારત બહારથી મંગાવવાની આપણી મજબૂરી હોય. એવા ઘણાં ક્ષેત્રો છે કે જેમાં કાચો માલ આપણી પાસેથી લઈને તૈયાર માલ પણ આપણને જ વેચવામાં આવશે. આપણે આ સ્થિતિમાંથી દેશને બહાર લાવવાનો છે.

 સાથીઓ, વર્ષ 2022માં આપણા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવશે. આપણે સૌએ નૂતન ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે.  ફિક્કી જેવી સંસ્થાઓનો વ્યાપ એટલો મોટો છે અને જવાબદારી એટલી મોટી છે કે તેણે આગળ કદમ ધપાવીને ન્યૂ ઈન્ડિયા માટે આપણે સંકલ્પ કરવો પડશે.  ફિક્કીએ એ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે દેશની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કયા નવા સંકલ્પો કરવાના છે. તમારા માટે કેટલા બધા ક્ષેત્રો છે કે જેમાં કામ કરવાની ઘણી સારી સંભાવનાઓ છે. ફૂડ પ્રોસેસિંગ સેક્ટર, સ્ટાર્ટઅપ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, સોલાર પાવર સેક્ટર, હેલ્થ કેર આ તમામને  ફિક્કીના અનુભવનો ફાયદો મળી શકે તેમ છે. શું તમારી સંસ્થા દેશના લઘુ અને મધ્યમ કદના ક્ષેત્ર માટે થીંક ટેન્ક તરીકે કામ કરી શકશે?

 ભાઈઓ અને બહેનો, કરવા માટે તો ઘણાં કામો છે. આપણે માત્ર સંકલ્પ લેવાનો છે અને તેને સિધ્ધ કરવાનો છે. જ્યારે આપણો સંકલ્પ સિધ્ધ થશે ત્યારે દેશને સિધ્ધિ મળશે. હા, ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે જે રીતે ક્રિકેટમાં કેટલાક બેટ્સમેન 90 રન પર પહોંચીને 100 રન પર પહોંચવાની પ્રતિક્ષામાં ધીમુ રમવા માંડે છે.  ફિક્કીએ આવું નહીં કરવું જોઈએ. આવો, એક છક્કો અને એક ચોક્કો લગાવીને સદી પાર કરી દઈએ.

 હું વધુ એકવાર ફરીથી  ફિક્કીને, તેના સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તે સાથે મારી વાત પૂરી કરૂં છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ!!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"