Indian diaspora has played an essential role in strengthening Indo-Oman ties, says PM Modi
Being called for the inaugural address at the World Government Summit shows India's growing stature in the world, says PM Modi
His Majesty Sultan has an inseparable bond with India. My presence in the stadium named after His Majesty holds a huge significance: PM Modi in Muscat
As a nation, we believe in change. Every Indian is trying to make 'New India vision' a reality: PM Modi
We Indians believe in Vasudhaiva Kutumbakam (the world is one family), says PM Modi in Muscat
We make laws where it is necessary, but after our government came to power, approximately 1,400 laws have been done away with, says the PM
Next generation infrastructure is being developed in country keeping in mind the needs of 21st century: PM Modi in Oman

આટલી વિશાળ સંખ્યામાં અહીં પધારેલ મારા દેશવાસીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર.

આ આપણાં દેશની એટલી મોટી શક્તિ છે કે જો હું અલગ-અલગ ભાષાઓમાં અને બોલીઓમાં નમસ્કાર બોલવા લાગુ તો કલાકો નિકળી જાય. સમગ્ર દુનિયામાં અને કોઈ દેશમાં આ વિવિધતા જોવા નહીં મળે.

આજ હું મારી સામે ભારતની બહાર ઓમાનની ધરતી પર એક મિની ઈન્ડિયા જોઈ રહ્યો છું. આજે હું મારી આંખોની સામે દેશના અલગ અલગ ખૂણેથી આવેલ ભારતીયો, અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરનાર ભારતીયોની એક ભવ્ય તસવીરનું નિર્માણ જોઈ રહ્યો છું.

મારી સાથે પૂરી તાકાતથી બોલો ભારત માતા કી…. જય, ભારત માતા કી…જય, ભારત માતા કી …જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.

ભાઈઓ અને બહેનો ઓમાનનો આ મારો પહેલો પ્રવાસ છે. બે કલાક પહેલાં જ હું દુબઈથી અહીં આપણી વચ્ચે આવ્યો છું. કદાચ તમે ટીવીમાં જોયુ  હશે કે ત્યાં મારે વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટમાં યુએઈના રાષ્ટ્રપતિના આમંત્રણથી મુખ્ય મહેમાન  તરીકે  Technology or Development ના વિષય પર  ઉદ્દઘાટન પ્રવચન  આપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આ બાબત માત્ર કોઈ એક કાર્યક્રમમાં ભાષણ આપવા સુધી મર્યાદિત વિષય રહેતો નથી. જેને આજે દુનિયા સન્માન આપી રહી છે તે ઘટના સ્વયં ભારતની પ્રગતિનું સન્માન છે. મારો અધિકૃત પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ 10 વર્ષ પહેલાં જ્યારે હું ગુજરાતનો મુખ્ય મંત્રી હતો ત્યારે મેં આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો અને એ પ્રવાસ દરમિયાન હું સલાલાહ થઈને પસાર થયો હતો. હું થોડો સમય અહિંયા રોકાયો હતો અને એ વખતે મને જે લોકો અહિંયા મળ્યા હતા તે લોકોને આજે ફરીથી મળવાનું સૌભાગ્ય મળ્યું છે. ખૂબ લાંબા સમયથી ઓમાન આવવાનો અને આપની વચ્ચે આવવાનું તથા તમને મળવાની મને ઈચ્છા હતી, પરંતુ તે તક આજે મને પ્રાપ્ત થઈ છે.

ઓમાન સરકારને, ઓમાનની શાસન વ્યવસ્થાને આ બધી ગોઠવણ બદલ હું અંતઃકરણપૂર્વક ધન્યવાદ પાઠવું છું. સાથીઓ, ભારત અને ઓમાન સરકાર વચ્ચેના સંબંધો સેંકડો હજારો વર્ષ જૂના છે. 5000 વર્ષ પહેલાં પણ ગુજરાતના લોકો લોથલ પોર્ટ મારફતે લાકડાનું જહાજ લઈને ઓમાન સુધી આવતા હતા અને પાછા વળતી વખતે જહાજ લોથલથી પણ આગળ દક્ષિણ દિશા તરફ ભારતના સાગર કિનારાઓ પરથી પસાર થઈને શ્રીલંકા સુધી જતા હતા. આ હજારો વર્ષોમાં વ્યવસ્થા બદલાઈ ગઈ છે. ભારતમાં ગુલામીનો એક લાંબો સમયગાળો આવ્યો, પરંતુ આપણા સદીઓ જૂના વ્યાપારી અને આત્મીય સંબંધો એવા ને એવા જ જળવાઈ રહ્યા છે. ભારતની આઝાદી પછી બંને દેશો વચ્ચે વ્યાપારી અને આર્થિક તેમજ સામાજીક સંબંધોને વધુને વધુ મજબૂત કરવા માટે સંસ્થાઓ વિકસીત થઈ. ભારતના અમારા હિંદુસ્તાનમાં જે મધ્ય પ્રદેશ રાજ્ય છે ત્યા બીના રિફાઈનરી આવેલી છે. આ બીના રિફાઈનરી ઓમાનના સહયોગથી ચાલી રહી છે. ભારતીય કંપનીઓના દોઢ હજારથી વધુ સંયુક્ત સાહસો ઓમાનમાં કામ કરી રહ્યા છે. ઓમાનની પ્રગતિ અને વિકાસમાં જોડાયેલા તમામ લોકો એક રીતે અમારા રાષ્ટ્રદૂત છે. અહીં આપ સૌની ભાગીદારી રહી છે. સરકાર તરફથી તો એક રાજદૂત હોય છે, પરંતુ દેશ તરફથી અહિંયા લાખો રાષ્ટ્રદૂત ઓમાનમાં બેઠેલા છે. તમે જોયુ હશે કે છેલ્લા 3 વર્ષથી અમે કોઈ પ્રકારની એક નીતિ બનાવીને ખાડીના દેશો સાથે ભારતના જૂના અને મૈત્રીપૂર્ણ સંબંધોને આજના સમય અનુસાર નવા વાઘા પહેરાવી રહ્યા છીએ અને એક નવી  ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છીએ તેમજ અનેક પાસાઓ સાથે જોડી રહ્યા છીએ. તમારૂં એ બાબતે પણ ધ્યાન  ગયું હશે કે ભારતની વધેલી પ્રગતિ અને સાથે સાથે ખાડીના દેશોની ભારત પ્રત્યેની રૂચિ રોજબરોજ વધતી જાય છે. તમે એ અનુભવ કરતાં હો કે નહી કરતા હો, પરંતુ ચારે તરફ તેની ગૂંજ સંભળાઈ રહી છે.  ઉર્જા હોય, વ્યાપાર હોય કે મૂડી રોકાણ હોય. દરેક ક્ષેત્રમાં ખાડી દેશો અને ભારત વચ્ચે સંબંધો એક બીજા સાથે ખૂબ જ મહત્વપૂર્ણ બનતા જાય છે.  એ બાબત જાહેર છે કે ભારતના ઐતિહાસિક સંબંધોમાં એક નવી ગતિશીલતા અને એક નવી પ્રગતિ આવી છે, નવી ઉર્જા આવી છે. ભૌગોલિક રીતે ઓમાન ખાડી દેશોમાં અમારો સૌથી નજીકનો પડોશી છે. અમારૂં એ સૌભાગ્ય છે કે ભારતની સાથે અહીંના રાજપરિવારના ખૂબ જ આત્મિય અને પૂરાણા સંબંધો રહ્યા છે. મહામહિમ સુલતાનનો પણ ભારત સાથે અભિન્ન નાતો રહ્યો છે.

આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ હાજર રહ્યા છો તે માટે તથા મહામહિમ સુલતાનના નામ પર સ્ટેડિયમમાં મારી હાજરી એ એક મહત્વની ઘટના છે. મહામહિમ સુલતાનના અને ઓમાન, ભારત અને ભારતીયો સાથે કેટલી આત્મિયતા દાખવે છે તે આ બાબતનું પ્રતિક છે. આ ખાસ સન્માન માટે હું તેમનો અને આપ સૌનો ખૂબ ખૂબ કૃતજ્ઞ છું.

તમારી સાથેની વાતચીત પછી હું મહામહિમને મળવા જઈ રહ્યો છું અને તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે સવા સો કરોડ દેશવાસીઓ તરફથી અને મારી તરફથી તેમજ આપ સૌની તરફથી શુભેચ્છા પાઠવીશ અને તેમને જણાવીશ કે અહીં મારો આવવાનો ઉદ્દેશ આપણાં બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો છે. આપ સૌને અહીં ઓમાનમાં ઘર જેવું જ વાતાવરણ મળ્યું છે અને તે અમસ્તુ જ મળતુ નથી. અહીંના લોકો અને અહીંના નેતૃત્વના મૂલ્યોનું તે પ્રતિક છે, જેને અમે ભારતમાં વિવિધતા અને સહ-અસ્તિત્વની ખૂબ જ મહત્વની બાબત માનીએ છીએ.

ઓમાનમાં રહેતા મારા લગભગ 8 લાખ ભાઈ-બહેનો ભારતના શુભેચ્છા રાજદૂતો છે. તમે ઓમાનના વિકાસ માટે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તમારો પરસેવા વહેડાવ્યો છે તથા તમારી જવાની અહિંયા ખપાવી દીધી છે. મને એ બાબતનો આનંદ છે કે ઓમાનની સરકાર પણ તમારા અથાગ પરિશ્રમને પૂરૂ સન્માન આપી રહી છે.

ભાઈઓ અને  બહેનો, આપણાં ભારતીયોના સામાજીક સંસ્કારો એવા છે કે આપણે દરેક સમાજમાં સરળતાથી જગા બનાવી લઈએ છીએ. એવું જ થાય છે ને? જે રીતે દૂધમાં સાકર ભળે તે રીત ભળી જાવ છો અને દૂધને મીઠું બનાવી દો છો ને? આ આપણાં સંસ્કાર છે, આપણો સ્વભાવ છે અને તે આપણને વારસામાં મળ્યો છે, કારણ કે આપણે વસુધૈવ કુટુમ્બકમ્ એટલે કે સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને આગળ ધપનાર લોકો છીએ. સમય અને સમાજ સાથે અનુકૂળ રીતે છવાઈ જવું તે આપણું આચરણ રહ્યું છે. આપણી પરંપરાઓ આપણાં રીત રિવાજની સંભાળ લેતાં લેતાં અને દરેકનો આદર કરતાં કરતાં પરંપરાનું સન્માન કરવુ તે ભારતની એક વિશિષ્ટતા છે. તમે સૌ ભારતથી દૂર આ સંસ્કારોથી જીવન જીવીને અહીંના સામાન્ય જીવના દિલ જીતીને અભૂતપૂર્વ કામ કરી રહ્યા છો તેને માટે તમે સૌ અભિનંદનને પાત્ર છો.

એક કારણ એ છે કે દુનિયાનો નકશો ભલે બદલાઈ ગયો હોય, મોટા મોટા દેશો ખતમ થઈ ગયા હોય પરંતુ ભારત આજે પૂરી બુલંદી સાથે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. રસ્તો ગમે તેટલો કઠીન હોય, પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, આપણે એવા લોકો છીએ કે જેમને સંકટમાંથી બહાર નિકળતાં આવડે છે. પરિવર્તન માટે, બદલાવ માટે, આપણી ભીતરમાં એક છટપટાહટ છે, જે દરેક નિરાશામાં આપણને આશા અને ઉમંગની સાથે બહાર લાવે છે. આ બાબત આપણી રગોમાં વસેલી છે અને તે આપણી લાક્ષણિકતા છે.

ભાઈઓ અને બહેનો. આજે દરેક ભારતીય ન્યૂ ઈન્ડિયાનો સંકલ્પ પૂરો કરવા માટે જીવજાનથી જોડોયેલો રહે છે. રાત દિવસ કામ કરતો રહે છે અને ઓમાનમાં બેઠા હોવા છતાં તમે લોકો હિંદુસ્તાનમાં કોઈ સારી ઘટના બને તો તમારા લોકોમાં ખુશીનો કોઈ પાર રહેતો નથી. તમારામાં ખુશી સમાતી નથી અને કોઈ અડધી પડધી ઘટનાની માહિતી મળે તો તમે કેટલા બેચેન બની જાવ છો તે આપણી વિશેષતા છે, પોતાપણું છે.

આપણે એક એવા ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં એક ગરીબને પણ આગળ વધવા માટે સમાન તક મળે છે. અહીંયા ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સપનાં જોઈ શકે છે અને સપનાં પૂરા કરવાની આશા સેવી શકે છે. એ સપનાં પૂરા કરવા માટે તેમને માર્ગ મળે છે. જરૂર પડે ત્યારે આંગળી પકડવાવાળી કોઈ વ્યક્તિ મળી જાય છે. આ ભૂમિકામાં હું સવા સો કરોડ દેશવાસીઓને સાથે લઈને આજે દેશ પ્રગતિના પથ પર અગાઉ કરતાં કેટલીક ઘણી વધુ તાકાત સાથે ન્યૂ ઈન્ડિયાના સપના સાકાર કરવા માટે આગળ વધી રહ્યો છે.

મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના મંત્રને સાથે લઈને દેશના સામાન્ય નાગરિકોની જીંદગીને આસાન બનાવવા માટે અને તેમના ઈઝ ઓફ લિવિંગ માટે અનેક કામ થઈ રહ્યા છે. પ્રક્રિયાઓને સરળ બનાવવી, બિન જરૂરી કાયદાઓ રદ કરવા, સરકારી કચેરીમાં 40 થી 50 પાનાના ફોર્મને 4 થી 5 પેજનું ફોર્મ બનાવવું અને તેને ઓનલાઈન ભરવાની વ્યવસ્થા કરવી, લોકોની ફરિયાદો ગંભીરતાથી સાંભળવી અને તેની ઉપર પગલાં લેવાના કામને અમારી સરકારી સંસ્કૃતિમાં સામેલ કરવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા છે.

સરકાર તો એ જ છે, લોકો પણ એ જ છે. નોકરશાહી પણ એ જ છે. આ જ સાધન છે, આ જ સંસાધનો છે. તે જ ફાઈલ છે અને એ જ અધિકારીઓ છે. ઘણું બધુ એના એ જ છે, પરંતુ પરિણામો થોડા અલગ આવી રહ્યા છે. પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે. બદલાયેલ ભારતમાં આજે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ બેંકોમાંથી ધૂત્કારીને બહાર કાઢવામાં આવતો નથી. બદલાયેલા ભારતમાં હવે સરકાર ઘરે જઈને, સામેથી જઈને, ગરીબ વિધવાના ઘર સુધી પહોંચીને તેને ગેસનું જોડાણ આપી રહી છે. જેમના ઘરમાં આજે પણ અંધારૂ છે તેવા ઘર શોધીને મફતમાં વીજળીના જોડાણ આપવાનું અભિયાન સરકાર આજે ચલાવી રહી છે.

આજે દેશમાં…. અને ઓમાનમાં વસનારા આપ સૌને પણ અચરજ થશે કે મોદીજી આવું કેવી રીતે થઈ શકે છે. તમને વિશ્વાસ નહીં પડે. વીમો શબ્દ સાંભળતાં જ એવુ લાગતું હતું કે એ અમીરોના કામનો શબ્દ છે. તે મોટા લોકો સાથે જોડાયેલ વિષય છે. આજે દિલ્હીમાં એવી સરકારને તમે કામ કરવાની તક આપી છે કે જે ગરીબોને દૈનિક માત્ર 90 પૈસામાં રોજે રોજ વીમો આપી રહી છે. અને બીજી યોજના એ છે કે મહિને રૂ.1ના પ્રિમિયમથી જીવન અને સુરક્ષાનો વીમો આપવામાં આવી રહ્યો છે. હું ચા વાળો છું, 90 પૈસામાં ચા પણ મળતી નથી તે મને  ખબર છે. આ વીમા યોજનાઓ હેઠળ જે પરિવારોનો વીમો હતો  તે પરિવારોમાં કોઈ આફત આવે તો તમને જાણીને સંતોષ થશે કે જ્યારે ગરીબો માટે સંવેદનશીલ સરકાર હોય છે ત્યારે તે એવી યોજના બનાવે છે અને તેના એવા પરિણામો મળે છે કે જે ગરીબના પરિવાર પર કોઈ સંકટ આવે, કોઈ મુસીબત આવે ત્યારે વીમો કામમાં આવે છે. આવા પરિવારોને વધુ સમય થયો નથી. માંડ એક વર્ષ થયું છે. લગભગ રૂ.2000 કરોડના દાવાની રકમ આ ગરીબ પરિવારોને આપવામાં આવી છે. તમારામાંથી ઘણાં લોકોને અનુભવ થયો હશે, કારણ કે તમારા પરિવારના સંબંધીઓ આવતા હશે ત્યારે તેમના દ્વારા પણ જાણ થઈ હશે.

સાથીઓ, આપ સૌને નવો પાસપોર્ટ બનાવવા માટે, પાસપોર્ટ રિન્યુ કરવા માટે ભટકવું પડતું હતું. અમે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટની વ્યવસ્થાને વિસ્તારી દીધી છે, જેથી સામાન્ય માનવીને જે પાસપોર્ટ બનાવવા માટે અઠવાડિયું કે 15 દિવસ પછી પણ પાસપોર્ટ મળશે કે કેમ તે અંગે આશંકા રહેતી હતી તે બાબતે આજે કાર્યક્ષમતાને કારણે તથા વિકેન્દ્રિત વ્યવસ્થાને કારણે તેમજ પોસ્ટ ઓફિસ સાથે આ કામગીરીને જોડવા સાથે એક કે બે દિવસમાં પાસપોર્ટ મળી જાય છે.

આપણાં દેશમાં કોઈ ઉદ્યોગ શરૂ કરવા માંગતો હોય, નવી કંપની બનાવવા માંગતો હોય, મૂડીનું રોકાણ કરવા માંગતો હોય તો એક જમાનો એવો હતો કે નવી કંપની રજીસ્ટર્ડ કરાવવામાં પહેલા ઘણાં દિવસો  લાગી જતા હતા. હું સંતોષની સાથે કહું છું કે આજે એ કામ માત્રને માત્ર 24 કલાકમાં થઈ જાય છે. તમે સાંભળ્યું હશે કે અગાઉની સરકારો જાહેરાત કરતી રહેતી હતી કે અમે કાયદો બનાવ્યો છે અને  એ કામ પૂરૂ થયું છે.  ક્યારેક ક્યારેક તો એવું જોવા મળતું હતું કે બંધ બની જતો હતો પરંતુ નહેરોનો કોઈ ઠેકાણું નહોતું. પૂલ બની જતો હતો પરંતુ તેની સાથે જોડાયેલી સડકો બનતી ન હતી. થાંભલાઓ ઉભા કરી દેવાતા હતા, પણ તેની પર તાર લાગતા ન હતા અને તાર લાગ્યા હોય તો પણ તેની પર લોકો કપડાં સૂકવતા હતા અને વીજળી આવતી નહોતી. નવી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવતી હતી, પરંતુ તેના પાટાઓ અંગે કોઈ વિચાર કરતું ન હતું કે કોઈ ટ્રેન બાબતે પણ વિચારતું ન હતું. કાગળ ઉપર ક્યારેક પાટાઓને પેઈન્ટ કરવામાં આવતા હતા. Style of misgovernance  સાથે કોઈ દેશ 21મી સદીમાં આગળ વધી શકતો નથી. તેણે બદલાવું અનિવાર્ય બની જાય છે અને ઉપરથી ગોટાળાઓની લાંબી યાદીને કારણે દેશ અને દુનિયામાં દેશની શાખને નુકશાન પણ પહોંચ્યું છે. આ સ્થિતિમાંથી આપણે દેશને બહાર કાઢ્યો છે.

આજે 4 વર્ષ પૂરાં થવા આવ્યા છે. કોઈ એવું નથી કહેતું કે મોદી કેટલુ લઈ ગયા. મારા દેશના વ્હાલા ભાઈઓ અને બહેનો. આજે હું મસ્તક નમાવીને નમ્રતાપૂર્વક સંતોષ સાથે જણાવું છું કે દેશના લોકોએ મને જે આશાઓ અને અપેક્ષા સાથે બેસાડ્યો છે તેને સહેજ પણ ખરોંચ નહીં આવવા દઉં. આજે ઉલ્ટી બાબત છે. હું જ્યા પણ જાઉં, જેને પણ મળું, અમારા વિરોધીઓ પણ મારી પર આરોપ લગાવી શકતા નથી અને જણાવે છે કે જરા, મોદીજી બતાવો કેટલું આપ્યું. હવે મોદીને પૂછે છે કે કેટલું આવ્યું. હું સમજું છું કે દેશની અંદર જે વિશ્વાસ ઉભો થયો છે તે વિશ્વાસને કારણે નવી આશા ઉભી થઈ છે અને આશા સાથે નવા ભારતનો સંકલ્પ કરીને નવું બળ પ્રાપ્ત થયું છે.

આજે નાગરિકોને અનુકૂળ, વિકાસને અનૂકુળ, જવાબદાર વહિવટ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશને આગળ ધપાવવાનું કામ થઈ રહ્યું છે અને તેનું પરિણામ આજે મેં તમને પહેલાં કહ્યું તેમ અનુભવાઈ રહ્યું છે.

આજે દેશની સડકો બનાવવામાં ગતિ છે, રેલવેના પાટા નાંખવામાં ગતિ છે. રેલવે લાઈનનું વીજળીકરણ કરવામાં પણ ગતિ આવી છે. નવા એરપોર્ટ બનાવવાનું કામ પણ ગતિમાં છે. સરકાર દ્વારા લોકો માટે ઘર બનાવવાની બાબતમાં પણ ગતિ આવી છે. બેંકોમાં ખાતા ખોલવાનું કામ પણ ગતિમાં ચાલી રહ્યું છે. ગેસ કનેક્શન આપવાની ગતિ પણ વધી છે. આ બધું અગાઉની સરખામણીમાં બે ગણુ, ત્રણ ગણું આગળ વધી રહ્યું છે. તમને નવાઈ લાગશે કે આપણાં દેશમાં આપણે 21મી સદીના બે દશકા પહેલાં પૂર્ણતાને આરે પહોંચ્યા છીએ. ઘણી સરકારો આવી અને ગઈ, દુનિયા બદલાઈ ચૂકી છે, પણ ભારતની પોતાની ઉડ્ડયન નીતિ નહોતી. અમે આવીને ઉડ્ડયન નીતિ બનાવી અને દેશના જે નાના શહેરો હતા, બીજા વર્ગને કે ત્રીજા વર્ગના જીલ્લા વડા મથકો હતો ત્યાં હવાઈપટ્ટીઓ બનેલી હતી તેને સજીવન કરીને સક્રિય બનાવી. નવા નવા એરપોર્ટ બનાવવાની દિશામાં અભિયાન ચલાવ્યું. મારા સાથીઓ તમને જાણીને આનંદ થશે કે આજે આપણાં દેશમાં લગભગ સાડા ચાર સો હવાઈ પટ્ટીઓ, જહાજ પ્રાઈવેટ હોય કે કોર્પોરેટ હોય કે પછી સરકારી હોય. સાડા ચાર સો હવાઈ જહાજ આજે કાર્યરત છે.  આજે આ એક વર્ષમાં આપણે 70 વર્ષના કાર્યકાળમાં પહોંચ્યા છીએ. લગભગ સાડા ચારસો હવાઈ જહાજ પૂરા દેશમાં કાર્યરત છે. આ એક વર્ષમાં આપણા દેશમાં અલગ અલગ કંપનીઓએ, ખાનગી કંપનીઓએ, ખાનગી લોકોએ લગભગ નવા 900 જહાજ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. 70 વર્ષની યાત્રામાં સાડા ચારસો અને એક વર્ષમાં 900 હવાઈ જહાજ ખરીદવાનો ઓર્ડર બુક થઈ ચૂક્યો છે, કારણ કે અમારી નીતિમાં અમે કહ્યું હતું કે હવાઈ ચપ્પલ પહેરાનાર પણ હવાઈ જહાજમાં મુસાફરી કરે તેમ અમે ઈચ્છીએ છીએ.

સાથીઓ, જો બિલકુલ જમીની સ્તર પર જઈને કેટલીક બાબતો ઠીક કરી ના હોત તો તમે આજે જે પ્રગતિ જોઈ રહયા છો, જે ગતિ જોઈ રહયા છો, તે કદાપી સંભવ બની ન હોત. મોટા અને સ્થિર પરિવર્તનો આસાનીથી થતાં નથી. એના માટે પૂરી સિસ્ટમમાં ફેરફાર કરવો પડે છે અને જ્યારે આવુ પરિવર્તન આવે છે ત્યારે ત્યારે જ દેશ માત્ર 3 વર્ષની અંદર અંદર જ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વિશ્વ બેંકના ક્રમાંકમાં એક સાથે 42 કદમ કૂદાવીને 142 થી આજે 100 ઉપર પહોંચી ગયું છે અને સમગ્ર દુનિયાને અચરજ પેદા થયું છે.

ભાઈઓ અને બહેનો, દેશમાં આજે પણ 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગળની પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં આપણે એવી તૈયારી કરી રહ્યા છીએ કે એક બીજાને સહયોગ આપનારા રસ્તા બને. હાઈવે, એર વે, રેલવે, વોટરવે. આ બધાંને એકબીજાની જરૂરિયાતના સંદર્ભમાં સંકલિત કરવામાં આવી રહ્યા છે.

સરકારે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ 53,000 કી.મી.નો નેશનલ હાઈવે બનાવવાનું કામ શરૂ કરી દીધુ છે. 53,000 કી.મી. દેશના અલગ અલગ ક્ષેત્રોમાં રેલવે કોરીડોર ઉપર કામ ચાલી રહ્યું છે. 11 મોટા શહેરોમાં મેટ્રો વિસ્તારનું પણ કામ ચાલુ રહ્યું છે. ગયા વર્ષે મને કોચી મેટ્રોનું લોકાર્પણ કરવાની તક મળી હતી. ચેન્નાઈ મેટ્રોના વિસ્તરણનું કામ પણ ચાલી રહ્યું છે.

આ બજેટમાં બેંગ્લોરમાં પણ આપણે તેના માટે એક મોટા બજેટની જોગવાઈ કરી છે. આ રીતે દેશની કોસ્ટલ ઈકોનોમી તેની સાથે જોડાય, આપણાં સમુદ્ર તટ સાથે જોડાય, તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા માટે આપણે સાગરમાલા જેવું નામ ટાંકીને એક કાર્યક્રમ ચલાવ્યો છે.

આપણાં માછીમાર ભાઈ-બહેનો માટે બ્લૂ રિવોલ્યુશન સ્કીમ શરૂ કરવામાં આવી છે અને તેમને આધુનિક ટ્રોલર ખરીદવા માટે ભારત સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવી રહી છે. સરકાર દેશમાં, 110 થી વધુ જળમાર્ગો પણ વિકસીત કરી રહી છે. આપણાં દેશમાં તેની ઉપેક્ષા કરવામાં આવી હતી. નદીઓનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય તેમ છે. અમે 110 એવા રસ્તાઓ ઓળખી કાઢ્યા છે કે જે પર્યાવરણનું પણ રક્ષણ કરશે. પરિવહનનો ખર્ચ ઓછો કરશે. ગ્રાહકોને આ કારણે ચીજો સસ્તામાં મળશે.

ભાઈઓ અને બહેનો. તમારામાંથી જે લોકો વર્ષ 2022-23માં ભારત આવશે તેમને દેશની એક વધુ શાનદાર પ્રગતિ જોવા મળશે અને તે હશે બુલેટ ટ્રેન.

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યું છે. બે -સવા બે કલાકમાં આ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ પહોંચાડી શકશે. આ  બુલેટ ટ્રેનથી ભારતની વર્તમાન વ્યવસ્થામાં વૃદ્ધિગત સુધારણા જ નહીં, પણ દેશને એક આધુનિક ટેકનોલોજી અને નવી સર્વિસ ડીલીવરી સિસ્ટમ પ્રાપ્ત થવાની છે.

સાથીઓ, ભારતમાં નિર્ણયો ટાળવામાં આવતા નથી. ભારતે હવે એક નવો સ્વભાવ બનાવી લીધો છે. નિર્ણયો ટાળવાનો સમય ચાલ્યો ગયો છે. હવે આપણે નિર્ણયો અને પડકારો, દરેક પડકાર સાથ ટકરાવાની તૈયારી કરીને આગળ વધવાનું છે. લક્ષ્ય તૈયાર કરીને યોજનાઓને સમયસર પૂરી કરવાની છે. આ ભારતમાં બદલાયેલા વર્ક કલ્ચરનું ઉદાહરણ છે. આ ન્યૂ ઈન્ડિયા છે, એ ન્યૂ ઈન્ડિયાનો જીવતો જાગતો પૂરાવો છે અને આવા કારણથી જ પહેલા જ્યાં દેશમાં હોબાળો મચતો હતો કે આટલા કરોડનો ગોટાળો થયો, આટલા કરોડ આ ગોટાળામાં ગયા.  ભાઈઓ અને બહેનો, જ્યારે નીતિ ચોખ્ખી હોય તો તેને સાથે લઈને નિર્ણય કરવામાં આવે તો દેશનો પૈસો બચે છે. જ્યારે કાર્યક્ષમ પધ્ધતિથી કામ કરવામાં આવે છે ત્યારે હયાત સાધનોનો સારામાં સારી રીતે ઉપયોગ કરીને દેશના પૈસા બચાવવામાં આવી રહ્યા છે.

 ટેકનોલોજીની મદદથી અમારી સરકારે સીધા લાભ હસ્તાંતરણ  દ્વારા દેશના 57,000 કરોડથી વધારે રકમ ખોટા હાથમાં જઈ રહી હતી તે બચાવી લીધી છે. ગરીબની પાઈ પાઈ બચાવવાનું કામ કર્યું છે. ડાયરેક્ટ બેનિફીટ સ્કીમ એટલે કે સબસીડી, પેન્શન તથા મજૂરીના પૈસા બેંકોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. પહેલાં આ રકમ નકલી નામોના સહારે વચેટીયાઓ પાસે જતી રહેતી હતી. હવે આ તમામ ખેલ અમારી સરકારે બંધ કર્યો છે અને આ રીતે દેશના લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પૈસાની બચત થઈ રહી છે. અમારી ઉજાલા યોજના, ભાઈઓ અને બહેનો, 2014 પહેલાં જે એલઈડી બલ્બ ભારતમાં રૂ.350થી વધુ રકમમાં મળતો હતો તે હવે રૂ.40-50માં મળતો થયો છે. સસ્તા એલઈડી ઉપરાંત જે લોકો પોતાના ઘરમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને વીજળીના બીલમાં રૂ.15 હજાર કરોડની અંદાજીત રકમની બચત થઈ રહી છે. આ મધ્યમ વર્ગના પરિવારને લાભ થયો છે.

સાથીઓ, તમને જાણીને નવાઈ લાગશે કે જેટલી વીજળી એલઈડી બલ્બ દ્વારા બચી રહી છે તેટલી વીજળીનું ઉત્પાદન કરવામાં દેશને રૂ.45 હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ કરવો પડતો હતો. હવે જો લોકોની બચત અને દેશની બચતને જોડવામાં આવે તો બચતનો આંક લગભગ રૂ.60 હજાર કરોડ થાય છે. ભાઈઓ અને બહેનો વધુ એક ઉદાહરણ પણ છે- ફર્ટિલાઈઝર સેક્ટરમાં અમારી નીતિઓને કારણે એક પણ નવો ફર્ટિલાઈઝર પ્લાન્ટ સ્થાપ્યા વગર જૂના પ્લાન્ટની કાર્યક્ષમતા વધારવાનું કામ કર્યું હોવાના કારણે લીકેજ અટકી ગયું છે અને આ કારણે લગભગ 18 થી 20 લાખ ટન યુરિયાનું અલગ ઉત્પાદન કરવા માટે લગભગ રૂ.7 થી 8 હજાર કરોડનો સરકારી ખર્ચ કરવો પડત તે બચી ગયો છે અને યુરિયા મળવા લાગ્યુ છે. આટલુ જ નહીં, સાડા ત્રણથી ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમની બચત થઈ છે, જે બહારથી યુરિયાની ખરીદી માટે વપરાતો હતો. આ ઉપરાંત સરકારને રૂ.800 થી 900 કરોડની સબસીડીમાં પણ બચત થઈ છે. આનો અર્થ એ કે માત્ર ફર્ટિલાઈઝર સેક્ટરમાં નીતિ વિષયક દરમિયાનગિરી કરવાને કારણે તથા મોનિટરીંગ કરવાને કારણે અમે દેશના રૂ.12,000 કરોડ બચાવ્યા છે, જે તમારા હક્કના પૈસા છે, હિંદુસ્તાનવાસીઓના હકના પૈસા છે.

ભાઈઓ અને બહેનો. અમે પહેલાથી જ અગાઉની સરકારો સમયે જે પેટ્રોલિયમ અંગે, ગેસ અંગે સમજૂતિઓ થઈ હતી તેને ફરીથી તપાસીને તેને બારીકીથી જોવામાં આવતાં લાગ્યું કે આ બધુ કેવી રીતે થયું. જે 20-20, 25-25 વર્ષના કરાર થયા છે. 30 વર્ષના કરાર થયા છે. અમે જે અભ્યાસ કર્યો તેનાથી ભારતની શાખ પણ વધી છે. અમે એ દેશો સાથે ચર્ચા કરી તે જાણીને તમને નવાઈ લાગશે કે કતાર અને ઓસ્ટ્રેલિયા સાથે સમજૂતિઓ થઈ હતી તે સમજૂતિઓ અંગે ફરીથી વાટાઘાટો કરવામાં આવી અને તેમાં ફેરફાર કરવામાં આવ્યા. આ ફેરફારને કારણે અગાઉ જે રૂપિયા આપવામાં આવતા હતા તેનાથી રૂ.12,000 કરોડ ઓછા આપવા પડશે. દેશને આ રૂ.12,000ની બચત થઈ છે.

ભાઈઓ અને બહેનો, મેં તમને 4 યોજનાઓ જ ગણાવી છે અને એ દ્વારા દેશને થનારી બચત લગભગ રૂ.1,40,000 કરોડથી વધુ છે. હવે તમે જ બતાવો કે એ ગરીબના હક્કના પૈસા હતા કે નહીં. એ પૈસા બચાવવા જોઈતા હતા કે નહીં, એ પૈસા ગરીબના કામમાં આવવા જોઈતા હતા કે નહીં. આ સરકારની ઈમાનદારીને કારણે હાથ ધરાયેલા આ અભિગમ અને નિષ્ઠાને કારણે દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરૂધ્ધ સાથે સાથે અમે એક મોટી લડાઈ ચલાવી છે. કરોડો રૂપિયા કમાઈને પણ સરકારને  વેરો નહીં ભરનાર લોકો, બેનામી સંપત્તિ ઉભી કરનાર લોકો, નકલી કંપનીઓ બનાવનાર લોકો કાળા નાણાંની લેવડ દેવડ કરનાર લોકો, મોટી મોટી માછલીઓ હવે સરકારના તપાસના વ્યાપમાં આવી ચૂકી છે.

તમને એ જાણીને અચરજ થશે કે વિતેલા એક વર્ષમાં લગભગ સાડા ત્રણ લાખ કરોડ, તમે ચોંકી જશો કે લગભગ સાડા ત્રણ કરોડ સંદિગ્ધ કંપનીઓનું  રજીસ્ટ્રેશન કરાવાયું હતું તે અમે રદ કર્યું છે અને તેને તાળા લગાવી દીધા છે.

સાથીઓ, મારા દેશના લોકો આટલા પૈસા જે મહેનત કરીને ભારત મોકલતા હતા અને તે દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપતા હતા. હવે મહેનત કરીને કશુંને કશુ ઘરે મોકલે છે. આ પૈસાનો જ્યારે દેશની વ્યવસ્થા ઉભી કરવામાં ખર્ચ કરવામાં આવતો હતો તેનાથી તેની તાકાત અનેકગણી વધી જતી હતી. તમને પણ તેનો સંતોષ  થશે અને એક સમાધાન પ્રાપ્ત થશે.

ઈમાનદારીથી કરેલી કમાણી જો ઈમાનદારીથી વાપરવામાં આવે તો તેના કેટલા મોટા પરિણામ આવી શકે છે તે દર્શાવીને અમે ઈમાનદારીને આગળ વધારવાની જવાબદારી નિભાવી છે.

સાથીઓ, તમને ક્યારેક ક્યારેક કોઈ પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હશે. આ બાબતે અમે પણ સજાગ છીએ. તમને પડનારી મુશ્કેલીઓ અંગે અમે ઓમાન સરકાર સાથે લગાતાર સંપર્કમાં રહીએ છીએ અને પૂરી કોશિષ કરવામાં આવે છે કે તમારી પરેશાનીઓ જલ્દી ખતમ થઈ જાય. ‘ઈ-માઈગ્રેટ સિસ્ટમ’ અને ‘મદદ પોર્ટલ’ ના માધ્યમથી તમારી તકલીફો દૂર કરવાનું કામ કરવામાં આવ્યું છે.

સરકારના અનેક એવા પ્રયાસોનું આ પરિણામ છે કે આજે વિદેશમાં વસવાટ કરનાર દરેક ભારતીયમાં એક વિશ્વાસ પેદા થયો છે. તેને વિશ્વાસ આવ્યો છે કે જો તે સંકટમાં ફસાઈ જશે તો તેના દેશની સરકાર તેને દેશમાં પાછો લઈ જવા માટે હાજર થઈ જશે. વિદેશમાં તેના પરિવારના એક માનનીય સદસ્યથી ભારતની સરકાર બનેલી છે.

સાથીઓ, ‘સબ કા સાથ સબકા વિકાસ’ નો અમારો અભિગમ સમગ્ર વિશ્વમાં પરિવર્તન લાવી શક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરાષ્ટ્રિય યોગ દિવસનું એલાન કરવાની ભારતની પહેલ તથા ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની રચના તેનું ઉદાહરણ છે, જે ભારતની વધતી જતી શાખ અને સામર્થ્યનું ઉદાહરણ પૂરૂ પાડી રહ્યું છે.

તમારા સમર્થન, તમારા અનુભવનો દેશને લાભ થઈ રહ્યો છે. સમગ્ર રાષ્ટ્ર આ માટે આપનું કરજદાર છે. હું તમને દેશના વિશ્વાસ તથા રાષ્ટ્રના મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોઉં છું. તમને પાર્ટનર માનું છું. ન્યૂ ઈન્ડિયાનું સપનું પૂર્ણ કરવામાં તમારા સંકલ્પોનો પ્રભાવ ભારતમાં પણ જોવા મળશે. મને વિશ્વાસ છે કે તમે બધા મારા ભાઈ-બહેન છો એ મારૂં સૌભાગ્ય છે અને તમારા દર્શનની આજે મને તક મળી છે. તમે સ્વસ્થ રહો, સકુશળ રહો તેવી શુભકામના સાથે હું મારી વાત અહીં પૂરી કરૂં છું. આપને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.

મારી સાથે પૂરી તાકાતથી બોલો. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ,

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”