સ્વતંત્ર રહેવા માટે કાયમ સજાગ રહેવું અત્યંત જરૂરી
પ્રિય મિત્રો,૧૫ ઓગષ્ટ ૧૯૪૭ નાં રોજ બંધારણીય સભાને સંબોધતા પંડિતજવાહરલાલ નહેરુએ આ શબ્દો કહ્યા હતા
:
“
મધરાતને ટકોરે, જ્યારે આ દુનિયા નિંદ્રાધીન હોય, ત્યારે ભારતભૂમિ જીવન અને સ્વાતંત્ર્ય પ્રતિ જાગૃત થશે.
”
પણ, ૨૫-૨૬ જુન ૧૯૭૫ની મધ્યરાત્રિએ આનાથી સાવ ઉલ્ટી ઘટના બની. જ્યારે આ દુનિયા હજી નિંદ્રાધીન હતી, ત્યારે વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આપખુદી વલણ દાખવીને સમગ્ર ભારતભરમાં કટોકટી લાદી દીધી.વાણી અને લોકશાહીનાં જે મૂળભુત સિધ્ધાંતોનાં પાયા ઉપર આ દેશનાં ઘડવૈયાઓએ ભારતનુંનિર્માણ કર્યું હતું તેજાણે અચાનક જ વાદળો તળે ઢંકાઈ ગયા. વિધિની વક્રોક્તિ જોવા જેવી છે કે આકામ કરનારવ્યક્તિ ન માત્રપંડિતનહેરુનાં પક્ષનાંસભ્ય હતા, પણ તેમનાં પરિવારનાં સભ્ય પણ હતા.
કટોકટીની ઘટનાને આજે ૩૭ વર્ષ વીતી ગયા છે, પણ એ બે વર્ષો દરમ્યાન જે બોધ શીખવા મળ્યો એ ન માત્ર આજે પ્રસ્તુત છે, પણ આવનારા વર્ષો સુધી એ પ્રસ્તુત રહેશે.
કટોકટીકાળ એ સત્તાનાં કેફથી ઉન્મત્ત બનેલી સંવેદનારહિત સરકારે દેશની પ્રજાઉપર કરેલ હુમલા સમાનહતો. જે પ્રજા પોતાને સત્તા ઉપર ચૂંટીને લાવી તેની સંવેદનાનાં તંતુથી આ સરકાર સાવ વિખૂટી પડી ચૂકી હતી. ‘ગરીબી હટાવો’ નાં વચનો કાલ્પનિક અને ક્રૂર મજાક પૂરવાર થયા હતા. દેશ બેફામ મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો હતો. સાવ મૂળભુત કહેવાય એવીચીજવસ્તુ મેળવવા માટે લાગતી લાંબી કતારો, અને બે છેડા ભેગા કરવા મથતા પરિવારોનાં દ્રશ્યોસામાન્ય બની ગયા હતા.ઉચ્ચ અધિકારીઓમાંભ્રષ્ટાચાર હાડોહાડ વ્યાપી ચૂક્યો હતો.
વાસ્તવમાંબન્યું એમ હતું કે, ૧૨ જુન ૧૯૭૫ નાં રોજ દેશનાં ન્યાયતંત્રએ એક ચૂકાદા દ્વારાખૂદ વડાપ્રધાનનાં નિર્વાચન ઉપર રોકલગાવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી આ કડવી દવા સરકાર પચાવી શકી નહી. ચૂંટણીઓમાં ભૂંડી રીતે હારવાનો ભય પણ સરકારને પજવતો હતો. આથી નિસહાય બનેલી સરકારે જનમતને કચડી નાંખવાનાં ઈરાદે કટોકટી લાદવાનો સરળ રસ્તો અપનાવ્યો.
કટોકટીકાળને ભારતીય ઈતિહાસનાં સૌથી અંધારિયા કાળમાનાં એક તરીકે લેખવો ઉચિત ગણાશે.વિરોધ પક્ષોનાં ટોચનાં તમામ નેતાઓ, ભલે એ ગમે તે પ્રદેશનાં હોય,તત્કાલ જેલમાં ધકેલવામાં આવ્યા.
સામાજિકઅને સ્વદેશાભિમાની સંગઠનોને પણ છોડવામાં આવ્યા નહિ. RSS ઉપર પ્રતિબંધમૂકવામાં આવ્યો. ધરપકડકરવામાં આવેલ મોટાભાગનાં લોકોRSSનાં સ્વયંસેવકહતા. કટોકટીનાં પ્રતિકારમાં RSSએ ભજવેલી ભૂમિકા દેશભરનાં વિભિન્ન રાજકિય વિચારસરણીઓવાળા દેશભક્તો માટે એક આધારસ્તંભ સમાન હતી. ઈન્દિરા ગાંધીને તો આ ‘અસ્થિરતા’પાછળ ‘RSSનો હાથ’ જ દેખાતો હતો અને એટલે જ RSSને આ અંધારિયા કાળમાં થયેલાં દમનનો સૌથીવધુઆઘાત સહન કરવો પડ્યો.
કટોકટીકાળનું અન્ય એક નિર્દયી પાસુ હતું સેન્સરશીપ. વિરોધપક્ષનાં નેતાઓ ઉપરાંત અખબારઅને મિડિયા જગતને પણ આ એકહથ્થુ હકુમતનો વરવો ચહેરો જોવા મળ્યો. પ્રેસનાં સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવામાં આવી. જો પ્રેસને કાંઈપણ છાપવું હોય તો સરકારની પૂર્વમંજૂરી લઈને જ છાપી શકાતું. કટોકટીનાં બીજા દિવસે ઈન્ડિયન એક્સ્પ્રેસનું કોરુ પાનું કોણ ભુલી શકશે? પરિસ્થિતિ એટલી તો ખરાબ હતી કે કોંગ્રેસનાં જ જે લોકોનો લોકશાહીનાં રાજકારણ તરફી ઝુકાવ હતો તેમને પણ છોડવામાં આવ્યા નહિ. આ લોકોને તેમનાં પદ પરથી હટાવીને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. જનવિરોધી કોંગ્રેસ સરકારનો વિરોધ કરવો એજાણેભયંકર રાષ્ટ્રિયગુનો હોય એવી સ્થિતીનિર્માણ પામી.
કટોકટીકાળ વખતે ભારતનાં લોકોએ ફરી બતાવી આપ્યું કે તેઓ આ પરિસ્થિતીને ચલાવીને બેસી રહે એમ નહોતા. કટોકટી લાગતાંવેંત જ તેના માટે અસંતોષનો ગણગણાટ ફેલાવા લાગ્યો. આ વિરોધે ત્યારબાદ કટોકટી વિરુધ્ધનાં એક વિરાટ અભિયાનનું સ્વરૂપ લીધુ, અને સ્વાતંત્ર્ય તથા લોકશાહીનાં મૂલ્યો ઉપર કુઠારાઘાત સમાન આ કટોકટીનો સજ્જડ વિરોધ થયો. મને યાદ છે, હજ્જારો લોકોએ ગિરફ્તારીનાં ભયને ફગાવી, હાથેહાથ મિલાવી, સરકાર વિરુધ્ધ મોરચો માંડ્યો. કટોકટી વિરુધ્ધની આ જંગમાં સમાજનાં તમામ વર્ગનાં લોકોએ ભાગ લીધો અને આ લડત તમામ દ્રષ્ટિએ એક સાચુ જનઅભિયાન બની રહી.
જુલ્મી અને એકહથ્થુ શાસનનો વિરોધકરવા માટે સમગ્રદેશનાં યુવાનો આગળ આવ્યા, જે કટોકટીવિરુધ્ધની આ ચળવળનું નોંધપાત્રપાસુ બની રહ્યું. ૧૯૪૨નાં સ્વાતંત્ર્યસંગ્રામની જેમ, ફરી એકવાર દેશમાં એવી પરિસ્થિતિનું નિર્માણથયું હતું કે તમામ વરિષ્ટ સામાજિકઅને રાજકિય આગેવાનોની ધરપકડકરવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં દેશનાં યુવાનો આગળ આવ્યા અને પ્રચંડ જુસ્સો, દૂરંદેશીતા, હિંમત અને પ્રતિબધ્ધતા દાખવીને તેમણે કટોકટીનો વિરોધ કર્યો.
શ્રી જયપ્રકાશ નારાયણને યાદ કર્યા વિના કટોકટીકાળ અંગેની વાત અધૂરી ગણાય. જેપી સમગ્ર દેશમાં ફેલાયેલી આ ચળવળનાં સુકાની હતા. લાગણીહિન કોંગ્રેસ સરકારમાં ધ્રુજારી લાવી દેનાર જો કોઈ એક નેતા હોય તો એ જેપી હતા. જેપીએ આપણને એક નવી આશા આપી. આ એક એવો સિતારો હતો જે સમાજનાં વંચિત લોકોનાં દુખ સમાપ્ત કરવાની ક્ષમતા ધરાવતો હતો. તેમના એક આહવાને સમગ્ર દેશને આ જંગલરાજની વિરુધ્ધ સંગઠિત કરી દીધો હતો.
ભારતનાં લોકોનાં સામુહિક સામર્થ્યનાં કારણે આખરેબે વર્ષથી થોડા ઓછા સમયમાં શાસકોને પોતાની ભૂલસમજાઈ. ૧૯૭૭ માં નવેસરથી ચૂંટણીઓ યોજાઈ અને જે ઈન્દિરા ગાંધીને આજ દિન સુધી અજેય માનવામાં આવતા હતા તેમને મતદાતાઓએ સમગ્રપણે નકારી દીધા.
મને કહેતા આનંદ થાય છે કેકટોકટીવિરુધ્ધની આ લડતનેવેગઆપવા ગુજરાતે મહત્વની ભુમિકા ભજવી હતી. ગુજરાતની પરિસ્થિતિનું પ્રતિબિંબસમગ્રદેશમાં જોવા મળતું હતું.નવનિર્માણઆંદોલનથકી વિદ્યાર્થીજગતનુંસામર્થ્યબહારઆવ્યું અને કોંગ્રેસનાં કવચમાં પડેલી ફાટો ઉઘાડી પડી ગઈ હતી.
મિત્રો, મારે મન કટોકટીવિરુધ્ધનું આ સમગ્રઆંદોલનજનશક્તિનું પરિચાયકહતું. આ લડતે આપણને લોકશાહીનું મુલ્ય સમજાવ્યું. કટોકટીકાળ એ એવા અનેક બહાદુર લોકોની કહાણી છે જેમણે ભારતમાતા માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું હતું. આજનાં આ દિવસે લોકશાહી અને વાણીસ્વાતંત્ર્યનાં મૂલ્યો સાથે ચેડા કરનાર સરકાર સામે લડત છેડનાર એ તમામ બહાદુર ભાઈ-બહેનોને યાદ કરીએ.
કટોકટીકાળ સાથેસંકળાયેલી ઘણી યાદો મારી અંદર પણ પડેલી છે. મારા પુસ્તક ‘આપાતકાલ મે ગુજરાત’ માં મેં આ યાદોને વણી લીધી છે. આ પુસ્તકમાં મેંઐતિહાસિકસંદર્ભ ઉપરાંત આ જનઅભિયાન સાથે સંકળાયેલાવિવિધ વય તથા વર્ગનાં લોકોની એકતા, સ્વાંત્ર્યનાં મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા અને શૌર્યગાથાઓનુંનિરૂપણ કર્યું છે. મને આશા છે કે આ પુસ્તક વાંચવું તમને ગમશે.
આપનો,
નરેન્દ્ર મોદી
Read 'Apatkalme Gujarat', Shri Narendra Modi's absorbing work on Gujarat during the dark Emergency days
Also Read in Gujarati : "Sangharshma Gujarat"