પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન્સ (પીએમ કેર્સ) ફંડ ટ્રસ્ટ દ્વારા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કલ્યાણીમાં ડીઆરડીઓ દ્વારા 250 બેડની 2 હંગામી કોવિડ હોસ્પિટલો સ્થાપવા માટે રૂ. 41.62 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે, રાજ્ય સરકાર અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માળખાકીય સહયોગ પણ પૂરો પાડવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવ કોવિડની સ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે પશ્ચિમ બંગાળમાં આરોગ્ય માળખાને વધુ મજબૂત કરશે.
પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન્સ (પીએમ કેર્સ) ફંડ ટ્રસ્ટ દ્વારા બિહાર, દિલ્હી, જમ્મુ અને શ્રીનગરમાં પણ આરોગ્ય માળખાને મજબૂત કરવા સહયોગ આપવામાં આવ્યો છે.