શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકાર ભ્રષ્ટાચારને ધરમૂળમાંથી ઉખેડી નાખવા મે વચનબદ્ધ છે. તેનું લક્ષ્ય માત્ર ભ્રષ્ટાચારને ખતમ કરવાનું જ નથી પરંતુ પ્રમાણિકતાના સ્વભાવની સ્થાપના કરવાનું પણ છે.
શાસનને પારદર્શક બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓનું મુદ્દાસર વિશ્લેષણ કરવામાં આવે તો જાણવા મળશે કે જે રીતે પરિવર્તન આવ્યું છે તેણે માત્ર અર્થતંત્રને જ મજબૂત નથી બનાવ્યું પરંતુ સરકારમાં લોકોનો વિશ્વાસ પણ વધાર્યો છે.
ભ્રષ્ટાચાર અને કાળાનાણા જેવા બે રાક્ષસો સામે લડવા વિવિધ લાંબાગાળાનો અભિગમ અર્થતંત્રની ઉત્પાદકતાનું અનુકુલન સાધવા માટે સહાયક બની રહેવા ઉપરાંત એ સુનિશ્ચિત કરે છે કે તેના ફળ ગરીબમાં ગરીબ વ્યક્તિઓ સુધી પહોંચે. શાસન પદ્ધતિને જવાબદાર બનાવવા માટે વિદેશી સરકારો સાથે કરારો કરવા જેવા કાયદાકીય પગલાં, વિશાળ પહોંચ ધરાવતા સક્રિય પગલાંઓ લેવામાં આવ્યા છે.
કાર્યના પ્રથમ પગલાં રૂપે સરકારે કાળા નાણા અંગે SITની રચના કરી જે તેના ઉદભવ અને સંચયના સ્ત્રોત અંગેની જાણકારી મેળવશે. સમિતિ દ્વારા અસંખ્ય ભલામણો આપવામાં આવી છે જેને સરકારે સ્વિકારી છે. જ્યારે સરકારે 2014માં સત્તા સંભાળી ત્યારે એક બીજો પડકાર હતો કોલસાનું સંકટ. સુપ્રિમ કોર્ટે કોલ બ્લોકની ફાળવણી રદ્દ કરી દીધી હતી જેથી સ્વચ્છ અને પારદર્શક હરાજીની પ્રક્રિયા જરૂરી બને. સમયનો બિલકુલ બગાડ કર્યા વગર સરકાર હરકતમાં આવી અને પરિણામે પારદર્શક હરાજીઓ અસ્તિત્વમાં આવી. આ પ્રક્રિયાએ દેશ માટે ખુબ મોટો નાણાનો લાભ કરાવી આપ્યો.
ટેલિકોમ ફાળવણીમાં પણ એ જ પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો હતો જેણે સરકારી તિજોરી માટે નોંધપાત્ર આવક રળી આપી હતી. સ્પેક્ટ્રમની હરાજીમાં પણ સરકારના અભિગમે જબરો ફાયદો કરાવી આપ્યો હતો જે ભૂતકાળના ઝીરો લોસના વિચારની સાવ વિરુદ્ધમાં હતો.
બેનામી સંપત્તિ ઓ દ્વારા ઉદભવ થતા કાળા નાણાની સમસ્યાઓ સાથે કામ પાર પાડવા માટે લાંબા સમયથી નિલંબિત બેનામી પ્રોપર્ટી એક્ટ પસાર કરવામાં આવ્યો. ધ ફ્યુજીટીવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બીલને પણ ભાગી ગયેલા આર્થિક ગુનેગારોને શોધી રહેલી તપાસ સંસ્થાઓને મદદ કરવા માટે પસાર કરવામાં આવ્યું. આ બીલ કાયદાકીય સંસ્થાઓને ભાગેડુ આર્થિક ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવાની સત્તા આપે છે અને બેન્કો માટે લોન ડિફોલ્ટરો પાસેથી ઉંચી વસુલાત સુનિશ્ચિત કરે છે.
માત્ર સ્થાનિક પ્રતિકારાત્મક પગલાંઓ સુધી સીમિત ન રહેતા સરકારે એક પગલું આગળ વધીને આ સમસ્યા સામે લડવા રાષ્ટ્રોના ગઠબંધનને સાથે લીધું છે. તેણે કરચોરીના સ્વર્ગમાંથી પરત થતા કાળા નાણાને રોકવા માટે મોરેશિયસ, સિંગાપોર અને સાયપ્રસ ડબલ ટેક્સ અવોઇડન્સ એગ્રિમેન્ટ (DTAA)માં સુધારો લાવ્યો છે અને સ્વિત્ઝરલેન્ડ સાથે સ્વિસ બેન્કોમાં નિવાસી ભારતીયોના એકાઉન્ટ્સ અંગે તાજા સમયની માહિતી પહોંચાડવા માટે કરાર કર્યો છે.
કાળા નાણા પર વજ્રાઘાત કરવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડિમોનેટાઈઝેશનની જાહેરાત દ્વારા કરી હતી. આ ઐતિહાસિક પગલાના પરિણામે વિશાળ છુપી આવક બહાર લાવવાનું, શંકાસ્પદ વ્યવહારો અને ડિપોઝીટો બહાર આવી. વધારામાં તેને લીધે 3 લાખ ભૂતિયા કંપનીઓ સામે પગલા લઇ શકાય અને બાદમાં તેમની નોંધણી રદ્દ કરવામાં આવી. આ પગલાએ સ્વચ્છ અર્થતંત્ર અને કરનો વિસ્તાર વ્યાપક કરતી વખતે તેનું ઔપચારિકરણ કરવા માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું.
તેની સાથે કાળા નાણાની પુન:ઉત્પતિનો અંત લાવવા, વધુ સમાવેશી અર્થતંત્ર તરફ મજબૂત શરુઆત કરવાનો ઉકેલ પણ લાવવામાં આવ્યો. કામદારોના વેતનની કેશલેસ, અને પારદર્શક ટ્રાન્સફર માટે 50 લાખ નવા બેન્ક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા. અગાઉ સરકારી ભંડોળનો મોટો હિસ્સો ભ્રષ્ટાચારના છિદ્રોમાંથી વહી જતો હતો. આધાર સાથે કલ્યાણ યોજનાઓને લિંક કરીને અને તેને કાયદાકીય માળખું પૂરું પાડવાને લીધે સરકારે જાહેર વહેંચણી પ્રણાલીના છિદ્રો બંધ કરવાનો ઈમાનદાર પ્રયાસ કર્યો છે અને સરકારી ભંડોળની વહેંચણી માટે ડાયરેક્ટ ટ્રાન્સફરને વ્યવહારુ વિકલ્પ બનાવી છે. છેલ્લા ચાર વર્ષમાં 431 યોજનાઓના લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ્સમાં રૂ. 3.65 લાખ કરોડ સીધા જ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
વધતા વિશ્વાસને પરિણામે વધુ સંખ્યામાં કરદાતાઓએ પોતાના કર ભરવાનું શરુ કર્યું છે. એ ગૌરવની બાબત છે કે FY 2017-18 દરમ્યાન ભરવામાં આવેલા ITRsની સંખ્યા 6.85 કરોડ હતા જેની સરખામણીમાં FY 2013-14માં તે 3.85 કરોડ રહ્યા હતા, જેથી કરનો વ્યાપ વધારવામાં મદદ થઈ છે. ડિમોનેટાઈઝેશન બાદ EPFO સાથે 1 કરોડ નવી નોંધણી થઇ છે અને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) સાથે 1.3 કરોડ નોંધણી થઇ છે. વધારે પારદર્શિતા અને ઔપચારિકરણ એ સુનિશ્ચિત કરે છે કે મહેનતુ નાગરિકોને સુરક્ષાના છત્ર હેઠળ લાવવામાં આવે અને જેથી તેમની બચત અને આવકની સુરક્ષા વધારી શકાય.
માલ અને સેવા કર (GST) એ સ્વતંત્રતા બાદનો સૌથી મોટો આર્થિક સુધારો છે અને તેણે પોતાના અમલીકરણ, પારદર્શિતા અને પાલન બાબતે તમામ આશાઓ પાર પાડી છે. ભારતના લોકોએ તેને ખુલ્લા હ્રદયે સ્વીકાર્યો છે જે એ હકીકત સાથે પુરવાર કરે છે કે 50 લાખ નવા સાહસો GSTના એક જ વર્ષમાં નોંધાયા છે જેની સરખામણીમાં લગભગ 70 વર્ષમાં 65 લાખ નોંધણી થઇ હતી.
પારદર્શિતા સુનિશ્ચિત કરવાના નવીન પગલા તરીકે પર્યાવરણ મંત્રાલયે પર્યાવરણને લગતી મંજુરી માટેની અરજીઓ માટે ઓનલાઈન સબમીશન શરુ કર્યું છે જેણે મંજૂરીનો સમય 600 દિવસમાંથી ઘટાડીને 180 દિવસ કરી દીધો છે. આ ઉપરાંત,તેને લીધે પ્રોજેક્ટની મંજૂરીમાં લાંચ મેળવવા માટે માનવીય દખલગીરીની તકો ઓછી કરી નાખી છે. એ જ રીતે ગેઝેટેડ પડો માટેના સાક્ષાત્કારોની નાબૂદીને લીધે યોગ્ય ઉમેદવારોને તેમની યોગ્યતા દ્વારા થતી પસંદગીને સુનિશ્ચિત કરી છે.
લાંબાગાળાના નિર્ણાયક પગલાંઓએ માત્ર અર્થતંત્રને વિકસવા માટે મજબૂત પાયો જ નથી નાખ્યો પરંતુ તેણે છેવાડાના માનવી સીધી તેની હકારાત્મક અસર પણ કરી છે. આમ સ્વચ્છ અને સ્થીતીસ્થાપક અર્થતંત્રએ ન્યૂ ઇન્ડિયાને આકાર લેવા માટે પોતાની ભૂમિ તૈયાર કરી છે.