પ્રિય મિત્રો,
આજે આપણી સુદ્રઢ લોકશાહીના વિકાસની પરાકાષ્ઠાનું વધુ એકવાર સફળતાપૂર્વક નિદર્શન થયું છે. છેલ્લા કેટલાક સપ્તાહથી, પાંચ રાજ્યો, મિઝોરમ, દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોએ નવી વિધાનસભા માટે મતદાન કર્યું છે અને ત્યાર બાદ વધુ બે રાજ્યો ગુજરાત અને તમીલનાડુમાં પણ પેટા-ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે.
તેનું શ્રેય ભારતના ચૂંટણી પંચને જાય છે, કે જેને અભૂતપૂર્વ રીતે ચૂંટણીને પાર પાડવા બદલ અભિનંદન આપવા જોઇએ. ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયેલા તમામ અધિકારીઓને હું અભિનંદન આપવા માગુ છું અને સંરક્ષણ જવાનો, પોલીસ અધિકારીઓ, અગ્નિશમન દળો કે જેઓએ શાંતિપૂર્ણ મતદાન માટે વિવિધ રાજ્યોમાં જડબેસલાક વ્યવસ્થાને થાક્યા વિના નિભાવી છે. વિષમ હવામાનના પડકારો વચ્ચે પણ આ તમામ બહાદુર મહિલાઓ અને પુરષોએ દરેક સામાન્ય નાગરિક પણ બંધારણીય અધિકાર સમાન મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી.
જ્યારે તમે ચૂંટણી પંચ અને અન્ય અધિકારીઓએ કરેલા ભગીરથ કાર્યના વ્યાપ ઉપર ધ્યાન કેન્દ્રીત કરો ત્યારે તેને પૂર્ણ કરવું તે કઇ નાની સિદ્ધી નથી. ચૂટંણીમાં 11 મતદારો અને 630 વિધાનસભા મતક્ષેત્રોને આવરી લેવાયા હતા, 1.3 લાખ મતદાન મથકો અને કેટલાક તો સૌથી વધુ પડકારજનક હોય તેવા સ્થળોએ આવેલા હતા. જેમાં રણપ્રદેશથી માંડીને ગીચ જંગલો, પર્વતાળ પ્રદેશો, સતત ધમાલીયું વાતાવરણ ધરાવતા શહેરોનો સમાવેશ થાય છે. વધુમાં મતદારોએ પણ પોતાની ભૂમિકા સુધારવાની જરૂર છે. સઘળો શ્રેય ચૂંટણી પંચને જાય છે, કોઇપણ અન્ય લોકશાહીમાં સાંભળવા પણ ન મળી હોય તેવી એકદમ વ્યવહારદક્ષતા અને ચોકસાઇ ચૂંટણી પંચ લઇ આવ્યું હતું. 100% મતદારોને મતદાર સ્લીપ અને પાંચ રાજ્યોમાં મળીને કુલ 98.8-100 ટકા ચૂંટણી ઓળખપત્રોનું વિતરણ કરાયું હતું.
ઘણા યુવાન મિત્રો એ પુછી શકે છે કે આમા ખાસ શું છે? આયોજનાત્મક કક્ષાએ કામ કર્યુ છે, સ્થાનિકથી માંડીને લોકસભા ચૂંટણી સુધી ઘણી ચૂંટણીઓનો સાક્ષી બન્યો છું. થોડા સમય પહેલાની સ્થિતિ કઇ અલગ ન હતી. ચૂંટણી કાગળ આધારીત હતી અને હિંસા અસામાન્ય બાબત ન હતી. ‘બૂથ કેપ્ચરીંગ’, ‘બોગસ વોટીંગ’, ‘બૂથ રેગીંગ’ એ ચૂંટણીની ભાષામાં સામાન્ય બાબત હતી. ચૂંટણી પંચે માત્ર સો ટકા મતદાનને( કે જેનો દાવો વિકસીત દેશો પણ નથી કરતા) સુનિશ્ચિત કરવા પર જ ધ્યાન કેન્દ્રીત ન કર્યું પરંતુ ચૂંટણીલક્ષી હિંસા અને ચૂંટણી દરમિયાન અન્ય કેટલાક વિક્ષેપોને પણ ઘટાડયા.
તેમાં સૌથી મોટી સિદ્ધિ તો એ જોવા મળી છે કે મતદારો અને ખાસ કરીને યુવા તેમજ પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારો મતદાન માટે પહોંચી જાય છે. તેનું પરિણામ એ આવ્યું છે કે મતદારોની નોંધણી અને મતદાન એમ બંનેમાં વધારો થયો છે. તેમાં મત ન આપવાને લઇને બેફિકરા બની જવા અને દ્વિધામાં રહેવાની હવે જરૂરિયાત નથી. છત્તીસગઢ જેવા નક્સલ અસરગ્રસ્ત પ્રદેશો કે પછી મિઝોરમ જેવા વિસ્તારોમાં થયેલા મતદાન પર એક દ્રષ્ટિપાત કરો, જે લોકોમાં લોકશાહી પ્રત્યેનો તીવ્ર વિશ્વાસ દર્શાવે છે. આપણા નાગરિકો મતદાન પ્રક્રિયામાં કેવી રીતે વ્યસ્ત રહે, તેથી વધુ ખુશી મને કોઇ નથી અને હું ગંભીરતાપૂર્વક એમ ઇચ્છું કે આ વલણ જારી રહે.
મતદાન નોંધણીને પ્રોત્સાહન આપનારા બિન-સરકારી જૂથો, સભ્ય સમાજ જૂથો, સોશિયલ મીડિયા તેમજ ઉદ્યોગગૃહો જેવા અસરકારક જૂથોને અભિનંદન પાઠવવા હું પ્રેરાયો છું. આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવનારા આ હકારાત્મક પગલાં છે.
મતદાર નોંધણીમાં વધારો કેવી રીતે કરવો, તે અંગેના અમુક સર્જનાત્મક વિચારો મારા મનમાં જાગ્યા છે. સરકારી અધિકારીઓ દ્વારા અને ગુજરાત બહારથી આવેલા એ લોકો મારફતે અમે ગુજરાતમાં એક સંશોધનાત્મક બદલાવના સાક્ષી બન્યાં. પંચમહાલ જીલ્લામાં એલપીજી સિલીન્ડરો પર એસવીઈઈપી (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટ્રોરલ પાર્ટીસિપેશન) મેસેજીસ આપવામાં આવતા હતાં. અમદાવાદ ખાતે દાક્તરોની દવા ચિઠ્ઠી પર એસવીઇઇપી મેસેજીસના સિક્કા મારવામાં આવતા હતાં. સાબરકાંઠા જીલ્લામાં મહિલાઓની દરેક રેલી આયોજીત કરવામાં આવતી હતી. જો કોઇ મહિલા તેના લગ્નની નોંધણી કરાવતી, તો તેની મતદાર તરીકેની નોંધણી અંગે પંચાયત વિભાગ વિશેષ ધ્યાન આપતું હતું. 2010માં શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર મારફતે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને એવી વિનંતી કરવામાં આવી હતી કે સંસ્થામાં પ્રવેશ સમયે યોગ્ય મતદારોની નોંધણી કરવી. અમારા રાજ્યના ચૂંટણી સત્તાધિશો દ્વારા આ પ્રકારના અનેક વિચારોની વિગતવાર ચર્ચા કર્યા બાદ તેની રજૂઆત દસ્તાવેજ મારફતે ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવતી હતી. હું આ દસ્તાવેજ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.
જો આપની પાસે મતદારોની નોંધણીમાં કેવી રીતે વધારો કરી શકાય એ પ્રકારના કોઇ સર્જનાત્મક વિચારો અને અનુભવો હોય, તો મહેરબાની કરીને તેને આ બ્લૉગમાં રહેલા કોમેન્ટ સેક્શનમાં રજૂ કરો. હું ખુદ તેને વાંચવામાં રસ ધરાવુ છું અને જો તે વધુ રસપ્રદ હશે, તો તે વિચારનો આગામી ઉપયોગ કરવામાં આવી શકે છે.
ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા પગલાં પૈકી સૌથી સંશોધનાત્મક પગલું એટલે 25મી જાન્યુઆરીની રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવણી. આ જ દિવસે મતદાર નોંધણી અને ચૂંટણી અધિકારીઓના પ્રયાસોને માન આપીને પુરસ્કારો એનાયત કરીને તેની ઉજવણી કરવામાં આવે છે. તદ ઉપરાંત, આ ઉજવણીના ભાગરૂપે પોતાની પવિત્ર ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનાર કે ઇજા પામનાર લોકોના પરિવારોનું સન્માન કરવા અંગે આપણે વિચારવું જોઇએ.
ચૂંટણી પંચનો હું આભાર માની અને જેમનું ભાવિ હાલમાં ઇવીએમ મશીનોમાં બંધ છે અને તેની ગણતરી આગામી 8મી ડિસેમ્બરના રોજ થનારી છે અને તે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવીને અહીં જ પૂર્ણવિરામ મુકીશ.
આપનો,
નરેન્દ્ર મોદીઆ પણ વાંચશો:
https://eci.nic.in/eci_main1/SVEEP/SVEEPGujaratElect2012documentedReport.pdf