રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પદાધિકારીઓમાં શ્રી નરેન્દ્ર મોદીએ કાઠું કાઢ્યું હતું અને 1980ના દાયકામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાયા હતા. જોગાનુજોગે 1900નો દાયકો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં રાજકીય દ્રષ્ટિએ ઊથલપાથલનો હતો. દેશના તમામ વિસ્તારોમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો અને કેન્દ્ર સરકાર આ અવ્યવસ્થા, અરાજકતા અને વિઘટનને સાક્ષીભાવે જોતી હતી. કેન્દ્ર સરકાર મજબૂત નહોતી અને એટલે જ નિઃસહાય હતી. આંતરિક રીતે પણ ભાગલાવાદી રાજકારણનો પ્રભાવ વધ્યો હતો. પંજાબ અને અસમ ભડકે બળતા હતા, કારણ આપણી માતૃભૂમિની એકતા અને અખંડિતતા સામે પડકાર ઊભો થયો હતો. ગુજરાતમાં ઘરેઘરે કરફ્યુ શબ્દ જાણીતો થઈ ગયો હતો. મતબેંકના રાજકારણનો જન્મ થયો હતો અને એટલે એક ભાઈને બીજા ભાઈ સાથે, એક સમુદાયને બીજા સમુદાય સાથે ઊભો કરી દેવામાં આવ્યો હતો.

આ કટોકટીના સમયમાં એક વ્યક્તિએ સરદાર પટેલની જેમ લોકશાહીના મૂલ્યો અને વાણી સ્વાતંત્ર્ય પ્રત્યેની પ્રતિબદ્ધ એક અને મજબૂત ભારતનું સ્વપ્ન સેવ્યું હતું. આ માણસ બીજું કોઈ નહીં શ્રી નરેન્દ્ર મોદી હતા. દેશમાં અવ્યવસ્થા અને અરાજકતા જોઈને શ્રી નરેન્દ્ર મોદીની અંદર રહેલો રાષ્ટ્રભક્ત બહાર આવ્યો હતો, જેમણે આ વૈચારિક સંઘર્ષના કાળમાં આરએસએસ અને ભાજપ માટે રાતદિવસ એક કરી દીધા હતા, ખંત અને નિષ્ઠા સાથે કામ કર્યું હતું. આ રીતે યુવાન વયે જ તેમણે પોતાને પ્રતિબદ્ધ કાર્યકર્તા તરીકે નહીં, પણ કુશળ સંગઠક તરીકે સ્થાપિત કરી દીધા હતા. દેશમાં પ્રવર્તમાન અવ્યવસ્થા અને અરાજકતા વચ્ચે તેમનો ઉદય ઉચિત હતો.

એકતા યાત્રા દરમિયાન અમદાવાદમાં શ્રી નરેન્દ્ર મોદી

1980ના દાયકાના અંત સુધીમાં દેશનું શિર ગણાતું ઉત્તર રાજ્ય જમ્મુ અને કાશ્મીર સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું, જે એક સમયે પૃથ્વીના સ્વર્ગ તરીકે જાણીતું હતું. 1987 દરમિયાન રાજ્યની ચૂંટણી દરમિયાન લોકશાહીના મૂલ્યો સાથે નિર્લજ્જ સમાધાન સાથે કેન્દ્રના તકવાદી રાજકારણથી જમ્મુ-કાશ્મીર ભારત વિરોધી પરિબળો અને પ્રવૃત્તિઓનું ધામ બની ગયું હતું. એક સમયે પૃથ્વી પર પોતાની સુંદરતા માટે પ્રખ્યાત કાશ્મીરની ખીણો કુરુક્ષેત્રમાં પલટાઈ ગઈ હતી અને રાજ્યમાં લોહીની નદીઓ વહેતી હતી. પરિસ્થિતિ એટલી હદે વકરી હતી કે કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવવાનું પણ શક્ય નહોતું. આ સંજોગોમાં ઉચિત પગલા લેવાને બદલે તમામ કેન્દ્ર સરકારો નિઃસહાયપણે મૂક પ્રેક્ષક બની રહેતી હતી.

1989માં કેન્દ્રીય ગૃહપ્રધાન મુફ્તી મોહમ્મદ સૈયદની પુત્રી રુબૈયા સૈયદનું રાષ્ટ્રવિરોધી પરિબળોએ અપહરણ કર્યું હતું. પણ આ સ્થિતિમાં મક્કમ વલણ અપનાવવાને બદલ નવી દિલ્હીમાં બેઠેલી સરકારે સરળ માર્ગ અપનાવીને ભારત વિરોધી આતંકવાદીઓને મુક્ત કરી દીધા હતા, જેણે આ પ્રકારના રાષ્ટ્રવિરોધી પરિબળોને મોકળું મેદાન આપ્યું હતું.

ભાજપ ભારતની સાર્વભૌમિકતાના આ વ્યવસ્થિત વિઘટનને મૂક પ્રેક્ષક તરીકે જોઈ શકે તેમ નહોતો. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરની મુલાકાત દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને એટલે દાયકાઓ પછી ભાજપને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે બાગડોર સંભાળવવાની તક મળી હતી. દેશમાં પ્રવર્તમાન અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરવા પક્ષના તત્કાલિન પ્રમુખ શ્રી મુરલી મનોહર જોશીએ રાષ્ટ્રીય એકતાની ભાવના જગાવવા એકતા યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો. યાત્રાની શરૂઆત કન્યાકુમારીથી થવાની હતી, જ્યાં સ્વામી વિવેકાનંદને તેમના જીવનનો ઉદ્દેશ મળ્યો હતો અને શ્રીનગરમાં લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવીને તેનો અંત આવ્યો હતો.

યાત્રા માટેની તૈયારી કરવાની કામગીરી શ્રી નરેન્દ્ર મોદીના શિરે નાંખવામાં આવી હતી. તેઓ કુશળ સંગઠક હોવાથી તેમને આ ભગીરથ કાર્ય સુપરત કરવામાં આવ્યું હતું. પોતાની વૈચારિક ક્ષમતા, સંગઠન ક્ષમતા અને જવાબદારી અદા કરવાના ઉત્સાહ સાથે શ્રી મોદીએ અતિ ટૂંકા ગાળામાં મોટા જોખમો લઈને વિસ્તૃત વ્યવસ્થા કરી હતી. યાત્રા જે સ્થળોમાંથી પસાર થવાની હતી, તેની મુલાકાત કોઈ પણ પ્રકારના ડર વિના લીધી હતી. તેઓ દરેક સ્થળે પક્ષના કાર્યકર્તાઓને મળ્યા હતા અને ચર્ચાવિચારણા કરીને યોજનાને અંતિમ ઓપ આપ્યો હતો.

તેમણે પક્ષના કાર્યકર્તાઓને એકજૂથ અને પ્રેરિત કર્યા હતા, તેમની વચ્ચે રાષ્ટ્રવાદની ભાવના જગાવી હતી, જેથી યાત્રા માટેનો પાયો સફળતાપૂર્વક ઊભો થયો હતો. આ પ્રક્રિયામાં તેમણે કુશળ સંગઠક હોવાની ક્ષમતા જ પ્રદર્શિત કરી નહોતી, પણ ઝડપ સાથે કોઈ પણ સ્થિતિ સંજોગોમાં કામ પાર પાડવાની ક્ષમતાના દર્શન કરાવ્યા હતા, જે આજના જાહેર જીવનમાં દુર્લભ છે. શ્રી મોદીએ વિપરીત સ્થિતિ સંજોગોમાં ઝડપથી નિર્ણય લીધા હતા અને પોતાના આયોજન પ્રમાણે અમલ કરવાની ક્ષમતા દેખાડી હતી.

એકતા યાત્રા દરમિયાન શ્રી નરેન્દ્ર મોદી

એકતા યાત્રાની શરૂઆત 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે દિવસે જોગાનુજોગે સુબ્રમનિયન ભારતીનો જન્મદિવસ હતો અને ગુરુ તેગબહાદુરનો બલિદાન દિવસ. સમગ્ર દેશમાં મુખ્ય મુદ્દાઓમાં ભાગલાવાદી અને હિંસક રાજકારણનો વિરોધ તથા કાશ્મીરમાં આતંકવાદનો અંત લાવવાનો હતો.

શ્રી મોદીએ દેશના જે જે વિસ્તારોમાં પ્રવાસ ખેડ્યો, ત્યાં શ્યામા પ્રસાદ મુખર્જીનો સંદેશ પડઘો પડ્યો હતો. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના સંદેશને વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતની એકતા અને અખંડિતતા બધાથી પર છે અને સમાજના વિવિધ તબક્કાઓ વચ્ચે અલગ-અલગ માપદંડ અપનાવવામાં તેઓ માનતા નહોતા રાષ્ટ્રવિરોધી પરિબળોને ઇંટની સામે પત્થર જેવો જવાબ આપવાની જરૂર હતી અને જ્યારે સમય આવ્યો ત્યારે શ્રી મોદીએ મોખરે રહીને બાગડોર સંભાળી હતી! દેશના જે વિસ્તારોમાંથી એકતા યાત્રા પસાર થઈ હતી, ત્યાં તેને ઉત્સાહ અને આશા સાથે આવકાર મળ્યો હતો. ડો. જોશીએ રાષ્ટ્રના પુનરોદ્ધારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે ભારતીયોના હૃદયને સ્પર્શી ગઈ હતી.

દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, જે જાણેઅજાણે આ તમામ પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરતી હતી. તેના માટે સજાગ અને સચેત થવા, વાસ્તવિક પરિસ્થિતનો સ્વીકાર કરીને યોગ્ય કામગીરી કરવા માટે એકતા યાત્રાને મળેલો પ્રતિસાદ જ પૂરતો હતો. કહેવાની જરૂર નથી કે યાત્રાની સફળતા શ્રી નરેન્દ્ર મોદી માટે સીમાચિહ્નરૂપ પુરવાર થઈ હતી. જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ, તેમ તેમ તેમની સંગઠન ક્ષમતાના દર્શન થયા હતા. શ્રી મોદીએ પોતાને ભારતના નાગરિકોને દંભી ધર્મનિરપેક્ષતા અને મતબેંકના રાજકારણનો અંત લાવવાની અપીલ કરી હતી. 26મી જાન્યુઆરી, 1992ના રોજ શ્રીનગરમાં છેવટે ત્રિરંગો લહેરાયો હતો અને લાગણીશીલ નરેન્દ્ર મોદીએ આનંદ સાથે તેને લહેરાતા જોયો હતો! શ્રીનગર સુધી એકતા યાત્રા પહોંચાડવી અને તેના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવવો એક દુર્લભ અભિયાન હતું, પણ તમામ પડકારો અને વિપરીત સ્થિતિસંજોગો વચ્ચે આ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ યાત્રાની સફળતાનો શ્રેય શ્રી મોદીની ક્ષમતાને જાય છે, જેમણે વિશિષ્ટ સાહસ, દ્રષ્ટિ અને કુશળતા સાથે રાષ્ટ્રવિરોધી પરિબળોને ઇંટનો જવાબ પત્થરથી આપ્યો હતો. ભારત માતાની શક્તિએ એક વખત ફરી ભારત વિરોધી પરિબળોને ધૂળ ચાટતા કરી દીધા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.