ગુજરાતભરના ૧૦૦૦ પોલીસ મથકોમાં મુખ્યમંત્રીશ્રીના પ્રેરક સંદેશનું જીવંત પ્રસારણ થયું
ઇગુજકોપ પ્રોજેકટ સમગ્ર દેશ માટે પથદર્શક બન્યો
ઇગુજકોપથી ગુજરાતના સૌથી યુવા શિક્ષિત અને ટેકનોસેવી પોલીસદળમાં અનેક શકિતઓનો ઉમેરો થશે
પોલીસ સેવાઓની વિશ્વસનિયતાનો નાગરિકોમાં અહેસાસ અને ગૂનાહિત માનસિકતાવાળા ગૂનેગારોમાં ડરનો અહેસાસ કરાવીએ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતમાં પોલીસ અને સુરક્ષા સેવાઓને વધુ વિશ્વસનિય અને કાર્યદક્ષ બનાવતા ઇગુજકોપ પ્રોજેકટનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે સમગ્ર દેશમાં ટેકનોલોજીથી પોલીસ અને સુરક્ષા સેવાઓનું સર્વગ્રાહી સશકિતકરણ કરવાની ક્રાંતિકારી પહેલ ગુજરાત સરકારે કરી છે.
ઇગુજકોપ પ્રોજેકટ દ્વારા ગુજરાતના તમામ ૧૦૦૦ થી વધારે પોલીસ સ્ટેકશનો, ગૃહ વિભાગ, જેલો, એન્ટીલ કરપ્શટન બ્યુતરોની કચેરીઓ, ફોરેન્સી ક સાયન્સપ લેબોરેટરી, ગૃહરક્ષક દળ, નશાબંધી અને આબારી જેવા સુરક્ષા અને કાયદો વ્ય્વસ્થાની કાર્યસંસ્કૃતિ સાથે સંકળાયેલા વિભાગોને ટેકનોલોજી નેટવર્કથી આવરી લેવામાં આવ્યા છે.
બાયસેગના સેટકોમ બેન્ડા મારફતે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ઉપસ્થિાત પોલીસ સેવા અને સુરક્ષાકર્મીઓ તથા નાગરિક-સમૂદાયોને ઇગુજકોપના પ્રારંભે જીવંત પ્રસારણથી સંબોધન કર્યું હતું.
ગુજરાતના ગૃહ અને પોલીસ વિભાગને પોલીસ સેવાઓને કાર્યદક્ષ બનાવવા માટેની આ ક્રાંતિકારી ઇગુજકોપ એપ્લીયકેશન સીસ્ટ મનો સફળતાથી અમલ કરવાની પ્રતિબધ્ધતા સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે ગુજરાતનો પોલીસ બેડો આખા દેશમાં સૌથી યુવાન, શિક્ષિત અને ટેકનોસેવી છે. અને ઇગુજકોપ પ્રોજેકટથી તેની વિવિધલક્ષી શકિતઓમાં વૃધ્ધિ થશે.
રૂા. ૧પ૦ કરોડના ખર્ચે ઇગુજકોપ પ્રોજેકટ સાકાર થયો છે અને તેનું સફળ મોડેલ ભારત સરકારે સ્વીકાર્યું છે અને અન્ય રાજ્યો માટે પણ પથદર્શક બન્યું છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રેભાઇ મોદીએ જણાવ્યું કે જેમ ગુજરાત પોલીસના ગણવેશથી સુરક્ષાનો અહેસાસ થાય એમ આ ટેકનોલોજી એપ્લીકેશનથી ગૂનાહિત માનસિકતા ધરાવનારાને પોલીસતંત્રનો સતત ભય ઉભો થવાનો છે. કારણ કે ગુનાની તપાસથી લઇને ગૂનેગારને સજા મળે ત્યાં સુધીની આખી કાર્યપ્રણાલીમાં આ ઇગુજકોપ પ્રોજેકટના અમલથી ગૂણાત્મસક પરિવર્તન આવશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુંક કે પોલીસ માટે આ ટેકનોલોજી એપ્લીએકેશન ગૂનાની તપાસનું ભારણ ઘટાડશે અને કાર્યબોજ ઘટતાં કાર્યદક્ષતા વધશે. સમગ્રતયા પોલીસની કાર્યવાહીનું સરળીકરણ થશે, પોલીસ કાર્યવાહીનું મોનિટરીંગ થતું રહેશે એટલું જ નહીં, ફોરેન્સીપક સાયન્સ સાથે તેનો સેતુ બાંધ્યોુ છે તેથી આધુનિક અને વૈજ્ઞાનિક ઢબથી ગૂનાની તપાસ અને ગૂના શોધવાની કાર્યવાહી પરિણામલક્ષી બનશે. રીઢા ગૂનેગારોની ડેટાબેન્કા ઉપલબ્ધથ થશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઇગુજકોપ પ્રોજેકટની નિશ્ચિબત સફળતામાં જ્યોતિગ્રામથી ગામેગામ ર૪ કલાક વીજળીની સુવિધા અને બ્રોડબેન્ડો ઇન્ટરનેટ કનેકટીવિટી નેટવર્કની સવલતનો મહિમા દર્શાવતાં એમ પણ જણાવ્યું કે ટેકનોલોજીના સુઆયોજિત વિઝનથી વિકાસની અનેક નવી ક્ષિતિજોએ ગુજરાતમાં આકાર લીધો છે. હકિકતમાં તો એકે-૪૭ના શષા કરતાં પણ ઇગુજકોપ જેવું ટેકનોલોજીનું શાષા વિકસાવીને પોલીસદળે તેને વધુ સશકત અને સુસજ્જ બનાવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોલીસ અને સુરક્ષા સેવાઓના આ નવા યુગમાં પ્રવેશથી ગુજરાતના નાગરિક જીવનને સુરક્ષિતતાનો અહેસાસ કરાવવામાં પોલીસનું મનોબળ ઊંચું આવ્યું છે તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડો. એસ. કે. નંદાએ સ્વાગત પ્રવચનમાં ઇ-ગુજકોપ પ્રોજેકટ માટે મુખ્યમંત્રીશ્રીએ આપેલા પ્રેરક માર્ગદર્શનની રૂપરેખા આપી હતી. પોલીસ મહાનિરીક્ષકશ્રી મનોજ અગ્રવાલે ઇગુજકોપની વિશેષતાઓનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી રજનીભાઇ પટેલ સહિત ગૃહ વિભાગના અને પોલીસદળના વરિષ્ઠં પદાધિકારીઓ ઉપસ્થિહત હતા.