ભારતના વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહનસિંઘ અમદાવાદની એક દિવસની મુલાકાતે ખાસ વિમાનમાં આવી પહોંચતાં, ગુજરાતના રાજ્યપાલ ર્ડા. શ્રીમતી કમલાજી, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, પ્રોટોકોલ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા, સ્વાક(ગાંધીનગર)ના એ.ઓ.સી. એરમાર્શલ, ૧૧, ઇન્ફ્રટીના વડા, તથા પોલીસ મહાનિર્દેશકે વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
અમદાવાદ વિમાની મથકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી વજુભાઇ વાળા, ગજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, કેન્દ્રિીય મંત્રી શ્રી દિનશા પટેલ તથા શ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિપક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ અગ્રણી શ્રી શકિતસિંહ ગોહિલ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ વડાપ્રધાનશ્રીને આવકારી તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાનશ્રીને સત્કારવા અમદાવાદ હવાઇમથકે રાજ્યના વરિષ્ઠ સચિવશ્રીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત હતા.